Book Title: Agam Deep Agam 06 to 13 Gujarati Anuvaad Part 3
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agamdip Prakashan

View full book text
Previous | Next

Page 390
________________ સૂત્ર-૧૫ ૧૮૭ સારો ચંદરવો તે મંડપમાં બાંધેલો હતો. તે મંડપના એ લીસા ભૂભાગની વચ્ચોવચ્ચ તે દેવોએ એક મોટો વજ્રમય અખાડો બનાવ્યો, એ અખાડાની વચ્ચોવચ્ચ, આઠ યોજન લાંબી પહોળી અને ચાર યોજન જાડી એવી એક મોટી સ્વચ્છ, સુંવાળી, મણિમય મણિપીઠિકા બનાવી. તે મણિપીઠિકા ઉપર એક મોટું સિંહાસન સ્થાપિત કર્યુ. સિંહાસન ઉપરના ચાકળા સુવર્ણમય તાર ઝીક અને સતારાથી ઝગ ઝગતા હતા; સિંહો રત્નના, પાયા સોનાના, પાયાના કાંગરા અનેક પ્રકારના મણિ ઓના, ગાત્રો જાંબૂનદનાં, સાંધા ઓ વજ્રના અને સિંહાસનમાં ઘોડો, હાથી, મગર વગેરે પૂર્વોક્ત અનેક ચિત્રો કરેલાં હતાં. સિંહાસન આગળનું પાદપીઠ મણિમય અને રત્નમય હતું, તે પાદપીઠ ઉપરનું પગ રાખવાનું મસૂરિયું સુંવાળા અસ્તરથી ઢાંકેલું હતું અને તે મસૂરિયાની લટકતી ઝાલર કોમળ કેસ૨તંતુ જેવી જણાતી હતી. સિંહાસન ઉપર રજ ન પડે માટે તેને સારા શીવેલા રજસ્રાણથી ઢાંકેલું હતું, ચોકખા કપાસમાંથી બનેલું ચોકખું સૂતરાઉકપડું તે રજસ્રાણ ઉપર ગોઠવેલું હતું અને તે આખા સિંહાસન ઉપર એક રાતું વસ્ત્ર ઢાંકેલું હતું : એ રીતે રમ્ય, સુંવાળું અને સર્વ પ્રકારે પ્રાસાદિક બનાવેલું હતું. એ સુંદર સિંહાસનના ઉપરના ભાગમાં શંખ, કુંદ, જલબિંદુ અને સમુદ્રનાં ફીણ જેવું ધોળું, તેમાં ભરેલાં રત્નોથી ઝગમગતું, ઝીણું અને સુંદર એક મોટું વિજયદૃષ્ય બાંધેલું હતું. એ વિજયદૂષ્યની બરોબર વચ્ચોવચ્ચ એક મોટો વજ્રમય અંકુશ-ટાંગેલો હતો. એ સળીયામાં ઘડા જેવડું એક મોટું મુક્તાદામ-લટકાવેલું હતું અને તે મોતીના ઝૂમખાની ચારે બાજુ અધઘડા જેવડાં બીજાં ચાર મોતીદામ પરોવેલાં હતાં. આ રીતે એ સિંહાસનના ઉપરના ભાગમાં બાંધેલા વિજય દૃષ્યમાં એક મોટું મોતીનું ઝુમ્મર શોભતું હતું. એ ઝુમ્મરનાં મોતીઓ સોનાની પાંદડી વાળાં બીજાં અનેક લંબૂસગોથી શોભતાં હતાં તેમજ અનેકવિધ મણિઓ, જાતજાતના હારો, અર્ધારો અને રત્નોથી ચમકતાં હતાં. હવે જ્યારે પૂર્વનો, પશ્ચિમનો, દક્ષિણનો કે ઉત્તરનો વાયુ ચાલતો ત્યારે એ મોતીઓ ધીરે ધીરે હલતાં હતાં. હલતાં હલતાં તેઓ જયારે એક બીજા સાથે અફ્ળાતાં ત્યારે તેમાંથી કાનને મધુર લાગે તેવું અને મનને પરમ શાંતિ પમાડે તેવું ઉદાર-મનોહર ગુંજન નીકળતું હતું. એ સુંદર દિવ્ય ગુંજનથી સિંહાસનની ચારે બાજુ ગુંજાયમાન થઈ રહેતી હતી. તે સિંહાસનની આસપાસ વાયવ્ય ખૂણામાં, ઉત્તરમાં અને ઈશાન ખૂણામાં સૂર્યા ભદેવના ચાર હજાર સામાનિક દેવોને બેસવા માટે એક એક હજાર-કુલ ચાર હજાર બીજાં સુંદર ભદ્રાસનો એ આભિયોગિક દેવોએ માંડી દીધાં. સૂભદેવની ચાર પટ્ટરા ણીઓ અને તેના પરિવારને બેસવા માટે પૂર્વના ભાગમાં ચાર હજાર ભદ્રાસનો ગોઠવાઈ ગયાં. સૂર્યાભદેવની અંતરંગ સભાના આઠ હજાર સભ્યોને બેસવા માટે અગ્નિ ખૂણામાં આઠ હજાર ભદ્રાસનો નંખાઈ ગયાં. એજ પ્રમાણે વચલી સભાના દસ હજાર સભ્યોને બેસવા માટે દસ હજાર ભદ્રાસનો દક્ષિણના ભાગમાં, બાહ્ય સભાના બાર હજાર સભ્યોને માટે બાર હજાર ભદ્રાસનો નૈઋત્ય ખૂણામાં અને સાત સેનાપતિ ઓને માટે સાત ભદ્રાસનો પશ્ચિમના ભાગમાં હારબંધ નાખવામાં આવ્યાં. આ ઉપરાંત સૂભદેવની ચોકી કરનારા અંગરક્ષક દેવો માટે એ સિંહાસનની પૂર્વમાં ચાર હજાર, દક્ષિણમાં ચાર હજાર, પશ્ચિમમાં ચાર હજાર અને ઉત્તરમાં ચાર હજાર એમ કુલ બીજાં સોળ હજાર ભદ્રાસનો ગોઠવવામાં આવ્યાં. હવે આ રીતે તે યાન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434