Book Title: Agam Deep Agam 06 to 13 Gujarati Anuvaad Part 3
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agamdip Prakashan

View full book text
Previous | Next

Page 388
________________ સત્ર-૧૫ ૩૮૫ જેવા, લીલા બપોરીયા જેવા, અને લીલી કણેર જેવા લીલા હતા. શું તે મણિઓ, એ આપેલી ઉપમાઓ જેવાજ ખરેખર લીલા હતા ? એ અર્થ સમર્થ નથી એ તો માત્ર ઉપ માઓ છે; પણ તે લીલા મણિઓ તોતે બધી ઉપમાઓ કરતાં કયાંય વધારે ઈષ્ટતર, સરસ, મનોહર અને મનોજ્ઞ લીલા વર્ણવાળા હતા. એ મણિઓમાં જે રાતા મણિ હતા તે ઘેટાના લોહી જેવા, સસલાના લોહી જેવા, માણસના લોહી જેવા, વરાહના લોહી જેવા, પાડાના લોહી જેવા, નાના ઈંદ્રગોપ જેવા, ઉગતા સૂર્ય જેવા, સંધ્યાના લાલ રંગ જેવા, ચણોઠીના અડધા-લાલ ભાગ જેવા, જાસુદ ના ફૂલ જેવા, કેસુડાના ફૂલ જેવા, પારિજાતકના ફૂલ જેલા, ઉંચા હિંગળોક જેવા, પરવાળા જેવા, પરવાળાના અંકુર જેવા, લોહિતાક્ષમણિ જેવા, લાખના રસ જેવા, કૃમિના રંગથી રંગેલા કામળા જેવા, ચણાના લોટના ઢગલા જેવા, રાતા કમળ જેવા, રાતા અશોક જેવા, રાતી કણેર જેવા અને રાતા બપોરીયા જેવા રાતા હતા. શું તે રાતા મણિઓ, એ આપેલી ઉપમાઓ જેવા જ ખરેખર રાતા હતા ? એ અર્થ સમર્થ નથી એ તો માત્ર ઉપમાઓ છે, પણ તે રાતા મણિઓ તોતે બધી ઉપમાઓ કરતાં કયાંય વધારે ઈતર, સરસ, મનોહર અને મનોજ્ઞ રાતા વર્ણવાળા હતા. એ મણિઓમાં જે પીળા મણિ હતા. તે સોનાચંપા જેવા, સોનાચંપાની છાલ જેવા, સોનાચંપાના અંદરના ભાગ જેવા, હળદર જેવા, હળદરની અંદરના ભાગ જેવા, હળદરની ગોળી જેવા, હરતાળ જેવા, હરતાળની અંદરના ભાગ જેવા, ઉત્તમ સોના જેવા, ઉત્તમ સોનાની રેખા જેવા, વાસુદેવે પહેરેલા પીળા કપડા જેવા, અલકીના ફ્લ જેવા, ચંપાના ફૂલ જેવા, કોળાના ફૂલ જેવા, સુહિ રણ્યના ફૂલ જેવા, પીળા અશોક જેવા, પીળી કણેર જેલા અને પીળા બપોરીયા જેવા પીળા હતા. શું તે પીળા મણિઓ, એ આપેલી ઉપમાઓ જેવાજ ખરેખર પીળા હતા? એ અર્થ સમર્થ નથી એ તો માત્ર ઉપમાઓ છે પણ તે પીળા મણિઓ તો તે બધી ઉપમાઓ કરતાં કયાંય વધારે ઈષ્ટતર, સરસ, મનોહર અને મનોજ્ઞ પીળા વર્ણવાળા હતા. એ મણિઓમાં જે ધોળા મણિ હતા તે અંક રત્ન જેવા, શંખ જેવા, ચંદ્ર જેવા, કુંદના ફૂલ જેવા, શુદ્ધ દાંત જેવા, કમળ ઉપરના પાણીના મોતીયા જેવા, શુદ્ધ પાણીના બિંદુ જેવા, દહીં જેવા, કપૂર જેવા, ગાયના દૂધ જેવા, હંસોની શ્રેણિ જેવા, કૌંચોની શ્રેણિ જેવા, હારોની શ્રેણિ જેવા, ચંદ્રોની શ્રેણિ જેવા, શરદૂતના મેઘ જેવા, ધમેલા અને ચોકખા કરેલા રુપાના પતરા જેવા, ચોખાના લોટના ઢગલા જેવા, કુંદના ફૂલના ઢગલા જેવા, કુમુદના ઢગલા જેવા, વાલની સૂકી શિંગો જેવા, મોર-પીછની વચ્ચે આવેલા ચંદ્રક જેવા, બિસતંતુ જેવા, મૃણાલિકા જેવા, હાથીદાંત જેવા, લવંગના ફૂલ જેવા, પુંડરીક કમળ જેવા, ધોળા અશોક જેવા, ધોળી કણેર જેવા અને ધોળા બપોરીયા જેવા ઊજળા હતા. શું તે ધોળા મણિઓ એ આપેલી ઉપમાઓ જેવા જ ખરેખર ઉજળા હતા? એ અર્થ સમર્થ નથી એ તો માત્ર ઉપમાઓ છે; પણ તે ધોળા મણિઓ તો તે બધી ઉપમાઓ કરતાં કયાંય વધારે ઈષ્ટતર, સરસ, મનોહર અને મનોજ્ઞ ધોળા વર્ણવાળા હતા. એ દિવ્ય યાન " વિમાનની અંદરના ભૂભાગમાં અનેક રંગવાળા ચકચકિત જે મણિઓ જડેલા હતા તે માત્ર દેખાવમાં સુંદર હતા એટલું જ નહિ પણ સુગંધી પણ હતા. એ મણિઓમાંથી એવી સરસ સુગંધ ફેલાતી કે જાણે એ ભૂભાગમાં કોષ્ઠોનાં, તગરનાં, એલાન, સુગંધી ચુઆનાં, ચંપાનાં, દમણાનાં, કુંકુમનાં, ચંદનનાં, સુગંધી વાળાન, મરવાનાં, જાઈનાં, 2િ5] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434