________________ 76 જીવાજીવાભિગમ- 3.15 હે ભગવન એકોરૂક દ્વીપમાં સિંહ હોય છે? વાઘ હોય છે? ભેડિયા હોય છે? રીંછો હોય છે? વ્યાપદ પશુ વિશેષ હોય છે? હા આ બધા જાનવરો ત્યાં હોય છે. પરંતુ, આ જાનવરો પરસ્પરમાં એક બીજાઓના અથવા તે મનુષ્યોને થોડી કે વધારે પ્રમાણમાં બાધા કરતા નથી. તેઓના શરીરને કરડતા નથી. ફાડતા નથી. વિગેરે ઋાપદ ગલી જાનવરો પ્રકૃતિથીજ ભદ્રક હોય છે. એકોરૂક દ્વીપમાં શાલીધાન્ય વિશેષ હોય છે ? વ્રીહિ ધાન્ય વિશેષ હોય છે? ઘઉં હોય છે? જવ હોય છે? તલ હોય છે? સેલડી હોય છે? હા ગૌતમ ! આ બધુંજ ત્યાં હોય છે. પરંતુ તે ધાન્યો ત્યાંના મનુષ્યના આહાર આદિના કામમાં આવતા નથી, હે ભગવન્! તે એકોરૂક દ્વીપમાં મોટા મોટા ગર્ત ખાડા હોય છે? દરો હોય છે? તરાડવાળી જમીન હોય છે? પર્વત શિખર વિગેરે ઉંચા પ્રદેશો હોય છે. સ્થાનો હોય છે? હે ગૌતમ ! આ અર્થ સમર્થ નથી. ! ત્યાંનો ભૂમિભાગ બહુસમ એક સરખો અને રમણીય સુંદર હોય છે. હે ભગવનું એકોરૂક દ્વીપના મનુષ્યોની સ્થિતિ કેટલા કાળની કહેવામાં આવી છે હે ગૌતમ ! તેઓની સ્થિતિ અસંખ્યાતમાભાગથી ઓછા પલ્યોપમનાઅસંખ્યાતમાભાગ પ્રમાણ જઘન્યથી છે. અને ઉત્કૃષ્ટ સ્થિતિ પલ્યોપમના અસંખ્યાતમાં ભાગ પ્રમાણની છે. જ્યારે તેઓનું છ માસનું આયુષ્ય બાકી રહે છે. ત્યારે તેઓ પુત્ર અને પુત્રી રૂપ જોડાને ઉત્પન્ન કરે છે. ઓગણ્યાસી દિવસ પર્યન્ત તેઓ એ જોડલાનું પાલન પોષણ કરે છે. અને તેને સારી રીતે સંભાળે છે. તેનું સારી રીતે પાલન પોષણ કરીને તે પછી તેઓ ઉચ્છવાસ નિશ્વાસ લઈને ખુંખારો ખાઈને છીંકીને કંઈ પણ. કલેશ ભોગવ્યા વિના તથા. કોઈ પણ જાતના પરિતાપ વિના શાન્તિ પૂર્વક કાલના અવસરે કોલ કરીને ભવનપતિથી લઈને ઈશાન સુધીના દેવલોક પૈકી કોઈ પણ એક દેવલોકમાં ઉત્પન્ન થાય છે. ૧૪હે ભગવનું દક્ષિણ દિશાના આભાષિક મનુષ્યોનો આભાષિક નામનો દ્વીપ ક્યાં આવેલ છે ? હે ગૌતમ ! આ જેબૂદ્વીપમાં મંદર પર્વતની દક્ષિણ દિશામાં ક્ષહિમવંત નામનો સુંદર પર્વત છે. તેના અગ્નિ ખૂણાના ચરમાત્તથી લવણ સમુદ્રમાં ત્રણસો યોજન જાય ત્યારે એજ સ્થાનપર આભાષિક મનુષ્યોનો આભાષિક નામનો દ્વીપ છે. આ દ્વીપના સંબંધમાં તેમજ ત્યાંના મનુષ્યોના સંબંધમાં બાકીનું તમામ કથન એકરૂક દ્વીપનાં પ્રકરણમાં જે પ્રમાણે કહેવામાં આવેલ છે એજ પ્રમાણે સમજી લેવું જોઈએ હે ભગવન્! દક્ષિણ દિશાના વૈશાલિક અને વૈષાણિક મનુષ્યોના નામના દ્વીપો કયાં આવેલ છે હે ગૌતમ ! આ જંબૂદ્વીપમાં સુમેરૂ પર્વતની દક્ષિણ દિશા તરફ રહેલા ક્ષુદ્રહિમવંત પર્વતના નૈઋત્ય ખૂણાના ચર માત્તથી લવણ સમુદ્રમાં ત્રણસો યોજના જવાથી બરોબર એજ સ્થાન પર દક્ષિણ દિશાનો વૈરાણિક અને વૈશાલિક મનુષ્યોના વૈષાણિક અને વૈશાલિક નામના દ્વીપો છે એટલે કે આ સંબંધમાં બાકીનું તમામ કથન એકોરૂક દ્વીપના કથન પ્રમાણેનુંજ કહેલ છે. હે ભગવનુ દક્ષિણ દિશાના નાંગોલિક મનુષ્યોનો નાંગોલિક દ્વીપ કયાં આવેલ છે? ઉત્તર પશ્ચિમ આ બૂઢીપના મંદર પર્વતની દક્ષિણ દિશામાં આવેલ ક્ષુદ્રહિમવંત પર્વતના વાયવ્યખૂણાના ચરમાન્તથી લવણ સમુદ્રમાં ત્રણસો યોજન જવાથી બરોબર એજ સ્થાન પર દક્ષિણ દિશાના નાંગોલિક મનુષ્યોનો નાંગોલિક નામનો દ્વીપ આવેલ છે. આ સંબંધમાં બાકીનું કથન એકરૂક દ્વિીપના પ્રકરણમાં પ્રમાણે જાણ લેવું જોઈએ. હે ભગવદક્ષિણ દિશાના હયકર્ણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org