________________ 134 જીવાજીવાભિગમ-૩ હી.સ./૨૯૪ હોય છે, એજ પ્રમાણે તે બિલકુલ સાફ અને સમ છે. આ બહુસમરમણીય ભૂમિભાગોના બહુમધ્ય દેશભાગમાં અલગ અલગ સિદ્ધાયતન અથતુ જિનાલય છે. એક એક સિદ્ધાયતન એક એક સો યોજનની લંબાઈવાળા છે. અને પચાસ પચાસ યોજનની પહોળાઈ વાળા છે. અને 72 બોંતર યોજનાની ઉંચાઈ વાળા છે. તે દરેકમાં સેંકડો સ્તંભો લાગેલા છે. આ ક્રમથી સુધમસિભાના જિનાલયની જેમ દરેક સિદ્ધાયતન-જિનાલયની ચારે દિશાએ ચાર દરવાજાઓ છે. તેમાંથી એક દરવાજાનું નામ દેવ દ્વાર છે. બીજા દરવાજા નું નામ અસુર દ્વાર છે. ત્રીજા દરવાજાનું નામ નામ નાગદ્વાર છે. અને ચોથા દરવાજાનું નામ સુવર્ણ દ્વાર છે. આ દરેક દરવાજાઓની ઉપર એક એક દેવના હિસાબથી ચાર દેવો કે જેઓ મહર્દિક વિગેરે વિશેષણો વાળા અને એક પત્યની સ્થિતિવાળા રહે છે. દેવ, અસુર, નાગ અને સુપર્ણ. દેવ દ્વારની ઉપર દેવ, અસુર દ્વારની ઉપર અસુ, નાગ દ્વાર પર નાગ અને સુપર્ણ દ્વાર પર પર સુપર્ણ દેવ રહે છે. એ દરેક દ્વારા સોળ સોળ યોજનની ઉંચાઈ વાળા છે. આઠ યોજનની તેની પહોળાઈ છે. અને તેનો પ્રવેશ પણ આઠ જ યોજનનો છે. આ સઘળા દ્વારો. સફેદ છે. કનકમય તેની ઉપરના શિખરો છે. એ દ્વારોની ચારે દિશાઓમાં ચાર મુખ મંડપો છે. આ મુખમંડપો એક એક સો યોજનાના લાંબા છે. અને પચાસ પચાસ યોજન પહોળા છે. અને કંઈક વધારે સોળ. યોજનની ઉંચાઈ વાળા છે. તેમાં અનેક સેંકડો થાભલાઓ લાગેલા પ્રેક્ષાગૃહ મંડપોની બહુમધ્ય દેશ ભાગમાં અખાડા છે અક્ષ પાટકોની સમક્ષ-અલગ અલગ મણિપીઠિકાઓ એ મણિ પીઠિકાઓ આઠ આઠ યોજનાની લંબાઈ વાળી છે. અને યાવતુ પ્રતિરૂપ તેની ઉપર સિંહાસનો છે. દરેક મણિપીઠિકાની ઉપર ખૂપ છે. તેની લંબાઈ અને પહોળાઈ 14000 યોજનની છે. અને તેની ઉંચાઈ 14000 યોજનથી કંઈક વધારે છે. આ સ્તૂપોની ચારે દિશાઓમાં ચાર મણિપીઠિકાઓ છે. આઠ યોજનની લંબાઈ પહોળાઈ વાળી છે. અને ચાર યોજનની જાડાઈ વાળી છે. એ સવત્મિના મણિમય યાવતુ પ્રતિરૂપ છે. એ એક એક મણિપીઠિકાની ઉપર અરિહંત પ્રતિમા છે. એ રીતે 4 ચાર જીન અરિહંત પ્રતિમાઓ છે. તેના ઉલ્લેધનું પ્રમાણ પાંચસો ધનુષનું છે. એ સર્વાત્મના રત્નમય છે. અને પદ્માસનથી સુશોભિત છે. સ્તૂપની તરફ બધાનું મુખ છે. પૂર્વ દિશામાં ઋષભગવંત છે. દક્ષિણ દિશામાં વર્ધમાન ભગવંત, પશ્ચિમ દિશામાં ચન્દ્રાનન ભગવંત અને ઉત્તર દિશામાં વારિણ ભગવંત છે. આ ચૈત્ય સ્તૂપોની સામે-દરેક સ્તૂપની સામે એક એક મણિપીઠિકા છે. આ મણિપીઠિકાઓની લંબાઈ પહોળાઈ સોળ યોજનની છે. અને તેની મોટાઈ આઠ યોજનની છે. આ સવત્મિના મણિમય અચ્છ યાવતુ પ્રતિરૂપ છે. આ મણિપીઠિકાઓમાંથી દરેક મણિપીઠિકાની ઉપર એક એક ચૈત્ય વૃક્ષ છે. આ ચૈત્ય વૃક્ષ આઠ આઠ યોજનની ઉંચાઈવાળા છે. વિગેરે મણિપીઠિકાઓની ઉપર અલગ અલગ મહેન્દ્ર ધજાઓ છે. તે ચોસઠ યોજનાની ઉંચાઈવાળી છે. મધ્યભાગમાં જે મણિ પીઠિકાઓ છે, તે સોળ યોજનની લંબાઈ પહોળાઈવાળી છે. અને આઠ યોજનના વિસ્તારવાળી છે. એ સર્વ રીતે રત્નમય યાવત્ પ્રતિરૂપ છે. આ મણિપીઠિકાઓની ઉપર દેવચ્છેદક છે. અને તે સર્વ રીતે રત્નમય છે. આ દરેક દેવચ્છેદકોમાં 108 જીન અથતુ અરિહંત પ્રતિમાઓ તે પોતપોતાના શરીરના પ્રમાણની બરોબર છે. આ બધાનું સઘળું કથન વૈમાનિકની વિજય રાજધાનીમાં રહેલા સિદ્ધાયતનના કથન અનુસાર છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org