Book Title: Agam Deep 14 Jivajivabhigama Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 155
________________ પ્રતિપત્તિ -3, વૈમાનિક ઉદેસા-૨ 157 આ કથન સહસ્ત્રાર દેવલોક સુધી જ કરવામાં આવે છે. તેમ સમજવું. હે ભગવનું આનત વિગેરે ચાર કલ્પોમાંથી તથા નવ રૈવેયકોમાંથી તથા અનુત્તર વિમાનોમાંથી એક એક સમયમાં જે એક એક દેવ કાઢવામાં આવે તો કેટલા સમયમાં એ દેવો ત્યાંથી પૂરેપૂરા બહાર કાઢી શકાય? જો તે દેવો ત્યાંથી એક એક સમયમાં એક એકના પ્રમાણથી કહાડ વામાં આવે તો પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ સમયમાં ત્યાંથી પૂરે પૂરા કાઢી શકાય છે. પરંતુ અત્યાર સુધી એ પ્રમાણે બનેલ નથી. દેવલોકમાં શરીર બે પ્રકારના કહેવામાં આવેલ છે. એક ભવધારણીય શરીર અને બીજી ઉત્તર વૈક્રિય રૂપ શરીર તેમાં જે ભવધારણીય શરીર છે. તેની જઘન્ય અવગાહના આગળના અસંખ્યાતમાં ભાગ પ્રમાણની હોય છે. અને ઉત્કૃષ્ટ અવગાહના સાત પત્નિ-હાથ પ્રમાણની હોય છે. ઉત્તર વૈક્રિય રૂપ શરીરની જે જઘન્ય અવગાહના છે તે આંગળના સંખ્યાતમા ભાગ પ્રમાણની હોય છે. ઉત્કૃષ્ટ અવગાહના એક લાખ યોજનપ્રમાણની હોય છે. એ રીતે આગળ આગળના અથાત્ પછી પછીના કલ્પોમાંથી એક એક ઓછા કરતા કરતા યાવતું સનકુમાર અને મહેન્દ્ર કલ્પોમાં ઉત્કૃષ્ટથી ભવધારણીય શરીરની અવગાહના છ રાત્નિ પ્રમાણની હોય છે. બ્રહ્મલોક અને લાન્તક કલ્પમાં ઉત્કૃષ્ટથી ભવધારણીય શરીરની અવગાહના પાંચ રાત્નિ પ્રમાણની થાય છે. મહાશુક્ર અને સહસ્ત્રાર નામના કલ્પોમાં ચાર રાત્નિપ્રમાણ ઉત્કૃષ્ટ અવગાહના છે. તથા આનત પ્રાણત, આરણ અને અય્યત આ કલ્પોમાં ઉત્કૃષ્ટથી ભવધારણીયની અવગાહ ના ત્રણ રત્નિ-હાથ પ્રમાણની છે. રૈવેયક દેવોને ભવધારણીય એક જ શરીર કહેવામાં આવેલ છે. આ તેમનું ભવધારણીય શરી જઘન્ય અવગાહનાની અપેક્ષાથી આગળના અસંખ્યાત ભાગ પ્રમાણનું હોય છે, અને ઉત્કૃષ્ટ અવગાહના બે રાત્નિ પ્રમાણની હોય છે. એજ પ્રમાણે અનુત્તરોપપાતિક દેવોની અવગાહનાના સંબંધ માં પણ કથન સમજી લેવું. 3i31-33] હે ભગવનું સૌધર્મ અને ઈશાન કલ્પોના દેવોના શરીર ક્યા સંહનન વાળા હોય છે? હે ગૌતમ! સંહનન છ પ્રકારના હોય છે. દેવોના શરીરો તે પૈકી એક પણ સંહાનવાળા હોતા નથી. તેને વૈક્રિય શરીર હોય છે. તેથી તેઓમાં હાડકા હોતા નથી. તેમજ શિરા ગ્રીવા ધમની હોતી નથી. તથા નસો પણ હોતી નથી સ્નાયુ જાલ હોતા નથી. પરંતુ જે પગલો ઈન્ટ, કાંત, પ્રિય, મનોજ્ઞ, અને મનઆમતર, હોય તેના સંઘાત પણાથી પરિણમી જાય છે. આ જ પ્રમાણે સંવનનના અભાવ રૂપ આ કથન વાનચન્તર દેવોથી લઈને અનુત્તરોપપાતિક દેવોના કથન સુધી સમજી લેવું. દેવોના શરીરો ભવધારણીય શરીર અને ઉત્તર વૈક્રિય શરીરના ભેદથી બે પ્રકારના કહેવામાં આવેલ છે. તેમાં જે ભવધારણીય શરીર હોય છે, તે સમચતુરસ્ત્ર સંસ્થાન વાળું હોય છે. તથા જે ઉત્તરવૈક્રિય શરીર હોય છે. તેનું કોઈ નિયત સંસ્થાન હોતું નથી. આ સંસ્થાન સંબંધી કથન સનકુમાર દેવલોકથી લઇને અય્યત દેવલોકના દેવો સુધી કહી લેવું. પરંતુ નવ રૈવેયક અને પાંચ અનુત્તર વિમાનોના જે દેવો હોય છે, તેને એક ભવધારીણય શરીર જ હોય છે. તેથી ત્યાં એક સમચતુરસ્ત્ર સંસ્થાન કહેવામાં આવેલ છે. સૌધર્મ અને ઇશાન કલ્પના દેવોનો વર્ણ કેવો હોય છે ? આ દેવોના શરીરનો વર્ણ તપાવવામાં આવેલ સોનાના રંગના જેવો હોય છે. સનકુમાર અને મહેન્દ્ર દેવોના શરીરનો વર્ણ કમળના જેવો ગૌર હોય છે. બ્રહ્મલોકના દેલોના શરીરનો વર્ણ લીલા મહુડાનો જેવો વર્ણ હોય છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187