Book Title: Agam Deep 14 Jivajivabhigama Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 172
________________ 170 જીવાજીવાભિગમ -9-368 પ્રમાણ છે. અપ્રથમ સમયવર્તી પંચેન્દ્રિય જીવોની કાયસ્થિતિનો કાળ જઘન્યથી એક સમય કમ ક્ષુલ્લક ભવ ગ્રહણ રૂપ છે અને ઉત્કૃષ્ટથી એક હજાર સાગરોપમનો છે. એકેન્દ્રિય જીવ નું અંતર એક સમય કમ બે ક્ષુલ્લકભવ ગ્રહણ રૂપ જઘન્યથી અંતર છે. બે ઈદ્રિય વિગેરે જીવોના ભવોની ગ્રહણતારૂપ વ્યાઘાતને લઈને આ પ્રથમ સમયવર્તી એકેન્દ્રિય પયયને છોડીને ફરીથી એજ પ્રથમ સમયવર્તી એકેન્દ્રિય પર્યાયમાં આવનારા જીવોની અપેક્ષાથી આ જઘન્ય અંતર કહેવામાં આવેલ છે. અપ્રથમ સમયવર્તી એકેન્દ્રિય જીવોની પર્યાયિને છોડીને ફરીથી એજ પર્યાયને ગ્રહણ કરવામાં અંતર જઘન્ય થી સમયાધિક ક્ષુલ્લક ભવ ગ્રહણ રૂપ છે. અને ઉત્કથી અંતર સંખ્યાત વર્ષ આધિક બે હજાર સાગરનું છે. બાકીના બે ઈદ્રિય વિગેરે જે પ્રથમ સમયવર્તી જીવ છે તેનું અંતર જઘન્યથી એક સમયહીન બે ક્ષુલ્લક ભવ ગ્રહણ રૂપ છે. અને ઉત્કૃષ્ટ અંતર વનસ્પતિ કાળ પ્રમાણ છે. પ્રથમ સમયવર્તી જીવોમાં સૌથી ઓછા પ્રથમ સમયવત પંચેન્દ્રિય જીવ તેના કરતાં પ્રથમ સમયવર્તી ચૌઈદ્રિય જીવ વિશેષાધિક છે. તેના કરતાં પ્રથમ સમય વત ત્રણ ઈદ્રિયવાળા જીવો વિશેષાધિક છે. તેના કરતાં પ્રથમ સમયવતી બે ઈદ્રિયવાળા જીવો વિશેષાધિક છે. તેના કરતાં પ્રથમ સમયવર્તી જે એકેન્દ્રિય જીવો છે તે વિશેષાધિક એજ પ્રમાણે અપ્રથમ સમયવર્તી જીવોના સંબંધમાં પણ સમજવું. સૌથી ઓછા પ્રથમ સમયવર્તી એકેન્દ્રિય જીવો છે. તેના કરતાં પ્રથમ સમયવર્તી જે એકેન્દ્રિય જીવો છે, તેઓ અનંતગણો વધારે છે. એ જ પ્રમાણે દ્વીન્દ્રિયાદિક જીવોમાં જે પ્રથમ સમયવર્તી દ્વિયિ જીવ છે તેઓ સૌથી અલ્પ છે. તેના કરતાં અપ્રથમ સમયવર્તી જે બે ઈઢિયાળા જીવો છે, તેઓ અસંખ્યાતગણા વધારે છે ત્રણ ઈદ્રિયવાળા જીવોમાં પ્રથમસમયવર્તી જે ત્રણ ઈદ્રિયવાળા જીવો છે તેઓ સૌથી ઓછા છે. અને તેના કરતાં જે અપ્રથમ સમયવર્તી ત્રણ. ઈદ્રિયવાળા જીવો છે તેઓ અસંખ્યાતગણા વધારે છે. ચાર દ્રિયવાળા જીવો છે તેઓ અસંખ્યાતગણા વધારે છે. એ જ પ્રમાણે પંચેન્દ્રિય જીવોમાં અપ્રથમ સમયવર્તી જે પંચેન્દ્રિય જીવ છે, તેઓ સૌથી અલ્પ છે. અને પ્રથમ સમવર્તી જે પંચેન્દ્રિય જીવ છે તેઓ અસંખ્યાત ગણા સૌથી ઓછા પ્રથમ સમયવર્તી પંચેન્દ્રિય તેના કરતાં જે પ્રથમ સમયવર્તી ચાર ઈદ્રિયવાળા જીવો છે તેઓ વિશેષાધિક તેના કરતાં પ્રથમ સમવર્તી જે તેઈદ્રિય જીવો વિશેષાધિક છે. તેના કરતાં પ્રથમ સમયવર્તી જે દ્વીન્દ્રિય જીવો છે તે વિશેષાધિક છે. તેના કરતાં પ્રથમ સમયવર્તી જે એકેન્દ્રિય જીવ છે તે વિશેષાધિક છે. તેના કરતાં અપ્રથમ સમયવર્તી જે પંચેન્દ્રિય જીવ છે, તેઓ અસંખ્યાતગણા વધારે છે. તેના કરતાં પ્રથમ સમયવર્તી જે ચાર ઈદ્રિયવાળા જીવો છે. તેઓ વિશેષાધિક છે. તેના કરતાં અપ્રથમ સમયવર્તી જે ચાર ઈદ્રિયવાળા જીવો છે. તેઓ વિશેષાધિક છે. તેના કરતાં અપ્રથમ સમયવાત જે તે ઈદ્રિય જીવ છે તેઓ વિશેષાધિક છે. તેના કરતાં પ્રથમ , સમયવર્તી જે તે ઈદ્રિય જીવો છે તે વિશેષાધિક છે. તેના કરતાં આ પ્રથમ સમયવતી કીન્દ્રિય જીવ છે તે વિશેષાધિક છે. તેના કરતાં અપ્રથમ સમયવર્તી જે એકેન્દ્રિય જીવ છે તેઓ અનંતગણા વધારે છે. આ પ્રમાણે આ કથન દસ પ્રકારના સંસારી જીવોના સંબંધનાં કહેવામાં આવેલ છે. પ્રતિપત્તિ-૯ની મુનિદીપરત્ન સમા કરેલી ગુર્જરછાયા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187