Book Title: Agam Deep 14 Jivajivabhigama Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 177
________________ પ્રતિપત્તિ-૧૦, સવ્વજીવ-૨ 175 અપર્યવસિત અને અનાદિ સપર્યવસિત આ બે માં જે અનાદિ અપર્યવસિત સંસારા પરિત છે તે કોઈ પણ કાળે સિદ્ધિ પ્રાપ્ત કરી શકતા નથી. પરંતુ જે બીજા વિકલાવાળા સંસારી પરિત છે, તે ભવ્ય છે, અને સિદ્ધિને પ્રાપ્ત કરવાવાળા હોય છે. કાય પરિતનું અંતર જઘન્યથી એક અંતમુહૂર્તનું છે. સંસાર પરિતનું અંતર હોતું નથી. નો પરિત અને નો અપરિતને પણ અંતર હોતું નથી. સૌથી ઓછા પરિત્ત છે. તેના કરતાં નો પરિત્ત અને નો અપરિત્ત અનંતગણા વધારે છે. અથવા બધા જીવો આ પ્રમાણે પણ ત્રણ પ્રકારના છે. જેમકે પર્યાપ્તક, અપ આંતક, અને નો પર્યાપ્તક નો અપર્યાપ્તક. પર્યાપ્ત જીવ પર્યાપ્તક પણાથી ઓછામાં ઓછા એક અંતર્મુહૂર્ત પર્યન્ત અને ઉત્કૃષ્ટથી કઈક વધારે સાગરોપમશત પૃથકત્વ પર્યન્ત રહે છે. એક અંતર્મુહૂર્ત સુધી ઉત્પન્ન થઈને ફરીથી પર્યાપ્તકોમાં ઉત્પન્ન થયેલા જીવોની અપર્યાપ્તક, અપર્યાપ્તકપણાથી ઓછા માં ઓછા એકઅંતર્મુહૂર્ત સુધી અને વધારેમાં વધારે પણ એક જ અંતર્મુહૂર્ત પર્યન્ત રહે છે. જે નો પર્યાપ્તક અનેનોઅપર્યાપ્તક સિદ્ધ જીવ છે તેઓનો તે રૂપે રહેવાનો કાળ સાદિ અપર્યવસિત છે પર્યાપ્તકનું અંતર જઘન્ય અને ઉત્કૃષ્ટથી એક એક અંતર્મુહૂર્તનું જ છે. અપર્યાપ્તકોનું અંતર જઘન્યથી એક અંતર્મુહૂર્તનું અને ઉત્કૃષ્ટથી કંઈક વધારે સાગરોપમશત પૃથકત્વનું છે. જે નો પર્યાપ્તક નો અપર્યાપ્તક જીવ છે તેઓનું અંતર હોતું નથી. સૌથી ઓછા નો પર્યાપ્તક નો અપ પ્તિક જીવો છે. તેના કરતાં અપતિકો અનંતગણા વધારે છે, તેના કરતાં પર્યાપ્તક સંખ્યાલગણા વધારે છે. અથવા આ રીતે પણ સઘળા જીવો ત્રણ પ્રકારના હોય છે. સૂક્ષ્મ, બાદર અને નોસૂક્ષ્મનોબળદર, સૂક્ષ્મ જીવ સૂક્ષ્મપણાથી ઓછામાં ઓછા એક અંતર્મુહૂર્ત પર્યન્ત અને વધારેમાં વધારે પૃથ્વી કાળ પ્રમાણે અસંખ્યાત કાળ પર્યન્ત રહે છે. બાદર જીવ બાદરપણાથી ઓછામાં ઓછા એક અંતર્મુહૂર્ત સુધી રહે છે. અને ઉત્કૃષ્ટથી અસંખ્યાત કાળ પર્યન્ત રહે છે. જે નો સૂક્ષ્મનોબોદર જીવ છે તેમનો એ રૂપે રહેવાનો કાળ સાદિ અપર્યવસિત છે. એવા એ જીવો સિદ્ધજ હોય છે. સૂર્મનું અંતર જઘન્યથી એક અંતર્મુહૂર્તનું હોય છે. અને ઉત્કૃષ્ટથી અસંખ્યાત કાળનું અંતર હોય છે. અને બાદરનું અંતર પણ એટલું જ હોય છે. નોસૂક્ષ્મનોબાદર રૂપ જે સિદ્ધ જીવ છે. તેમનું અતર હોતું નથી. સૌથી ઓછા નો સૂમ નો બાદર જીવ છે. તેના કરતાં બાદર જીવો અનંતગણા વધારે છે. તેના કરતાં સૂક્ષ્મ જીવ અસંખ્યાતગણા વધારે છે. અથવા આ રીતે પણ સઘળા જીવો ત્રણ પ્રકારના કહેવામાં આવેલા છે. જેમકેસંજ્ઞીજીવ અસંજ્ઞી અને નોસંજ્ઞીઅસંજ્ઞી જીવ. સંજ્ઞી જીવ સંસી જીવ રૂપે ઓછામાં ઓછા એક અંતર્મુહૂર્ત સુધી રહે છે અને વધારેમાં વધારે સાગરોપમશત પૃથકૃત્વ પર્યન્ત રહે છે. અસંશી જીવ અસંજ્ઞીપણાથી ઓછામાં ઓછા એક અંતર્મુહૂર્ત પર્યન્ત રહે છે અને ઉત્કૃષ્ટથી વનસ્પતિ કાળ પ્રમાણ રહે છે. જેઓ નો સંગ્લીનો અસંજ્ઞી છે એવી સિદ્ધ જીવ સાદિ અપર્યસિત કાળવાળા હોય છે. સંજ્ઞી જીવનું અંતર જઘન્યથી તો એક અંતર્મુહૂર્તનું હોય છે, અને ઉત્કૃષ્ટથી વનસ્પતિ કાળ પ્રમાણનું હોય છે. અસંજ્ઞી જીવનું અંતર જઘન્યથી એક અંતર્મુહૂર્તનું હોય છે અને ઉત્કૃષ્ટથી કંઈક વધારે સાગરોપમશત પૃથકત્વનું હોય છે. જે નોસંજ્ઞીનો અસંશી રૂપ સિદ્ધ જીવો છે, તેઓનું અંતર હોતું નથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187