________________ પ્રતિપત્તિ -3, દ્વીપસમુદ્ર પ્રતિમાઓ છે, એ અરિહંત પ્રતિમઓ જેની જેટલી ઉંચાઈ કહેલ છે તેટલા પ્રમાણની ઉંચાઇવાળી છે. સુદર્શનના જેનું બીજા નામ છે એવું આ જંબુ વૃક્ષ બીજા 108 જાંબુવક્ષોથી ચારે બાજુ ઘેરાયેલ આ જંબૂવૃક્ષ ચાર યોજનાની ઉંચાઈવાળું છે, અને એક કોસ-ગાઉ જેટલું એ જમીનની અંદર ગયેલ છે. તથા એક કોસનું તેનું થડ છે. એક કોસ-તે પહોળું છે, ત્રણ યોજનની તેની શાખાઓ છે. ચાર યોજન પહોળું છે. તેનું સઘળું પ્રમાણ કંઈ વધારે ચાર યોજન જેટલું છે, તેનો મૂળ ભાગ વજરત્નનો છે. બીજું નામ જેનું સુદર્શના છે એવા આ જંબુ વૃક્ષના વાયવ્ય ખૂણામાં, ઉત્તરદિશામાં અને ઇશાન ખુણામાં જેબૂદ્વીપના અધિપતિ અનાદુર દેવ 4000 સામાનિક દેવોના 4000 જંબુવૃક્ષો છે, તેમાં પૂર્વદિશામાં ચાર અઝમહિ ષિયોને યોગ્ય ચાર જંબુવૃક્ષો છે.મહાજંબુવૃક્ષની દક્ષિણ પૂર્વ ખુણામાં આવ્યત્તર પરિષદાના 8000 દેવોના યોગ્ય 8000 જંબુવૃક્ષો છે. દક્ષિણદિશામાં મધ્યમાં પરિષદના 10000 દેવોને યોગ્ય 10000 મહાજબૂવૃક્ષો છે. દક્ષિણ પશ્ચિમ ખુણામાં બાહ્ય પરિષદાના 12000 દેવોને યોગ્ય 12000 મહાવૃક્ષો છે. પશ્ચિમ દિશામાં સાત અનીકાદિપતિયોને યોગ્ય સાત મહાજંબવૃક્ષો છે, તે પછી સઘળી દિશા ઓમાં 16000 આત્મરક્ષક દેવોને યોગ્ય 16000 જંબુવૃક્ષો છે. આ સુદર્શન જંબૂ સો સો યોજનના પ્રમાણવાળા છે. એવા ત્રણ વનખંડોથી એ ચારે બાજુથી ઘેરાયેલ છે. જંબુસુદનાની પૂર્વ દિશામાં જે પહેલું વનખંડ છે, તેનાથી પચાસ યોજન આગળ જવાથી એક વિશાળ ભવન આવે છે. એ જ પ્રમાણે જંબૂ સુદર્શનાની દક્ષિણ દિશામાં જે પ્રથમ વનખંડ છે. તેનાથી પચાસ યોજન આગળ જવાથી એક વિશાળ ભવન આવે છે. એ જ પ્રમાણે જંબુસુદર્શનની પશ્ચિમ દિશામાં અને ઉત્તર દિશામાં જે પ્રથમ વનખંડ છે, તેનાથી પચાસ પચાસ યોજન આગળ જવાથી એક વિશાળ ભવન આવે છે. જબૂસુદર્શનાના ઇશાન ખુણામાં જે પહેલું વનખંડ છે, તેનાથી પચાસ યોજના આગળ જવાથી ઘણી જ વિશાળ ચાર નંદાપુષ્કરિણીયો આવે છે. પવા, પદ્મપ્રભા, કુમુદા, અને કુમુદપ્રભા દરેક નંદા પુષ્કરિણીયોની લંબાઈ એક કોસ-ગાઉની છે. અને તેની પહોળાઈ અર્ધા કોસની છે. તે દરેકની ઉંડાઈ પાંચસો ધનુષની છે. એ બધી જ નિંદાપુષ્કરિણીયો યાવતું પ્રતિરૂપ છે. દરેક નિંદાપુષ્કરિણી- યોની બરોબર મધ્યભાગમાં એક પ્રાસાદ વતંસક છે. એક કોસ-ગાઉ જેટલો લાંબો છે. અને અર્ધા ગાઉ જેટલો પહોળો છે. જંબુસુદર્શનની પૂર્વદિશામાં આવેલ ભવનની ઉત્તર દિશામાં, ઇશાન દિશામાં અને દક્ષિણ દિશામાં એક એક વિશાલ કૂટ છે તે તેની લંબાઈ આઠ યોજનની છે. મૂલમાં બાર યોજનની તેની લંબાઈ પહોળાઈ છે. તે મધ્યમાં આઠ યોજન લાંબો પહોળો છે. અને ઉપર ચાર યોજનની તેની લંબાઈ પહોળાઈ છે. મૂળમાં કંઇક વધારે 37 યોજનની તેની પરિધિ છે. મધ્યમાં કંઇક વધારે પચ્ચીસ યોજનની પરિધિ છે. અને ઉપર કંઈક વધારે 12 યોજનની પરિધિ છે. એ સર્વાત્મના જંબૂનદમય છે. તે નિર્મળ યાવતુ પ્રતિરૂપ છે. તે એક પાવર વેદિકાથી અને વનખંડથી ચારે બાજુએ ઘેરાયેલ છે. એ કૂટની ઉપર એક બહુ સમરમણીય ભૂમિભાગ છે. તેમાં અનેક વાનવ્યન્તર દેવો અને દેવિયો યાવતુ ઉઠે બેસે છે, વિગેરે એ બહુસમરમણીય ભૂમિભાગના બહુ મધ્યદેશ ભાગમાં એક કોશ ગાઉ લાંબુ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org