________________ પ્રતિપત્તિ-૩, દેવ [૧પ૩ હે ભગવન ભવનવાસી દેવો કેટલા પ્રકારના છે? હે ગૌતમ! દસ પ્રકારના છે. અસુરકુમાર નાગકુમાર વિગેરે ભવનપતિ દેવોનું વર્ણન તથા વાનવ્યન્તર વિગેરે સઘળા દેવોનાભેદોનું વર્ણન પ્રજ્ઞાપના સૂત્રથી જણવું. [૧પ૪]હ ભગવનું ભવનવાસી દેવોના ભવનો કયાં કયા સ્થળે કહેલ છે ? હે. ગૌતમ ! એક લાખ એંસી હજાર યોજનાના વિસ્તારવાળી ધૂળ આ રત્નપ્રભા પૃથ્વીની ઉપર અને નીચેના ભાગમાં એક એક હજાર યોજનને છોડીને વચ્ચેના એક લાખ અઠ્યોતેર હજાર યોજન પ્રમાણે ભાગમાં આ રીતે પ્રજ્ઞાપના સૂત્રના સ્થાનપદમાં જે પ્રમાણે કહેવામાં આવેલ છે. તે જ પ્રમાણેનું કથન સમજી લેવું એ રીતે ભવનવાસી દેવોના સાત કરોડ બોંતેર લાખ ભવનો છે, આ ભવનો બહારથી વૃત્ત- આકારના હોય છે. પ્રજ્ઞાપના સૂત્રના સ્થાનપદનું વર્ણન છે તે મુજબ જાણી લેવું [૧પપ હ ભગવન! ભવનવાસીયોમાં અસુરકુમાર નામના જે ભવનવાસી દેવો છે, તેઓના ભવનો ક્યાં કહેવામાં આવ્યા છે? તથા આ અસુરકુમાર દેવો કયા આગળ રહે છે? પ્રજ્ઞાપના સૂત્રના બીજા સ્થાનપદમાં અસુરકુમારોનું કથન છે તે મુજબ જાણવું. [15] હે ભગવનું અસુરેન્દ્ર અસુરરાજ ચમરઈન્દ્રની કેટલી પરિષદાઓ છે ? ત્રણ પરિષદાઓ કહેવામાં આવેલ છે. પહેલી સમિતા પરિષદા, બીજી ચંડા પરિષદા અને ત્રીજી જાતા આવ્યંતર પરિષદા, અભ્યાંતર પરિષદાનું નામ સમિતા છે. મધ્યની જે પરિષદા છે, તેનું નામ ચંડા છે. અને જે બાહ્ય પરિષદા છે, તેનું નામ જાયા છે હે ગૌતમ! અસુરેન્દ્ર અસુરાજ ચમરની અભયન્તર પરિષદમાં 24000 ચોવીસ હજાર દેવો કહ્યા છે. બીજી મધ્યમ પરિષદમાં 28000 છે. બાહ્ય પરિષદમાં 32000 દેવો છે. અસુરેન્દ્ર અસુરરાજ ચમરેન્દ્રની આભ્યન્તર પરિષદામાં ૩પ૦ દેવિયો છે. મધ્યમિકા સભામાં 300 દેવિયો છે. અને બાહ્ય પરિષદામાં 250 દેવિયો છે. અસુરેન્દ્ર અસરાજ ચમરની આભ્યન્તર સભાના દેવોની સ્થિતિ અઢિ પલ્યોપમની મધ્ય પરિષદાના દેવોની સ્થિતિ બે પલ્યોપમની કહેલ છે. અને બાહ્ય પરષિદાના દેવોની સ્થિતિ દોઢ પલ્યોપમની છે. તથા આભ્યત્તર પરિષદાની દેવિયોની સ્થિતિ દોઢ પલ્યોપમની છે.મધ્યમપરિષદની દેવિ યોની સ્થિતિ એક પલ્યોપમની છે. બાહ્ય પરિષદાની દેવિ યોની સ્થિતિ અધ પલ્યોપમની કહેલ છે. હે ગૌતમ! અસુરેન્દ્ર અસુરાજની જે આભ્ય તર પરિષદા છે, તે પરિષદાના દેવો જો બોલાવવામાં આવે તોજ આવે છે. મધ્યમ પરિષદાના જે દેવો છે તેઓને બોલાવવામાં આવે તો પણ આવે છે અને વિના બોલાવ્યા પણ આવે છે તે બાહ્ય પરિષદના જે દેવો છે. તેઓ વગર બોલાવ્યું આવે છે. જ્યારે અસુરેન્દ્ર અસુરરાજ ને કુટુંબ સંબંધી કોઈ સારૂં નરસું કામ આવી પડે છે. ત્યારે તે આભ્ય ત્તર પરિષદાની સાથે તે સંબંધમાં તેઓની સંમતિ લે છે. પૂછપરછ કરે છે. તથા આભ્ય ત્તર પરિષદાના દેવોની સાથે જે કરવાનો નિશ્ચય કરેલ હોય છે તે બાબતમાં તેઓ મધ્યમ પરિષદાના દેવોને સૂચના આપે છે. અને બાહ્ય પરિષદાના દેવો સાથે વિચાર- વામાં આવેલ કાય કરવાની આજ્ઞા આપે છે. આજ કારણથી હે ગૌતમ ! મેં એવું કહ્યું છે કે અસુરેન્દ્ર અસુરરાજની સમિતા ચંડા અને જાયા એ નામની ત્રણ પરિષદાઓ છે. [૧પ૭ હે ભગવનું ! ઉત્તરદિશામાં આવેલ અસુરકુમારોના ભવનો કયાં કહેવામાં આવેલ છે ? હે ગૌતમ ! પ્રજ્ઞાપના સૂત્રના બીજા સ્થાન પદમાં બલિપ્રકરણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org