Book Title: Agam Deep 14 Jivajivabhigama Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 105
________________ પ્રતિપત્તિ-૩, દ્વીપસમુદ્ર 103 એ વિજયદેવ આ અર્થને સાંભળીને અને તેને હૃદયમાં ધારણ કરીને તેઓ હૃષ્ટ થયા તુષ્ટ થયા શરદકાળમાં નદીયોના જલની જેમ પ્રસન્નમન થઇ ઘણોજ માનયુક્ત બનીને પરમ સીમનસ્થિત થયો. દેવ શધ્યાથી ઉો ઉઠીને તેણે દિવ્ય દેવદૂષ્ય યુગલને ધારણ કર્યું તે પહેરીને પછીથી એ દેવ શયનીયથી નીચે ઉતર્યો નીચે ઉત્તરીને તે એ ઉપપાત સભાના પૂર્વે દિશાના દ્વારથી બહાર નીકળ્યો બહાર નીકળીને તે પછી તે જ્યાં દૂહ હતું ત્યાં ગયા પ્રદક્ષિણા કરીને તે પછી તે તેના પૂર્વદિશાના તોરણ દ્વારે થઈને તેમાં પ્રવેશ કર્યો ત્યાં ખાન કર્યું તે પછી તેણે આચમન કર્યું અને શુદ્ધિ કરી દૂહથી બહાર નીકળ્યો.જ્યાં અભિષેક સભા હતી ત્યાં ગયો ત્યાં જઈને અભિષેક સભાની પ્રદક્ષિણા કરી અને પૂર્વ દ્વારથી તેણે તેમાં પ્રવેશ કર્યો સિંહાસન હતું ત્યાં ગયો પૂર્વ દિશા તરફ મુખ કરીને તે તેના પર બેસી ગયો. તે પછી એ વિજયદેવના સામાનિક દેવોએ આભિયોગિક દેવોને બોલાવ્યા. અને આ પ્રમાણે કહ્યું હે દેવાનુપ્રિય તમો ઘણી ઉતાવળથી વિજય દેવનો ઈદ્રાસન પર અભિષેક કરવા માટે મહાન અર્થયુક્ત વેશ કીમતી અને વિસ્તારવાળી અભિષેક માટેની સામગ્રી લાવીને અહીં હાજર કરો તે આ પ્રમાણે એમની આજ્ઞાના વચનોને ઘણાજ વિનય પૂર્વ સ્વીકારી લીધા સ્વીકાર કરીને તે પછી તેઓ ઈશાન દિશાની તરફ ત્યાં જઈને વૈક્રિય સમદુઘાત કર્યો તેઓએ સંખ્યાત યોજનો સુધી પોતાના આત્મપ્રદેશોને દંડાકારે બહાર કાઢયા. કર્કેતન વિગેરે રત્નોના યથા બાદર અસાર પુદ્ગલોની પરિશાટના કરી અને યથા શુકલ સારભૂત યુગલોને ગ્રહણ કર્યો આ બીજી વાર તેઓએ વૈક્રિયસમુદ્યાત કર્યો તે પછી 1008 સોનાના કલશો 1008 ચાંદીના કલશો 1008 મણિયોના કલશો 1008 સોના અને રૂપાના કલશો 1008 સોના અને મણિયોના મિશ્રણવાળા કલશો 1008 ચાંદી અને મણિયોના મિશ્રીત કલશો 1008 સોના અને ચાંદીના મિશ્રણવાળા કલશો 1008 માટીના કલશો 1008 ઝરીયો 1008 દર્પણો 1008 થાળો તથા 1008 પાત્રિયો રત્નના પટારાઓ પુષ્પ ચંગેરીયો યાવતુ લોમહસ્ત અંગે રીયો પુસ્મ પટલોને વાવતુ લોમહસ્ત પટલો તથા 108 સિંહાસનો 108 છત્રો 108 ચામરો 108 ધજાઓ 108 પટ્ટકો 108 તપસિપ્રો 108 ક્ષૌરકો 108 પીઠકો 108 તેલ સમુળકો તથા 108 ધૂપકટુચ્છકો ધૂપદાનીયોને વિદુર્વણા શક્તિથી ઉત્પન્ન ક્યાં જ્યાં ક્ષીરોદધિ સમુદ્ર હતો ત્યાં તે આવ્યો ક્ષીરોદક ભર્યું જેટલો ત્યાં આગળ ઉત્પલો યાવતું કુમુદ નીલોત્પલ પુંડરીક શતપત્ર અને સહસ્ત્ર પત્ર કમળો હતા તે લઈને પછીથી તે. બધા જ્યાં પુષ્કરવર સમુદ્ર હતો ત્યાં આગળ તેઓ આવ્યા ત્યાં આવીને તેઓએ તેમાંથી પુષ્કરોદક ભર્યું તે બધાને લઇને તે પછી તેઓ જ્યાં મનુષ્યક્ષેત્રમાં ભરતક્ષેત્ર અને એરવતક્ષેત્ર હતા. જ્યાં માગધ વરદામ અને પ્રભાસ નામના તીથો હતા ત્યાં આગળ તેઓ આવ્યા તીર્થોદક ગ્રહણ કર્યું તીર્થોદક ભરીને તીર્થની માટી લીધી તે પછી તેઓ જ્યાં આગળ ગંગા સિંધુ રક્તા રક્તવતી એ નામની મહાનદીયો હતી ત્યાં આગળ આવ્યા. ત્યાં આવીને તેઓએ તેમાંથી પાણી ભર્યું પાણી ભરીને તે પછી તેઓએ તેના બને કિનારાઓ પરથી માટી લીધી તટ પરથી માટી લઇને તે પછી તેઓ જ્યાં આગળ હિમવાનું અને શિખરિવર્ષધર પર્વતો હતા ત્યાં આગળ તેઓ આવ્યા ત્યાં આગળ આવીને તેઓએ બધી વનસ્પતિયોના બધા ઉત્તમ ઉત્તમ સઘળાં પુષ્પોને સઘળા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187