________________ 80 જીવાજીવાભિગમ-૩દેવ 157 સુધી જે પ્રમાણે કહેવામાં આવેલ છે, તે મુજબ જાણવું વૈરોચ નેન્દ્ર વૈરોચનરાજ બલિની, ત્રણ પરિષદાઓ છે. જેમકે સમિતા, ચંડા અને જાયા બલીન્દ્રની આભ્યન્તર પરિષદામાં 20000 દેવો છે. મધ્યમાપરિષદમાં 24000 દેવો છે. બાહ્ય પરિષદામાં 28000 દેવો છે. તથા વૈરોચનેન્દ્ર વૈરોચનરાજ બલિની આભયન્તરપરિષદામાં 50 દેવિયો મધ્યમ પરિષ દામાં 400 દેવિયો અને બાહ્ય પરિષદામાં 350 દેવાયો છે. વૈરોચનેન્દ્ર વૈિરોચનરાજની આભ્યન્તર પરિષદના દેવોની સ્થિતિ સાડાત્રણ પલ્યોપમની, મધ્યમાં પરિષદના દેવોની સ્થિતિ ત્રણ પલ્યોપમની અને બાહ્ય પરિષદાના દેવોની સ્થિતિ અઢી પલ્યોપમની કહી છે. તથા આભ્યત્તર પરિષદાની દેવિયોની સ્થિતિ અઢિ પલ્યોપમની, મધ્યમાં પરિષદાની દેવિયોની સ્થિતિ બે પલ્યોપમની અને બાહ્ય પરિષદાની દેવિયોની સ્થિતિ પલ્યોપમની છે. બાકીનું બીજું તમામ આ બલિ ઈન્દ્ર સંબંધી કથન અસુરેન્દ્ર અસુરરાજ ચમરના પ્રકરણના કથન પ્રમાણે જ સમજી લેવું " [118] હે ભગવન્! નાગકુમાર દેવોના ભવનો કયાં કહ્યા છે હે ગૌતમ ! આ વિષયમાં પ્રજ્ઞાપના સૂત્રના બીજા સ્થાનપદમાં જાણી લેવું. પ્રમાણેનું કથન હે ભગવનું નાગકુમારના ઈન્દ્ર અને નાગકુમારોના રાજા ધરણની કેટલી પરિષદાઓ કહેવામાં આવેલ છે? નાગકુમારોના ઈન્દ્ર અને નાગકુમારોના રાજા ધોરણની ત્રણ પરિષદાઓ કિહેલ છે. તેના નામો ચમરઈન્દ્રની પરિષદના જાણવા. પ્રમાણે હે ભગવન નાગકુમારેન્દ્ર નાગકુમાર રાજ ધરણની આભ્યન્તર સભામાં કેટલા હજાર દેવ છે ? ઈત્યાદિ પ્રશ્નો. નાગ કુમારેન્દ્ર ના કુમાર રાજ ધરણની આભ્યન્તર પરિષદામાં 50000 દેવો છે મધ્યમ પરિષદામાં 70000 દેવો છે, અને બાહ્ય પરિષદામાં 80000 દેવો છે. તથા નાગકુમારેન્દ્ર નાગકુમાર રાજ ધરણની આભ્યન્તર પરિષદામાં ૧૭પ દેવિયો છે. મધ્યમ પરિષદામાં ૧પ૦ દેવિયો છે. બાહ્ય પરિષદામાં 125 દેવિયો છે. નાગકુમારે નાગકુમારરાજ ધરણની આભ્યન્તર પરિષદાના દેવોની સ્થિતિ કંઈક વધારે અર્ધ પલ્યોપમની છે. મધ્યમપરિષ દાના દેવોની સ્થિતિ અર્ધપલ્યોપમની છે. બાહ્ય પરિષદાના દેવોની સ્થિતિ કંઈક કમ અર્ધ પલ્યોપમની છે. એ જ પ્રમાણે નાગકુમારેન્દ્ર નાગકુમારરાજ ધરણ ની આભ્યન્તર પરિષદાની દેવિયોની કંઈક કમ અધપલ્યોપમની છે. મધ્યમાં પરિષદની દેવિયોની સ્થિતિ કંઈક વધારે પલ્યોપમના ચોથા ભાગ પ્રમાણની છે. અસુરકુમારેદ્ર અસુરરાજ ચમરના પ્રકરણમાં આ વિષયમાં જેવું કથન કરવામાં આવેલ છે, એ જ પ્રમાણે છે. હે ભગવનું ઉત્તર દિશાના નાગકુમારોના ભવનો કયા આવેલા છે ? હે ગૌતમ ! પ્રજ્ઞાપના સૂત્રના સ્થાન નામના બીજા પદમાં કહેવામાં આવેલ પાઠ પ્રમાણે એ નાગકુમારોના ભવનો છે. નાગકુમારેન્દ્ર નાગકુમારરાજ ભૂતાનંદની આભ્યન્તર પરિષ દામાં પ0000 દેવો, મધ્યમાં પરિષદામાં 60000 દેવો અને બાહય પરિષદામાં 70000 દેવો કહ્યા છે. તથા આત્યંતર પરિષદામાં 225 દેવિયો. મધ્યમાં પરિષદમાં ૨૦૦દેવિયો અને બાહ્ય પરિષદામાં 125 દેવિયો કહેલ છે. ભૂતાનંદની અત્યંતર પરિષદાના દેવોની સ્થિતિ કંઈક ઓછી એક પલ્યોપમની, મધ્યમા પરિષદાના દેવોની સ્થિતિ કંઈક વધારે અર્ધાલ્યોપમની અને બાહ્ય પરિષદના દેવોની સ્થિતિ અર્ધા * પલ્યોપમની કહેલ છે. એ જ પ્રમાણે નાગકુમારે નાગકુમારરજ ભૂતાનંદની અત્યંતર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org