________________ 96 જીવાજીવાભિગમ- ૩ઢી.સ.૧૭૩ બાર યોજનાની ઉંચાઈ વાળા અને એકત્રીસ યોજના અને એક કોસના વિસ્તારવાળા છે. એટલું જ પ્રવેશસ્થળ છે. તથા એ દ્વાર સફેદ વર્ણના અને ઉત્તમ સોનાના તથા નાના નાના શિખરોવાળું છે. પૂર્વોક્ત વિશેષણોવાળા વિજયકારોના બને પડખા ઓમાં બબ્બે પ્રકારની નૈધિકાઓ ખંટિયો બળે ચંદન કલશોની પંક્તિયો છે. એ ચંદન કલશો સુંદર કમલોના પ્રતિષ્ઠાન પર રાખવામાં આવેલ છે. એ કલશો સંપૂર્ણ રત્નમય સ્વચ્છ અને ગ્લક્ષણથી લઈને પ્રતિરૂપ સુધીના વિશેષણોવાળા છે. આ વન માળા સુધી તમામ વર્ણન સમજી લેવું એ દરેક દ્વારોની બને બાજી એક એક ઐધિ કાઓ બન્ને પ્રકારની નૈધિકાઓમાં બબ્બે પ્રકંટકો- છે. તે દરેક પીઠ વિશેષ એક ત્રીસ યોજના અને એ કોશની લંબાઈ પહોળાઈ વાળા છે. પંદર યોજન અને અઢી કોસના વિસ્તારવાળા છે. અને પૂરેપૂરા વજરત્નના છે. એ પીઠ વિશેષોના ઉપર એ પ્રાસાદાવતંસકો ઈત્યાદિ એકત્રીસ યોજના ઉપર એક કોસ જેટલા ઉંચા છે. પંદર યોજન અને આઢિ કોસના લંબાઈ વાળા છે. બાકીનું તમામ વર્ણન સમુદ્ગક સુધીનું પહેલા કહ્યા પ્રમાણે જ છે. તે વિજય રાજધાનીના એક એક દ્વારમાં 1080 ધજાઓ થાય છે. એક એક દ્વારની ઉપર સત્તરસત્તર ભોમ છે. એ ભૌમોના ભૂમિભાગ અને ઉલ્લોક અંદરનો ભાગ પાલતા આદિ અનેક ચિત્રોની છટાથી ચિઢેલા છે. આ તમામ વર્ણન પહેલાં કહેવામાં આવેલ પ્રાસાદાવતંસક પ્રમાણે જ અહીયાં સમજી લેવું જોઈએ. આ રીતે પૂર્વાપર આગળ પાછળ ના બધાય મળીને વિજયારાજધાનીના પાંચસો દ્વારા કહેવામાં આવેલ છે 17] વિજ્યા નામની રાજધાનીની ચારે દિશાઓમાં પાંચસો યોજન આગળ જાય ત્યારે બરાબર એજ સ્થાનપર ચાર વનખંડો કહેવામાં આવેલા છે. અશોકવન, સપ્તપર્ણ, આમ્ર વન ચંપકવન છે. રાજધાનીની પૂર્વ દિશામાં અશોક વન છે. દક્ષિણ દિશામાં સપ્તપર્ણ વન છે. પશ્ચિમ દિશામાં ચંપકવન ઉત્તરદિશામાં આમ્રવન છે. એ દરેક વન લંબાઈમાં કંઈક વધારે 12000 યોજન છે. અને પહોળાઈમાં પ૦૦ યોજનના છે. દરેક વન પ્રકાર-કોટથી ઘેરાયેલા છે. અશોક વનખંડ અત્યંત ધન-ગાઢ હોવાથી કયાંક કયાંક તો કાળા જણાય છે, યાવતુ કયાંક બિલકુલ સફેદ દેખાય છે. આ વનખંડોમાં અનેક વાન વ્યન્તર દેવ અને દેવિયો આવીને સુખપૂર્વક ઉઠે બેસે છે. સૂવે છે. ઉભા રહે છે. બેસી રહે છે. પડખા બદલે છે. અને આરામ કરે છે. પરસ્પર પ્રેમાલિંગન કરે છે. મનમાં જે રૂચે એવું કામ કર્યા કરે છે. વાજીંત્રો વગાડે છે. પૂર્વભવમાં કરેલા પોતાના એવા પૂર્વના કર્મોના કે જે એ સમયમાં વિશેષ પ્રકારથી તે કાળને ઉચિત ધાર્મિક અનુષ્ઠાન કરવામાં અપ્રમાદ કરવાથી ક્ષમા વિગેરે ભાવો રાખવાથી પ્રાપ્ત કરવામાં આવેલ મૈત્રી સત્યભાષણ, પરદ્રવ્યાનપહરણ અને સુશીલપણું વિગેરે રૂપ પરાક્રમના કારણે જેમાં અનુભાગ બંધ શુભરૂપ જ થાય અને એજ કારણે જે શભલને આપવા વાળા થયેલ છે. અનર્થોને ઉપશમ કરવાવાળા એવા આનંદકારક ઉદય વિશેષને ભોગ વિતા રહે છે. વિનખંડોના બરોબર મધ્ય ભાગ માં શ્રેષ્ઠ પ્રાસાદો કહ્યા છે. આ પ્રાસાદોની ઊંચાઈ બાસઠ યોજન અને અર્ધ કોસની તથા તેની લંબાઈ પહોળાઈ 31 યોજન અને એક કોસની છે. વિગેરે બધો જ પાઠ સમજી લેવો. એ વનખંડની વચમાં ચાર દેવો કે જેઓ પરિવાર વિગેરે રૂપ મહાઋદ્ધિ વાળા છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org