________________ 22 ભગવઈ-૧૪-૩૪૧ ગમનીય છે યાવતુ-તેમ મારું અહીં ગમનીય છે. [42] હે ભગવન્! જીવો કાંક્ષામોહનીય કર્મ બાંધે છે? હે ગૌતમ ! હા બાંધે છે. હે ભગવન્! જીવો કાંક્ષામોહનીય કર્મ કેવી રીતે બાંધે છે? હે ગૌતમ ! પ્રમાદરૂપ હેતુથી અને યોગરૂપ નિમિતથી જીવો કાંક્ષામોહનીય કર્મ બાંધે છે. હે ભગવન્! તે પ્રમાદ શાથી પેદા થાય છે? હે ગૌતમ! તે પ્રમાદયોગથી-પેદા થાય છે. તે યોગ શાથી પેદા થાય છે? તે વિર્યથી પેદા થાય છે. તે વીર્ય શાથી પેદા થાય છે? શરીરથી પેદા થાય છે. તે શરીર શાથી, પેદા થાય છે? જીવથી પેદા થાય છે, અને જ્યારે તેમ છે તો ઉત્થાન, કર્મ, બલ, વીર્ય અને પુરુષાકાર પરાક્રમ છે, [43] હે ભગવન્! શું જીવ પોતાની મેળે જ તેને ઉદીરે છે? પોતાની મેળે જ તેને ગર્વે છે? અને પોતાની મેળેજ તેને સંવરે છે? હે ગૌતમ! હા, પોતાની મેળેજ પૂર્વ પ્રમાણે કરે છે હે ભગવન્! જે તે પોતાની મેળેજ ઉદીરે છે, ગહે છે અને સંવરે છે તે શું ઉદીર્ણને ઉદીરે છે? અનુદીને ઉદરે છે ? અનુદીર્ણ તથા ઉદીરણાને યોગ્યને ઉદીર છે ? કે ઉદયાનંતર પશ્ચાત્કૃત કર્મ ઉદીરે છે? હે ગૌતમ ! ઉદીર્ણને ઉદીરતો નથી તથા ઉદયાનંતર પશ્ચાત્કૃત કમને ઉદારતો નથી પણ અનુદીર્ણ અને ઉદીરણાને યોગ્ય કર્મને ઉદીરે છે. હે ભગવન્! જે તે અનુદીર્ણ તથા ઉદીરણાને યોગ્ય કર્મને ઉદીરે છે તે શું ઉત્થાનથી, કર્મથી બલથી, વીર્યથી અને પુરુષાકાર પરાક્રમથી ઉદીરે છે ? કે અનુત્થાનથી, અકર્મથી અબલથી, અવીર્યથી અને અપુરુષાકાર પરાક્રમથી ઉદીરે છે? હે ગૌતમ ! તે અનુદીર્ણ અને ઉદીરણાને યોગ્ય કર્મને ઉત્થાનથી, કર્મથી, બલથી, અવીર્યથી અને અપુરુષાકાર પરાક્રમથી ઉદીરતો નથી અને જ્યારે તેમ છે ત્યારે ઉત્થાન છે, કર્મ, બલ, વીર્ય અને પુરુષાકારપરાક્રમ પણ છે. હે ભગવન! તે પોતાની મેળેજ ઉપશમાવે, ગર્યું અને સંવરે? હે ગૌતમ! હા, અહીં પણ તેમજ કહેવું. વિશેષ એ કે, અનુદીર્ણને ઉપશમાવે, બાકી ત્રણ વિકલ્પોનો નિષેધ કરવો. હે ભગવન્! જે તે અનુદીને ઉપશમાવે તે શું ઉત્થાનથી, યાવતુ- પુરુષકારપરાક્રમથી ? કે અનુત્થાનથી, યાવતુ અપુરુષાકારપરાક્રમથી ? હે ગૌતમ ! પૂર્વ પ્રમાણેજ જાણવું. હે ભગવન્! તે પોતાની મેળેજ વેદે અને ગહે? હે ગૌતમ ! અહીં પણ બધી પૂર્વોક્ત પરિપાટી જાણવી. વિશેષ એ કે, ઉદીર્ણને વેદે છે પણ અનુદીર્ણને વેદતો. નથી, તથા એ પ્રમાણે વાવતુ-પુરુષાકાર પરાક્રમથી વેદે છે. [44] હે ભગવન્! નૈયિકો કાંક્ષામોહનીય કર્મને વેદ છે? હે ગૌતમ ! જેમ ઔધિક-સામાન્ય-જીવો કહ્યા તેમ નૈરયિકો પણ જાણવા અને એ પ્રમાણે થાવત્સ્વનિતકુમારો સુધી જાણવું. હે ભગવન્! પૃથિવીકાયિકો કાંક્ષામોહનીય કર્મને વેદે છે? હે ગૌતમ! હા વેદે છે. હે ભગવન! તે પૃથિવીકાયિકજીવો કાંક્ષામોહનીય કર્મને કેવી રીતે વેદે છે? હે ગૌતમ ! “અમે કાંક્ષામોહનીય કર્મ વેદીએ છીએ એ પ્રમાણે તે જીવોને-પૃથ્વિકાયિકોને તક, સંજ્ઞા, પ્રજ્ઞા, મન કે વચન નથી, પણ તેઓ તેને વેદે છે. હે ભગવન્! તે નિઃશંક અને સત્ય છે કે જે જિનોએ પ્રવેલું છે? હે ગૌતમ! હા, જિનોએ જે જણાવ્યું છે-તે નિઃશંક અને સત્ય છે યાવતુ-પુરુષકાર, પરાક્રમ વડે નિજર છે, એ પ્રમાણે યાવતુ-ચાર ઈદ્રિયવાળા જીવો સુધી જાણવું. જેમાં સામાન્ય જીવો કહ્યા તેમ પંચેઢિયતિર્યંચયોનિકો અને યાવતુ વૈમાનિક કહેવા. [45] હે ભગવન્! શ્રમણ નિગ્રંથો પણ કક્ષામોહનીય કમને વેદે છે ! હે ગૌતમ! Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org