Book Title: Agam Deep 03 Thanam Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 12
________________ 226 કાણે-૧૨૬ તે ગતિ એક છે. નરક આદિ ગતિઓમાંથી આવવું. આગતિ આગરિ એક છે. [27-28] વૈમાનિક અને જ્યોતિષ દેવતાઓનું મરણ તે ચ્યવન. તે અવન એક છે. દેવ અને નરક ગતિમાં જીવન્ત જે ઉત્પત્તિ તેનું નામ ઉપપાત તે ઉપપાત એક છે. [29-32] વિમર્શને તર્ક કહે છે. તે તર્ક એક છે. વ્યંજનાવગ્રહના ઉત્તર કાલમાં થનાર મતિવિશેષ તે સંજ્ઞા, તે સંજ્ઞા એક છે. અર્થના નિર્ણય પછી સૂક્ષ્મ ધર્મના પલિોચનરૂપ બુદ્ધિ તે મતિ, તે મતિ એક છે. વિશેષ જ્ઞાનસંપન્ન વ્યક્તિને વિજ્ઞ કહે છે સામાન્યની અપેક્ષાએ વિજ્ઞ એક છે. 33-35] પીડા રૂપ પરિણતિને વેદના કહેવાય છે તે સામાન્યની અપેક્ષાએ વેદના એક છે. શરીરનું અથવા બીજાનું કુહાડા વગેરેથી છેદન કરવા રૂપ, તે છેદન એક છે. ભાલાદિ વડે શરીરને ભેદવું વિદારવું-વીંધવું તેનું નામ ભેદન. તે ભેદન એક છે. [36] અન્તિમ શરીરધારી જીવતે ચરમ શરીરી. તેનું મરણ એક જ હોય છે. [37] પૂર્ણ શુદ્ધ તત્ત્વજ્ઞ પાત્ર-કેવલી અથવા તીર્થકર એક છે. [૩૮]સ્વકૃત કર્મનો ભોગી હોવાથી જીવોનું દુઃખ એક જ છે. [39-40] જેના સેવનથી આત્માને કલેશ પ્રાપ્ત થાય છે, તે અધર્મ એક છે. જેના આચરણથી આત્મા વિશિષ્ટ જ્ઞાનાદિ પર્યાયથી યુક્ત થાય છે. તે ધર્મ એક છે. 4i1-42 દેવ, અસુર અને મનુષ્યોનો એક સમયમાં મનોયોગ એક જ હોય છે. વચનયોગ અને કાયયોગ પણ એક જ હોય છે. દેવ, અસુર અને મનુષ્યોને એક સમયમાં એક જ ઉત્થાન, કર્મ બળ, વીર્ય અને પરાક્રમ હોય છે. 4i3-44] જ્ઞાન એક છે, દર્શન એક છે. ચારિત્ર એક છે. જેનો વિભાગ ન થઈ શકે એવા કાળના સૌથી સૂક્ષ્મ અંશને સમય કહે છે. તે સમયે એક છે. 5] પ્રકૃષ્ટ (નાનામાં નાના) દેશનું નામ પ્રદેશ છે, તે પ્રદેશ એક છે. પરમ જે અણુ, તે પરમાણું તે પરમાણું એક છે. [46] લોકાગ્રનું નામ સિદ્ધિ તે સિદ્ધિ એક છે. જે જીવ કૃત કૃત્ય થઈ ગયા સિદ્ધ એક છે, કર્મનિત સંતાપનો અભાવ તેનું નામ પરિનિવણિ છે. તે એક છે. અને શારીરિક માનસિક દુઃખોથી સર્વથારહિત જીવતે પરિનિવૃત્તિ. તે પરિનિવૃત્તિ એક છે. 47] શબ્દ એક છે, રૂપ એક છે, ગંધ એક છે, રસ એક છે, સ્પર્શ એક છે. શુભ શબ્દ એક છે, અશુભ શબ્દ એક છે. સુરૂપ એક છે, કુરૂપ એક છે, દીર્ઘ એક છે. હૃસ્વ એક છે વર્તુલાકાર એકછે, ત્રિકોણ એકછે, ચતુષ્કોણ એક છે. પૃથલ-એક છે, ગોળ એક છે, કણ વર્ણ એક છે, નીલવર્ણ એક છે, લાલ વર્ણ એક છે, પીળોવર્ણ એક છે, સફેદવર્ણ એક છે, સુગન્ધ એક છે. દુર્ગન્ધ એકછે, તિક્તરસ એકછે, કટક રસ એક છે, કષાય રસ એક છે, ખાટો રસ એક છે, મધુર રસ એક છે. કર્કશ, મૃદુ, ગુરુ, લઘુ, શીત, ઉષ્ણ, સ્નિગ્ધ અને રૂક્ષ સ્પર્શ, આ બધા સામાન્ય અપેક્ષાએ એક છે. 4i8] પ્રાણાતિપાત યાવતુ પરિગ્રહ એક છે. ક્રોધ યાવતુ લોભ એક છે. પરપરિવાદનિન્દા એક છે, રતિ-અરતિ એક છે, માયામૃષા-કપટયુક્ત જૂઠું કરવું તે એક છે. મિથ્યાદર્શન શલ્ય એક છે. [49] પ્રાણાતિપાતવિરમણ એકછે, યાવતું, પરિગ્રહવિરમણ એકછે, ક્રોધત્યાગ એક છે. યાવતુ મિથ્યાદર્શનશલ્ય-ત્યાગ એક છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 171