Book Title: Agam 43 Mool 04 Uttaradhyayan Sutra Author(s): Saubhagyachandra Publisher: Mahavir Sahitya Prakashan Mandir Ahmedabad View full book textPage 5
________________ પ્રથમ આવૃત્તિનું નિવેદન આ ઊગતું મહાવીર સાહિત્ય પ્રકાશન મંદિર થોડા જ વખતમાં આટલું પ્રગતિમાન થશે એવી પહેલાં કલ્પના પણ ન હતી. આજે દિનપ્રતિદિન સંખ્યાબંધ જિજ્ઞાસુઓના ઉત્સાહ પ્રેરિત પત્રો અને પુસ્તકોની પુષ્કળ માંગ સતત ચાલુ રહેવા ઉપરાંત સંસ્થાને સાથ પણ બહોળા પ્રમાણમાં મળ્યો છે. ભગવાન મહાવીરના સાહિત્યની જનતાને ખૂબ જ ભૂખ હોય,પ્રથમ આવૃત્તિની ૩૨૦૦ નકલ કઢાવેલી પરંતુ તે પુસ્તક બહાર પડે તે પહેલાં જ ગ્રાહકની સંખ્યા છપાયેલાં પુસ્તકો કરતાં વધી જવાથી બીજી આવૃત્તિનાં ૩૩૦૦ પુસ્તકો તુરત જ છપાવવાની જરૂર પડી છે. આ આવૃત્તિ વખતે કાર્યાલયની યોજના નિશ્ચિત કરવામાં આવી છે આથી સ્થાયી ગ્રાહકો થનારને અને સંસ્થાને ઉભયને લાભ થવાનો સંભવ છે. આ કાર્યાલયની યોજનામાં બે ઉત્સાહી જિજ્ઞાસુઓની વૃદ્ધિ થઇ છે અને આર્થિક જવાબદારી સ્વતંત્ર રીતે તેઓએ ઉપાડી લીધી છે. સૌ સભ્યોની અનુમતિ અને શ્રી બુધાભાઈ શાહ તથા શ્રી જૂઠાભાઇ શાહના અતિ આગ્રહથી આ વર્ષની મંત્રીપદની જવાબદારી શ્રી લક્ષ્મીચંદભાઇએ કબૂલ રાખી છે. વિદ્વાન મુનિ મહારાજશ્રીની ભાવનામય અનુગ્રહ બુદ્ધિ તથા તેમના ગુરુશ્રીની ઉદારતા આ સંસ્થાની ઉત્પાદકતા અને જીવનશક્તિ છે. શ્રી બુધાભાઈ અને શ્રી જૂઠાભાઇની મૂકસેવા આ સંસ્થાની પ્રેરણા છે. અને અન્ય કાર્યવાહકોની કાર્યદક્ષતા આ સંસ્થાની ચાલક શક્તિ છે. સહાયક, પોષક અને ગ્રાહકોની અમીદ્રષ્ટિનું સિંચન સદા મળતું રહે એ જ અભ્યર્થના સાથે વિરમું છું. સંવત ૧૯૯૧ કાર્તિક સુદ ૧ નવેમ્બર ૧૯૩૪ Jain Education International For Private & Personal Use Only વ્યવસ્થાપક www.jainelibrary.orgPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 306