Book Title: Agam 41B Pindniryukti Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 21
________________ મૂલ વાય તે વાયુ-પવન. ૨૩ હવે પિંડ એવા ગૌણ નામ અને સમયકૃત્ બેની વ્યાખ્યા કરે છે – • મૂલ-૮ ઃ- [ભાષ્ય] બહુ દ્રવ્યોનો મેળાપ તે પિંડ. પ્રતિપક્ષે પિંડ એવું જે નામ તે સમયકૃત્ પિંડ જાણવું. જેમ પિંડ પતિપાત સૂત્ર છે. • વિવેચન : સમાન કે જુદી જાતિના ઘણાં કઠિન દ્રવ્યોનું જે પિંડન-એક સ્થાને મેળાપ, તેને માટે કહેવાતું પિંડ એવું જે નામ તે ગૌણ કહેવાય છે. કેમકે વ્યુત્પત્તિના નિમિતનું તેમાં હોવાપણું છે. તથા પ્રતિપક્ષ - કઠિન દ્રવ્યોના મેળાપનો અભાવ, આવા ઘણાં દ્રવ્યોના મળવા વિના પિંડ એવું નામ પ્રવર્તે છે, તેમાં પણ કંઈ વિરોધ નથી. એમ અત્તિ શબ્દનો અર્થ જાણવો. સિદ્ધાંતથી ‘પિંડ' એવા નામ વાળો તે ‘નામપિંડ' સમયકૃત્ કહેવાય. તેમાં નામ અને નામવાળો એ બંનેના અભેદ ઉપચારથી આવો નિર્દેશ છે. પણ ઉપચાર ન કરીએ તો આ પ્રમાણે અર્થ કરવો કે – તે વસ્તુને વિશે તે પિંડ એવું જે નામ તે સમયકૃત્ છે. • x - x - અહીં પિંક શબ્દથી ‘પિંડપાત’ શબ્દ જાણવો. - x - x - સંક્ષેપમાં કહીએ તો • આ સૂત્રમાં ઘણાં કઠિન દ્રવ્યોનો પરસ્પર મેળાપ ન હોય તો પણ પાણીને વિશે ‘પિંડ’ એવું અન્વર્થ રહિત નામ સમયની પ્રસિદ્ધિથી થાય છે. તેથી આ નામને સમયન કહેવાય. હવે ‘૩મયન' પિંડ કહે છે – • મૂલ-૯ :- [ભાષ્ય] પિંડના લાભ માટે ગૃહસ્થના ઘેર પ્રવેશેલા જે કોઈ સાધુને જે ગોળ અને ઓદનના પિંડની પ્રાપ્તિ થાય, તેને તદુભપિંડ કહ્યો છે. • વિવેચન-૯ : વળી જે કોઈ સાધુને પિંડપાત - આહારનો લાભ, તદર્થીપણાએ – તે માટે ગૃહસ્થના ઘેર પ્રવેશ કરીને ગોળના પિંડ અને ઓદનના પિંડની પ્રાપ્તિ થાય, ઉપલક્ષણથી સાથવાના પિંડાદિની પ્રાપ્તિ થાય, તે ગુડપિંડાદિને તીર્થંકર અને ગણધરોએ ગુણથી થયેલ અને સમયપ્રસિદ્ધ પિંડ શબ્દથી વાચ્ય એવો તદુભયપિંડ કહ્યો છે. અહીં પણ નામ અને નામવાળાના અભેદ ઉપચારથી એ પ્રમાણે ગાથામાં નિર્દેશ કર્યો છે. જો ઉપચાર ન કરીએ તો - તે વિષયવાળું પિંડ એવું જે નામ તે ઉભયજ કહેવાય છે. કેમકે અન્વર્ણયુક્ત અને સમય પ્રસિદ્ધ છે. હવે ઉભયાતિક્તિ નામને કહે છે– - મૂલ-૧૦ :- [ભાષ્ય] અથવા ઉભયાતિક્તિ બીજું પણ સ્વ અભિપાયથી કરેલ લૌકિક નામ જેમકે – સિંહક, દેવદત્ત આદિ. • વિવેચન-૧૦ : ‘અથવા’ શબ્દથી નામનો બીજો પ્રકાર જણાવે છે. ઉભયાતિરિક્ત - ગૌણ પિંડનિર્યુક્તિ-મૂલસૂત્ર સટીક અનુવાદ અને સમયજથી જુદું. લોકમાં પ્રસિદ્ધ, સ્વેચ્છાથી કરેલું - અનુભરાજ નામ છે. જેમકે – સિંહક, દેવદત્તાદિ. શૂરતા, ક્રૂરતાદિ ગુણના કારણનો ઉપચાર કર્યા વિના-સિંહક, ‘દેવોએ આને આપ્યો' એવી વ્યુત્પત્તિ વિના ‘દેવદત્ત'. એ રીતે વ્યુત્પત્તિ અર્થના સંભવ વિના પિતા આદિએ સ્વેચ્છાથી પાડેલું નામ, તે અન્વર્થરહિત પણ છે અને સમાજ પણ નથી. એ પ્રમાણે 'પિંડ' નામ પણ કહેવું. [શંકા] ‘પિંડ’ એવું ઉભયાતિક્તિ નામ નિર્યુક્તિમાં કહેલ નથી, તો ભાષ્યકારે તેની વ્યાખ્યા કેમ કરી ? [ઉત્તર] આ શંકા અયુક્ત છે. કેમકે “પિ' શબ્દ વડે ગાથામાં તેનું સૂચન છે તે માટે કહે છે કે – ૨૪ • મૂલ-૧૧ :- [ભાષ્ય] આ પિંડ કે બીજું ગૌણ કે સમયાતિતિ નામ 'પિ' શબ્દ વડે સૂચવેલ છે. જેમ કોઈ મનુષ્યનું ‘પિંડ એવું નામ કરાય તેમ. • વિવેચન-૧૧ : - x - જેમ કોઈ મનુષ્યનું ‘પિંડ’ એવું નામ કરાય, તે ગૌણ નથી, કેમકે ઘણાં દ્રવ્યોના મેળાપનો અસંભવ છે, તથા શરીરના અવયવોના સમૂહની અવિવક્ષા છે, તેથી તે સમયકૃત્ પણ નથી, માટે તે ઉભયાતિક્તિ છે. [શંકા] સમયકૃત્ અને ઉભયાતિરિક્ત બંનેમાં કોઈ તફાવત જણાતો નથી. કેમકે - બંનેમાં અન્વર્ય રહિતતા છે અને પોતાના અભિપ્રાય વડે કરવું તે અવિશેષ છે, તો પછી બંનેનું ગ્રહણ શા માટે કર્યુ? માત્ર સંકેતવાળું કહો તો પણ બંનેનું ગ્રહણ થઈ જશે. [સમાધાન] શંકા અયોગ્ય છે. કેમકે અભિપ્રાયને જાણતા નથી. લૌકિક નામ જે સંકેતથી થાય તેનો વ્યવહાર સામાન્ય જન અને સમયજ્ઞ બંને કરે છે. પણ સમયને વિશે સંકેત કરાયેલા નામનો વ્યવહાર સામાન્યજનો કરતા નથી. તે કહે છે – • મૂલ-૧૨ :- [ભાષ્ય-૬] અભિપાયથી તુલ્ય તો પણ સમયપસિદ્ધ નામને સામાન્ય લોક ગ્રહણ કરતો નથી. પણ લોકપ્રસિદ્ધ નામને બંને ગ્રહણ કરે છે. • વિવેચન-૧૨ : અહીં અભિપ્રાય શબ્દથી પદનો એક દેશ કહેવાથી પદ સમુદાય ગ્રાહ્ય છે. અભિપ્રાયથી - ઈચ્છા માત્રથી કરેલ. પણ વસ્તુના બળથી પ્રવર્તોલ નહીં તે. આ અભિપ્રાયકૃતત્વ - સાંકેતિકપણું તે તુલ્ય છે છતાં સમય પ્રસિદ્ધ નામને ‘લોક સામાન્યજન ગ્રહણ ન કરે. જેમકે ભોજનાદિ એ સમય પ્રસિદ્ધ નામ મુજબ ‘સમુદ્દેશ’ કહેવાય, તો પણ સામાન્ય જન તેમ કહેતો નથી. લોકપ્રસિદ્ધ નામ હોય તો બંને તેનો વ્યવહાર કરે છે. માટે બંને નામો જુદા કહ્યા, તેમ સાર્થક છે. કેમકે તે બંનેમાં સ્વભાવથી ભેદ છે. હવે - ૪ - ૪ - નિયુક્તિકાર સ્થાપના પિંડને કહે છે –

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100