Book Title: Agam 41B Pindniryukti Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 73
________________ મૂલ-૪૨૮ થી ૪૩૩ - અવયવ તેમાં રહી જાય તો તે શુદ્ધ છે. - [૪૨૯] - વિવેક ચાર પ્રકારે છે . (૧) દ્રવ્ય વિવેક - જે દ્રવ્ય ત્યાગ કરાય તે. (૨) ક્ષેત્ર વિવેક - જે સ્થાને જે દ્રવ્ય ત્યાગ કરાય તે. (૩) કાળ વિવેક કાળના વિલંબ વિના ત્યાગ કરાય તે. (૪) ભાવ વિવેક શઠ એવો સાધુ જેને દોષવાળું જુએ તે. - ૧૨૩ - [૪૩૦] - અહીં શુષ્ક અને આર્દ્રનો સશપાત કે સર્દેશ પાત થતાં ચાર ભંગ થાય છે. તુમાં બે ભંગ અને અતુલ્યમાં બે ભંગ – [૪૩૧] - (૧) શુષ્કમાં શુષ્ક પડેલ હોય તો સુખે તજી શકાય, (૨) દ્રવને નાંખીને તથા આડ હાથ રાખીને તે દ્રવને કાઢી નાંખવું. - [૪૩૨] - (3) હાથને આડો રાખી જેટલું બની શકે તેટલું ઓદનાદિ બહાર ખેંચી કાઢે. (૪) જો તે વસ્તુ દુર્લભ હોય તો માત્ર તેટલી જ દૂર કરવી. એમ બે ગાથામાં સૌભંગી કહી. [૪૩૩] નિર્વાહ થતો હોય ત્યારે બધાંનો ત્યાગ કરે, અનિર્વાહમાં ચતુર્થાંગકાને આદરે, જેમાં શટ હોય તો શુદ્ધ થાય અને માયાવી બંધાય છે. • વિવેચન-૪૨૮ થી ૪૩૩૩ ગાથાર્થ કહ્યો. વૃત્તિગત કિંચિત્ વિશેષ આ પ્રમાણે છે – [૪૨૮] બાકીના નવ પ્રકારે એટલે ઓઘ ઔદ્દેશિક અને વિભાગોદ્દેશિક એટલે ઉપકરણ પૂતિ, મિશ્રનો પહેલો ભેદ, સ્થાપના, સૂક્ષ્મપ્રાકૃતિકા, પ્રાદુષ્કરણ, ક્રીત, પ્રામિત્યક, પરિવર્તિત, અભ્યાહત, ઉદ્ભિન્ન, માલાપહત, આચ્છેદ, અનિસૃષ્ટ અને અધ્યવપૂક્તો પહેલો ભેદ એ વિશોધિકોટિ - એટલે જે ભોજનનો ત્યાગ કરતાં બાકીનું શુદ્ધ ભોજન વિશુદ્ધ થાય. ભિક્ષાર્થે અટન કરતા સાધુએ પહેલાં પાત્રમાં શુદ્ધ ભોજન ગ્રહણ કર્યુ હોય તેમાં જ અનાભોગ - આદિ કારણે વિશોધિ કોટિના દોષથી દૂષિત થયેલું ગ્રહણ કર્યુ હોય, પછી કોઈ પ્રકારે તે જાણે ત્યારે તેના વિના નિર્વાહ ન થાય, તો વિશુદ્ધિ કોટિથી જે દૂષિત હોય તેટલો જ ત્યાગ કરે. લક્ષમાં ન આવે તો સર્વનો ત્યાગ કરે. સર્વથા ત્યાગ પછી કેટલાંક સૂક્ષ્મ દ્રવ્ય હોય તો પાત્ર ત્રણ વાર ધ્રુવે. [૪૨૯] ચાર ભેદે વિવેક કહે છે – દ્રવ્યાદિ ચાર ભેદે છે, તે ગાથાર્થમાં કહ્યું. અશન - રાગદ્વેષરહિત. નિર્વાહ ન થાય હોય તેમ દોષવાળા આહારને જ તજે, તેને વિશેની વિધિ માટે ચતુર્ભૂગી કહે છે – [૪૩૦] (૧) શુષ્કમાં શુષ્ક પડે, (૨) શુષ્કમાં આર્દ્ર પડે, (૩) આર્દ્રમાં શુષ્ય પડે, (૪) આર્દ્રમાં આર્દ્ર પડે. તેમાં જે પદ વડે જ જે બબ્બે ભંગ પ્રાપ્ત થાય તે-તે દેખાડે છે. તુત્ય - સમાન હોવાથી અન્ય વસ્તુની મધ્યે તુલ્યનો નિપાત અર્થાત્ સદેશ વસ્તુનું નાખવું. તે પહેલો અને ચોથો ભંગ. બીજો અને ત્રીજો ભંગ તે અસદૅશ વસ્તુનો પ્રક્ષેપ કરવાથી પ્રાપ્ત થાય છે. હવે તેનો ઉદ્ધાર વિધિ :- [૪૩૧] શુ - વાલ, ચણા આદિ. તેમાં જે શુ - વાલ, ચણાં પડી જાય. સુઉં - સુખે કરીને, જળ નાંખવું આદિ કષ્ટ વિના જ ત્યાગ કરવાને માટે થાય છે. શુષ્કમાં દ્રવ - કાંજી વગેરે પડે, પાત્રને વાંકુ વાળી, આડો હાથ રાખી સર્વ દ્રવને ગાળી નાંખે. [૪૩૨] શુદ્ધ આર્દ્રની મધ્યે વાલ, ચણાદિ પડેલ હોય તો તેમાં હાથ નાંખી શટતા રહિતપણે તે શુષ્કને કાઢી નાંખે. પછીનું દ્રવ કલ્પે. જો પિંડનિર્યુક્તિ-મૂલસૂત્ર સટીક અનુવાદ આર્દ્રમાં કંઈ બીજું આર્દ્ર પડે તો તેટલાં જ માત્રનો ત્યાગ કરે, બાકીનું કલ્પે છે. જો નિર્વાહ થતો હોય તો આ ચતુર્થંગીન સેવે. [૪૩૩] ગાથાર્થમાં કહેલ જ છે. કંઈ વિશેષ નથી. હવે ઉપસંહાર – ૧૨૮ • મૂલ-૪૩૪,૪૩૫ ન [૪૩૪] કોટિકરણ ભે ભેટે છે – ઉદ્ગમ કોટિ અને વિશોધિ કોટિ. તેમાં ઉદ્ગમ કોટિ છ પ્રકારે અને વિશોધિ કોટિ અનેક પ્રકારે છે. [૪૩૫] હવે તે કોટિ બીજા પ્રકારે કહે છે – નવ, અઢાર, સત્તાવીશ, ચોપન, નેવું, ૨૭૦ એ ભેદ છે. • વિવેચન-૪૩૪,૪૩૫ ૭ – [૪૩૪] ઉદ્ગમ કોટિ - આધાકર્મિક અને ઔદ્દેશિકના છેલ્લા ત્રણ ભેદ વગેરે છ ભેદવાળી છે. [૪૩૫] નવ કોટિ - હણવું, હણાવવું, હવાતાને અનુમોદવા. રાંધવું, રંધાવવું, રંધાતાને અનુમોદવું. ખરીદવું, ખરીદાવવું, ખરીદાતાને અનુમોદવું. આમાં પહેલી છ અવિશોધિકોટિ છે. છેલ્લી ત્રણ વિશોધિ કોટિ છે. આ નવે કોટિને કોઈ રાગથી સેવે, કોઈ દ્વેષથી સેવે તેથી અઢાર [૧૮] કોટિ થાય. ॰ સત્તાવિશ કોટિ :- મિથ્યાર્દષ્ટિ સેવે, સમ્યગ્દષ્ટિ વિરતિતંત સેવે અને સમ્યગ્દષ્ટિ અવિરતિવંત સેવે. એ ત્રણ ભેદ વડે નવ કોટિને ગુણતાં-૨૭ ભેદો થશે. ૦ ચોપન કોટિ :- આ-૨૭ને રાગ અને દ્વેષ વડે ગુણતાં-૫૪-ચાય. ૦ નેવું [૯૦] કોટિ :- નવ કોટિને કદાચ પુષ્ટ આલંબનને આશ્રીને ક્ષાંત્યાદિ દશ પ્રકારના ધર્મને પાલન કરવા માટે સેવે. આ કોટિ સામાન્યથી ચાસ્ત્રિના નિમિત્તવાળી છે. [૨૩૦] નેવુંને જ્ઞાન, દર્શન, ચારિત્રથી ગુણતાં ૨૭૦ થાય. • મૂલ-૪૩૬ ઃ ૧૬-ઉદ્ગમના દોષો ગૃહસ્થોથી ઉત્પન્ન થયેલા જાણ. ઉત્પાદનના દોષો સાધુથી ઉત્પન્ન થયેલા જાણ. • વિવેચન-૪૩૬ ઃ ઉક્ત સોળ ઉદ્ગમ દોષો, આધાકર્માદિ દોષ વડે દૂષિત થયેલા ભોજનાદિને ગૃહસ્થો જ કરે છે. ધાત્રીપણું આદિ દોષો સાધુ વડે જ સંભવે છે. તેને સાધુથી ઉત્પન્ન થયેલા તું જાણ. આ ઉત્પાદન દોષોને હવે કહે છે - • મૂલ-૪૩૭ થી ૪૩૯ : [૪૩૭] નામ, સ્થાપના, દ્રવ્ય, ભાવને વિશે ઉત્પાદના જાણવી. તેમાં દ્રવ્યમાં ત્રણ પ્રકારે અને ભાવમાં સોળ પદવાળી જાણવી. [૪૩૮] ઔપચાચિતક આદિ વડે અને પુરુષ, અશ્વ તથા બીજ વગેરે વડે પુત્ર, અશ્વ, વૃક્ષાદિની જે ઉત્પાદના તે સચિત્ત છે. [૪૩] સોના, રૂપ આદિ મધ્યે ઈચ્છિત ધાતુથી કરેલી ઉત્પત્તિ ચિત્ત હોય છે, તથા ભાંડ - અલંકારાદિ સહિત દ્વિપદ આદિની ઉત્પત્તિ મિશ્ર હોય છે. • વિવેચન-૪૩૭ થી ૪૩૯ - [૪૩૭] ઉત્પાદના ચાર ભેદે છે – નામ ઉત્પાદના આદિ નામથી દ્રવ્ય ઉત્પાદનાને

Loading...

Page Navigation
1 ... 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100