Book Title: Agam 41B Pindniryukti Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 96
________________ મૂલ-૬૬૫ થી ૬૬૮ ૧૩ - [૬૬] દાતા સંબંધી હાથ સંસ્કૃષ્ટ કે અસંસ્કૃષ્ટ હોય છે, જેનાથી ભિક્ષાને આપે છે તે પાત્ર પણ સંસ્કૃષ્ટ કે અસંસૃષ્ટ હોય છે. દ્રવ્ય પણ સાવશેષ કે નિરવશેષ હોય છે. આ સંસ્કૃષ્ટ હાથ, સંસ્કૃષ્ટ પાત્ર, સાવશેષ દ્રવ્ય રૂપ ત્રણ પદ તે પણ પ્રતિપક્ષ સહિતના પરસ્પર સંયોગથી આઠ ભંગ થાય છે. તે આ પ્રમાણે - (૧) સંસૃટ હાથ સંસૃષ્ટપાત્ર સાવશેષ દ્રવ્ય, (૨) સંસ્કૃષ્ટ હાથ, સંસૃષ્ટપાત્ર અને નિરવશેષ દ્રવ્ય. (3) સંસૃષ્ટ હાચ અસંસ્કૃષ્ટ પાત્ર અને સાવશેષદ્રવ્ય ઈત્યાદિ •X-X - આ ભંગમાં અવશ્ય વિષમ એટલે પહેલા, બીજા, પાંચમાં, સાતમાં ભંગમાં ગ્રાહ્ય છે. પણ સમ એટલે બેઠી ભંગો અગ્રાહ્ય છે. સારાંશ એ કે - હાથ કે પાત્ર અથવા બંને પોતાના માટે સંસ્કૃષ્ટ કે અસંસૃષ્ટ હોય તો તેના વશથી પશ્ચાત્કર્મ સંભવતુ નથી, પણ દ્રવ્યના વશથી, પશ્ચાકર્મ સંભવે છે. • x - દ્રવ્ય સાવશેષ હોય તેમાં હાથ અને પગ સાધુને માટે ખરડ્યા હોય તો પણ દાઝી ધોતી નથી. કેમકે ફરીથી પીરસવાનો સંભવ છે, જેમાં નિરવશેષ દ્રવ્ય હોય - પાત્ર ખાલી હોય, તેમાં સાધુને આપ્યા પછી તે પાત્ર, હાથ આદિ અવશ્ય ધોવે છે, તેથી દ્વિતીયાદિ સમ ભંગોમાં નિરવશેષ દ્રવ્ય હોવાથી પશ્ચાકર્મ સંભવે છે. માટે ન કશે. પ્રથમાદિ વિષમ ભંગમાં પશ્ચાત્કમનો અસંભવ હોવાથી ગ્રહણ કરવું કહે છે. લિપ્તદ્વાર કહ્યું છે, હવે છર્દિdદ્વાર કહે છે – • મૂલ-૬૬૯,૬૩૦ : [૬૬] સચિવ, અચિત્ત અને મિશ્ર એમ છર્દિત તે વિશે ચૌભંગી થાય છે. આ ચૌભંગીને વિશે નિષેધ છે. તેના ગ્રહણથી આજ્ઞાદિ દોષ લાગે છે. - ૬િeo] ઉણના કદનમાં દેનાર છે અથવા પૃથ્વી આદિ કાયનો દાહ થાય છે તથા શતદ્રવ્યના પડવામાં પૃથ્વીકાયાદિની વિરાધના થાય છે, મધુબિંદુ Ezid - • વિવેચન-૬૬૯,૬૩૦ : છર્દિત, ઉઝિત અને વ્યક્ત એ બધાં પાયિો છે, છર્દિત ત્રણ ભેદે - સચિત, અયિત, મિશ્ર દ્રવ્યના સંયોગથી ચતુર્ભાગી થાય છે. જેમકે સચિત્ત અને મિશ્રપદથી એક ચતુર્ભાગી ઈત્યાદિ - x • તેમાં સયિતમાં સચિત્તછર્દિત, મિશ્રમાં સચિત, સચિતમાં મિશ્ર અને મિશ્રમાં મિશ્ર આ પહેલી ચઉભંગી. એ પ્રમાણે સચિત અને અચિતની, અચિત અને મિશ્રની બે ચઉભંગી થાય છે. આ બધાં ભંગમાં સચિત પૃથ્વીકાય, સયિત પૃથ્વીકાયમાં છર્દિત ઈત્યાદિ વડે સ્વસ્થાન અને પરસ્થાનથી ૩૬-૩૬ વિકલ્પો થાય, તેથી ૩૬ x ૧૨ = ૪૩૨ ભંગો થાય. એ બધામાં ભોજનાદિ ગ્રહણનો નિષેધ છે. જો કદાચ લે તો આજ્ઞાભંગ, અનવસ્થા, મિથ્યાત્વ, વિરાધનાદિ દોષો લાગે છે. છર્દિતના ગ્રહણમાં દોષમાં મધુબિંદુનું દૃષ્ટાંત આ પ્રમાણે – વારતપુર નગર, અભયસેન રાજા, વારતક અમાત્ય છે. ધર્મઘોષ નામે મુનિ ૧૪ પિંડનિર્યુક્તિ-મૂલસૂત્ર સટીક અનુવાદ ભિક્ષાર્થે અટન કરતા વારતક મંત્રીના ઘેર પધાર્યા. તેની પત્નીએ ઘી, ખાંડ સહિતની ખીરની થાળી ઉપાડી, ખાંડવી મિશ્ર એવું ઘીનું બિંદુ જમીન ઉપર પડ્યું. અરિહંતોક્ત ભિક્ષા ગ્રહણ વિધિમાં ઉધમી મુનિ ધર્મઘોષ આ ભિક્ષા છર્દિત દોષ દુષણવાળી જાણી, મારે ન ક” એમ વિચારી નીકળી ગયા. તે વારતક અમાત્યએ જોયું. તેને વિચાર થયો કે સાધુએ મારે ત્યાં કેમ ભિક્ષા ન લીધી ? ત્યાં માખીઓ આવીને તે ખાંડયુક્તબિંદુમાં ચોંટી. - માખીને ખાવા ગરોળી આવી, ગરોળીને માસ્વા કાકીડો દોડ્યો, તેને મારવા બિલાડી દોડી, તેના વધાર્થે મહેમાનનો કુતરો દોડ્યો. તેને જોઈ ત્યાંનો સ્થાયી કુતરો દોડ્યો. બંને કુતરા પરસ્પર બાઝયા. પોતપોતાના કુતરાનો પરાભવ જોઈ તેના સ્વામીઓ દોડ્યા, તેમની વચ્ચે તલવારથી યુદ્ધ થયું. આ બધું વારતકે પ્રત્યક્ષ જોયું. તેને થયું કે એક બિંદુમાં થનાર અધિકરણના ભયથી સાધુએ ભિક્ષા ન લીધી. અહો ! અરિહંત દેવે સારી રીતે ધર્મને જોયો છે સર્વજ્ઞ ભગવંત વિના આવો એકાંત હિતકર ધર્મોપદેશ આપવા કોણ સમર્થ છે? ઈત્યાદિ વિચારણાથી, સંસારના ભયથી વિમુખ બનેલા વારતકે ધર્મઘોષમુનિ પાસે દીક્ષા લીધી. ચાવતુ મોક્ષે ગયા. o એષણા દ્વાર કહ્યું. હવે સંયોજનાદિ દ્વારા કહે છે, તેમાં ગ્રામૈષણા - • મૂલ-૬૭૧ થી ૬૭૫ - [૬] નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ એમ ચાર ભેદે ગ્રામૈષણા જાણવી. તેમાં દ્રવ્યમાં મર્ચનું ટld, ભાવમાં પાંચ પ્રકારો છે. • [૬] - જેમ ઓદનને સાધવા માટે ઇંધણ છે, તેમ અને સાધવા માટે ચરિત અને કલ્પિત બે ટાંત જાણવા. * [૬૩ થી ૬૫] ત્રણ ગાથા વડે દ્રવ્ય ગામૈષણામાં મત્સ્યનું ષ્ટાંત છે, જેનો અર્થ વિવરણથી જાણવો. • વિવેચન-૬૭૧ થી ૬૭૫ - ગ્રામૈષણા ચાર ભેદે - નામગ્રામૈષણા, સ્થાપના પ્રારૌપણા, દ્રવ્ય વિષયક ગ્રામૈષણા, ભાવવિષયક ગ્રામૈષણા. તેમાં ગ્રહણૌષણાવતું બધું જ જાણવું. વિશેષ આ - તથ્યતિક્તિ ગ્રામૈષણામાં મત્સ્યનું દૃષ્ટાંત છે. ભાવ વિષયક ગ્રામૈષણા બે ભેદે - આગમચી, નોઆગમચી. નોઆગમમાં પણ બે ભેદો - પ્રશસ્ત અને અપશd. તેમાં સંયોજનાદિ દોષ રહિત હોય તે પ્રશસ્ત અને સંયોજનાદિ દોષયુક્ત હોય તે પ્રશસ્ત છે. અહીં વિવક્ષિત અર્થના પ્રતિપાદન માટે બે પ્રકારનું ઉદાહરણ જાણવું. તે આ પ્રમાણે – ચરિત અને કલ્પિત. પ્રસ્તુત અર્થના સાધવા માટે એક કલ્પિત ઉદાહરણ • કોઈ મચ્છીમાર મત્સ્યને પકડવા સરોવરે ગયો. કાંઠે માંસપેશીસહિતની એક ગલ સરોવરમાં નાંખી. ત્યાં પરિણત બુદ્ધિવાળો એક મહાદક્ષ નામે જુનો મચ્છ હતો. તે માંસની ગંધ સુધીને આવ્યો. યતનાપૂર્વક છેડે છેડે રહેલ બધું માંસ ખાઈને પુચ્છ વડે ગલને મારીને દૂર ચાલ્યો ગયો. મચ્છીમારે જોયું. પછી ફરી માંસપેશી સહિત ગલને

Loading...

Page Navigation
1 ... 94 95 96 97 98 99 100