________________
મૂલ-૬૯૩ થી ૬૯૬
છે – પાણીનો એક ભાગ અને ભોજનના બે ભાગ અવસ્થિત છે. બાકીના બબ્બે ભાગ વધે છે અથવા ઘટે છે. જેમકે શીતકાળમાં ભોજનના અને ઉષ્ણકાળમાં પાણીના બે ભાગ વધે. ” ગાચાર્થ કહેલ છે. વિશેષ આ - આહાર વિષયક પહેલો
અને બીજો ભાગ, પાણી વિષયક પાંચમો ભાગ, વાયુના સંચાર માટેનો છઠ્ઠો ભાગ તે ચારે અવસ્થિત છે. એટલે કદાપિ ન હોય તેમ નથી.
૧૭૯
• હવે સાંગાર અને સાધૂમ દ્વાર કહે છે –
• મૂલ-૬૯૭ થી ૭૦૨ :
ન
[૬૯] મૂછ[વાળો થઈને જે આહાર કરે તે સાંગાર હોય છે અને નિંદતો એવો તે આહાર કરે તે સધૂમ હોય છે. - [૬૮] - અંગારપણાને ન પામેલ અને સળગતું એવું જે કંધન તે સધૂમ છે અને તે જ બળી ગયેલ ઇંધણ ધૂમ થતાં તે અંગાર કહેવાય છે. [૬૯] • પ્રાસુકાહારનું ભોજન કરતો એવો પણ રામરૂપી અગ્નિ વડે અતિ પ્રદીપ્ત થયેલ મનુષ્ય ચરણરૂપી ઇંધનને તત્કાળ બળેલા અંગારની જેવું કરે છે. • [૭૦] - દીપતો એવા દ્વેષરૂપી અગ્નિ પણ જ્યાં સુધી આપીતિરૂપ ધૂમ વડે ઘૂમિત એવું ચાસ્ત્રિ અંગાર માત્ર જેવું ન થાય ત્યાં સુધી બાળે છે. - [૭૧] - રાગ વડે સાંગાર અને દ્વેષ વડે સધૂમ ભોજન જાણવું. આ રીતે ભોજનવિધિમાં ૪૬- દોષો થયા. - [૭૨] તપરવી - [સાધુ] સાંગાર અને સધૂમ આહારને કરે છે, તે પણ ધ્યાન અને અધ્યયન નિમિત્તે કરે આ પ્રતાનનો ઉપદેશ છે.
-
• વિવેચન-૬૯૭ થી ૭૦૨ -
ગાથાર્થ કહ્યો છે. વૃત્તિમાં કહેલ અન્ય વિશેષતા માત્ર નોંધીએ છીએ – સાંગાર દોષયુક્ત ભોજન - તે ભોજનમાં રહેલ વિશેષ ગંધ અને સના આસ્વાદન વશ મૂર્છા ઉત્પન્ન થઈ હોય તેવો તે ભોજનની પ્રશંસા કરતો આહાર કરે તે અને સધૂમ દોષવાળો આહાર - તેમાં રહેલા વિરૂપ રસ અને ગંધના આસ્વાદથી વ્યલિક
ચિત્તવાળો તે ભોજનની નિંદા કરતો વાપરે.
અંગાર દોષ બે ભેદે દ્રવ્યથી અને ભાવથી. દ્રવ્ય - અગ્નિથી બોલા લાકડા. ભાવ - રાગરૂપ અગ્નિથી બલેલ ચાસ્ત્રિરૂપી ઇંધન. ધૂમ પણ બે ભેદે - દ્રવ્યથી તે અર્ધ બળેલા કાષ્ઠનો ધૂમ, ભાવથી - દ્વેષરૂપી અગ્નિથી બળતા ચરણરૂપી ઇંધણનો જે નિંદારૂપ લુભાવ.
અંગાર અને ધૂમનું લક્ષણ ગાથામાં કહ્યું. વિશેષ એટલું જ કે – ચાસ્ત્રિરૂપી
ઇંધણ રાગરૂપ અગ્નિ વડે બળી જતાં અંગારરૂપ કહેવાય અને દ્વેષરૂપી અગ્નિ વડે બળતું ચાસ્ત્રિરૂપી ઇંધણ સધૂમ કહેવાય. તે જ વાત ગાથા-૬૯૬ અને ૭૦૦માં પણ કહેલ છે. તે ગાયાર્થ સ્પષ્ટ જ છે. તેના વડે સિદ્ધ થયું કે રાગ વડે ધમધમતાનું જે ભોજન તે સાંગાર જાણવું. કેમકે તેથી ચાસ્ત્રિરૂપી ઇંધણ સાંગાર થઈ જાય છે. દ્વેષ વડે ધમધમત્તાનું જે ભોજન તે સધૂમ જાણવું. કેમકે નિંદાત્મક કલુષપણારૂપ ધૂમ વડે
-
પિંડનિર્યુક્તિ-મૂલસૂત્ર સટીક અનુવાદ
મિશ્ર છે. આ રીતે કુલ ૪૬ દોષો કહ્યા. હવે સાધુના ઉદ્દેશીને કહે છે કે – તપસ્વી સાધુ આવા રાગદ્વેષને છોડીને આહાર કરે. તે પણ કારણ વિના ન કરે, પણ શુભધ્યાન અને અધ્યયન નિમિત્તે કરે. ॰ હવે કારણ દ્વાર –
૧૮૦
મૂલ-૭૦૩ થી ૭૦૬ :
[૭૩] છ કારણે સાધુ આહાર કરવા છતાં ધર્મ આચરે છે અને છ કારણે આહાર વિના નિર્વાહને પામતો પણ ધર્મને આચરે છે. - [૭૪] - છ કારણો :- વેદના શાંતિ માટે તૈયાવાર્થે, ઈપિથને માટે, સંયમા, પાણ ધારણાર્થે, ધર્મચિંતાર્થે આહાર કરે. - [૭૫] - સુધા સમાન વેદના નથી, તેને શમાવવા ભોજન કરે, ભુખ્યો તૈયાવચ્ચ ન કરી શકે માટે આહાર કરે. [૬] • ઈર્યા ન શોધી શકે, પેશ્નાદિ સંયમ ન કરી શકે, બળ હાનિ પામે, ગુણન અને અનુપેક્ષામાં અસમર્થ થાય છે.
• વિવેચન-૩૦૩ થી ૭૦૬:
ગાથાર્થ કહેલ જ છે, વૃત્તિમાં કિંચિત્ વિશેષ જે છે, તેનું જ કથન કરીએ છીએ – આહાર કરવાના છ કારણોનું કથન કરે છે – (૧) ક્ષુધા વેદનાનું ઉપશમન કરવા માટે, (૨) આચાર્યાદિનું વૈયાવચ્ચ કરવા માટે, (૩) ઈર્યાપથના સંશોધનને માટે, (૪) પ્રેક્ષા આદિ સંયમ નિમિત્તે, (૫) પ્રાણને ધારણ કરવા માટે, (૩) ધર્મ
ચિંતાની વૃદ્ધિને માટે. આ જ વાતને આગળ ગાથા ૭૦૫ અને ૭૦૬માં વિસ્તારે છે ઃક્ષુધા - ભુખ જેવી કોઈ વેદના નથી. કેમકે કહ્યું છે કે - ૪ - ૪ - ૪ - આહાર રહિત છે પ્રાણીને સર્વ દુઃખો સમીપપણાને આપે છે. તેથી ક્ષુધાવેદનાને શાંત કરવા માટે ભોજન કરવું જોઈએ. વળી ભુખ્યો વૈયાવચ્ચ ન કરી શકે કેમકે કહ્યું છે કે – આહાર રહિત પ્રાણીનું બળ ગળી જાય છે, ઉત્સાહ નાશ પામે છે, બધાં વ્યાપારો શિથીલ થાય છે, સત્ય નાશ પામે છે અને અરતિ વૃદ્ધિ પામે છે. તેથી વૈયાવચાર્યે ભોજન કરવું જોઈએ. ક્ષુધાઈ એવો પ્રેક્ષાદિ સંયમ પાળવા સમર્થ ન થાય. તેથી સંયમની વૃદ્ધિ માટે ભોજન કરવું તથા બળ-પ્રાણ, તે ભુખ્યાના હાનિ પામે છે અને ગ્રંથનું પરાવર્તન તથા ચિંતવન પણ ભૂખ્યાથી થતું નથી, તેથી આ છ કારણે તે લીધે ભોજન કરવું જોઈએ. આમાંના કોઈ એક કારણે પણ આહાર કરતો સાધુ ધર્મનું ઉલ્લંઘન કરતો નથી. • મૂલ-૭૦૨ થી ૭૧૦ :
[૩૩] અથવા સાધુ છ સ્થાન વડે આહાર ન કરે. પછી પાછલી વયમાં આત્માને અપાવીને આહારનો ત્યાગ કરે. - [s૦૮] અભોજનના આ છ કારણો છે – (૧) આતંકમાં, (૨) ઉપસર્ગ થાય તેને સહન કરવા તે, (૩) બ્રહ્મચર્યની ગુપ્તિમાં, (૪) પ્રાણીદયાને માટે, (૫) તપ માટે, (૬) શરીરત્યાગ માટે. [૭૦૯,૭૧૦] - આતંક એટલે જ્વર આદિ, રાજા અને સ્વજનાદિના ઉપસર્ગ. બ્રહ્મવતને પાળવા માટે, વર્ષા આદિ થાય ત્યારે પાણીદયા માટે, ઉપવાસથી છ માસી સુધીના તપને માટે, શરીરના વિચ્છેદન માટે આહાર ત્યાગ કરે,