Book Title: Agam 41B Pindniryukti Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 44
________________ મૂલ-૧૫૧ થી ૧૫૮ પોતાનું પણ કરે છે, તેથી તે આધાકર્મ આત્મકર્મ કહેવાય છે. આ રીતે અધઃકર્માદિ શબ્દો આધાકર્મને ઉલ્લંઘતા નથી, માટે બીજા ભંગમાં આવે છે. હવે જન્મ વાવ અવયવની વ્યાખ્યા કરે છે – ૬૯ - મૂલ-૧૫૯ : કોને માટે કરેલું આધાકર્મ કહેવાય ? નિયમા સાધર્મિકને માટે કર્યું હોય તે આધાકર્મ કહેવાય. તેથી સાધર્મિકની પ્રરૂપણા કરવી જોઈએ. • વિવેચન-૧૫૯ : ગાચાર્ય કહ્યો છે. હવે સાધર્મિકની પ્રરૂપણા કરે છે – • મૂલ-૧૬૦ થી ૧૬૩ : [૧૬૦] નામ, સ્થાપના, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, પ્રવચન, લિંગ, દર્શન, જ્ઞાન, ચાસ્ત્રિ, અભિગ્રહ અને ભાવ એ બાર પ્રકારે સાધર્મિક હોય છે. [૧૬૧ થી ૧૬૩ બારે શબ્દોની વ્યાખ્યા છે, જે વિવેચનમાં નોંધી જ છે. • વિવેચન-૧૬૦ થી ૧૬૩ : નામ સાધર્મિક, સ્થાપના સાધર્મિક, દ્રવ્ય સાધર્મિક ઈત્યાદિ બાર પ્રકારે સાધર્મિક ગાથાર્થ મુજબ કહેવા. તેની જ વ્યાખ્યા કરે છે – (૧) નામ સાધર્મિક - વિવક્ષિત સાધુનું જે નામ હોય તે જ નામ જ્યારે બીજા પણ સાધુનું હોય ત્યારે તે બંને નામ સાધર્મિક કહેવાય. (૨) સ્થાપના સાધર્મિક - કાષ્ઠ આદિની બનેલ પ્રતિમા હોય, તે બીજા જીવતા સાધુને માટે સ્થાપના સાધર્મિક થાય. જો કે આ સદ્ભાવ સ્થાપના છે, અક્ષ આદિને વિશે જે સાધુની સ્થાપના, તે અસદ્ભાવ સ્થાપના છે. (૩) દ્રવ્યપણાના વિષયવાળો સાધર્મિક - જે ભવ્ય સાધર્મિકપણાને યોગ્ય હોય. તથા જે સાધર્મિક સાધુનું શરીર સિદ્ધશિલાની નીચે વગેરે સ્થળે જીવરહિત હોય તે ભવ્ય શરીરરૂપ અને અતીત સાધર્મિકના શરીરરૂપ હોવાથી દ્રવ્યસાધર્મિક કહેવાય. (૪) ક્ષેત્ર વિષયક સાધર્મિક - સમાન દેશમાં ઉત્પન્ન થયેલા. (૫) કાળ સાધર્મિક - સમાન કાળે સાધુ થયેલા હોય તે. (૬) પ્રવચન સાધર્મિક - ચતુર્વિધ સંધમાંના કોઈપણ. (૭) લિંગ સાધર્મિક - રજોહરણ, મુખવસ્ત્રિકાદિ ઉપકરણથી સમાન. (૮) દર્શન સાધર્મિક - સમાન દર્શનવાળો. દર્શન ત્રણ ભેદે – જ્ઞાયિક, ક્ષાયોપશમિક અને ઔપશમિક. તેથી ક્ષાયિક દર્શન સાધર્મિક આદિ કહેવા. (૯) જ્ઞાન સાધર્મિક - સમાન જ્ઞાનવાળો સાધુ હોય તે. જ્ઞાન પાંચ પ્રકારે – મતિ, શ્રુત આદિ. તેથી મતિજ્ઞાન સાધર્મિક આદિ પાંચ ભેદ. (૧૦) ચારિત્ર સાધર્મિક - સમાન ચાસ્ત્રિવાળો સાધુ હોય તે. ચાસ્ત્રિ પાંચ ભેદે – સામાયિક, છંદોષસ્થાપનીય, પરિહારવિશુદ્ધિક, સૂક્ષ્મ સંપરાય, યથાખ્યાત. તેથી પિંડનિર્યુક્તિ-મૂલસૂત્ર સટીક અનુવાદ ચાસ્ત્રિ વડે સાધર્મિક આ પાંચ ભેદે ગણવા. મતાંતરથી ત્રણ ભેદે – જ્ઞાયિક ચાસ્ત્રિ, ક્ષાયોપશમિક ચાસ્ત્રિ, ઔપશમિક ચારિત્ર. આ ત્રણ વડે સાધર્મિક હોય, જેમકે ક્ષાયિક ચાસ્ત્રિ સાધર્મિક આદિ, (૧૧) દ્રવ્યાદિ વિષયક અભિગ્રહ – દ્રવ્યાભિગ્રહ, ક્ષેત્રાભિગ્રહ, કાલાભિગ્રહ, ભાવાભિગ્રહ. તે દ્વારા સાધર્મિકો, જેમકે દ્રવ્યાભિગ્રહ સાધર્મિક. (૧૨) ભાવના વડે સાધર્મિક - ભાવના બાર ભેદે – અનિત્ય, અશરણ, એકત્વ, અન્યત્વ, અશુચિત્વ, સંસાર, કમશ્રિવ, સંવર, નિર્જરા, લોકવિસ્તાર અને જિનપ્રણીતધર્મ. તેથી અનિત્યભાવના સાધર્મિકાદિ બાર ભેદ. 90 હવે તે-તે સાધર્મિકોને આશ્રીને કલ્પ્ય અને અકલ્પ્ય વિધિ – - મૂલ-૧૬૪ થી ૧૮૧ : [૧૯૪] ગૃહી કે અગૃહસ્થ જેટલા દેવદત્ત હોય તેમને હું દાન આપ્યું, એમ કોઈ સંકલ્પ કરે તો દેવદત્ત સાધુને ન કહ્યું. ગૃહી દેવદત્તનો સંકલ્પ હોય તો દેવદત્ત સાધુને કલ્પે. [૧૬૫] એ જ પ્રમાણે મિશ્ર અને અમિશ્ર એવા પાખંડીમાં વિકલ્પ જાણવો. તે જ પ્રમાણે શ્રમણોને વિશે વિકલ્પ કરવો પરંતુ અસશ નામવાળા પણ સંયતોને તો ન જ કરે. [૧૬૬] નિશ્રા કે અનિશ્રા વડે જે કર્યું તે સ્થાપના સાધર્મિકના વિષયમાં વિભાષા. દ્રવ્ય સાધર્મિકમાં મૃત શરીરને માટે કરેલ ભોજન જો નિશ્રા વડે કર્યું હોય તો ન કો, અનિશ્રામાં પણ લોકનિંદાથી વવું. [૧૬૭] જેમ નામ સાધર્મિકમાં પાખંડી, શ્રમણ, ગૃહી, અગૃહી, નિગ્રન્થની વિભાષા કહી, તેમ જ ક્ષેત્ર અને કાળમાં જાણવું. [પ્રવચન આદિ બાકીના સાત પદોમાં ચતુર્ભગી કહી છે, તે આ પ્રમાણે –] - [૧૬૮] - દશમી પ્રતિમાધારી શિખાવાળા શ્રાવકો પ્રવાનથી સાધર્મિક પણ લિંગ વડે નહીં, સર્વે નિવો લિંગ વડે સાધર્મિક પણ પ્રવચનથી નહીં. [૬૯] - વિસĒશ સમક્તિયુક્ત પ્રવચનથી સાધર્મિક પણ દર્શથી નહીં. તીર્થંકર, પ્રત્યેકબુદ્ધ દર્શન સાધર્મિક, પ્રવચનથી નહીં. - [૧૭૦] - એ જ પ્રમાણે પ્રવચનની સાથે જ્ઞાન અને યાત્રિ પણ જાણવા. પ્રવચનથી સાધર્મિક હોય, અભિગ્રહથી ન હોય તે શ્રાવક અને સાધુ છે. - [૭૧] - અભિગ્રહથી સાધર્મિક પણ પ્રવચનથી નહીં તે નિહવ, તીર્થંકર, પ્રત્યેકબુદ્ધ. એમ જ પ્રવચન અને ભાવનાની ચૌભંગી જાણવી. હવે બાકીની કહું છું. - [૧૭] - એમ જ લિંગ આદિ પદને વિશે પણ એક એક પદ વડે કરીને પછીના પદો લઈ જવા. સશ ભંગો છોડીને બાકીના ભંગો આ પ્રમાણે જાણવા. - [૧૭૩] - લિંગથી સાધર્મિક, દર્શનથી નહીં. તે જુદા જુદા દર્શનવાળા સાધુ અને નિહવ જાણવા. બીજા ભંગમાં પ્રત્યેકબુદ્ધો અને તીર્થંકરો જાણવા. - [૧૭૪] - લિંગ વડે સાધર્મિક, અભિગ્રહ વડે નહીં, તે અભિગ્રહ રહિત કે સહિત

Loading...

Page Navigation
1 ... 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100