Book Title: Agam 41B Pindniryukti Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 54
________________ મૂલ-૨૩૪ થી ૨૩૭ ૮૯ • વિવેચન-૨૩૪ થી ૨૩૭: ચંદ્રાનના નગરી, ચંદ્રાવતંસક રાજા, ત્રિલોકરેખાદિ રાણીઓ હતી. રાજાને પૂર્વમાં સૂર્યોદય અને પશ્ચિમમાં ચંદ્રોદય ઉધાન હતું. વસંતઋતુ આવી. અંતઃપુર સાથે સ્વૈર વિહાર કરવાની ઈચ્છાથી ઘોષણા કરાવી કે કોઈએ સૂર્યોદય ઉધાનમાં ન જવું. સિપાઈઓને પણ સૂર્યોદય ઉધાનના રક્ષણાર્થે આજ્ઞા કરી કે – કોઈને પ્રવેશવા ન દેવા. રાત્રે રાજાને વિચાર આવ્યો કે ઘાસ-ચારાદિ માટે જતાં લોકોને પૂર્વમાં જતાં સવારે સૂર્ય સામે આવશે, પાછા ફરતા પશ્ચિમમાં પણ સૂર્ય સામે આવશે તે તેમને દુઃખદાયી થશે, માટે હું ચંદ્રોદય ઉધાનમાં જઉં. રાજાએ તેમ જ કર્યું. ઘોષણા સાંભળી કેટલાંક દુર્જનોને થયું કે – આપણે રાજાની રાણીને ક્યારેય જોઈ નથી, રાણી સ્વૈર વિહાર કરવાની છે, તો ગુપ્ત રીતે તેમને જોવા જઈએ. તેઓ ઘેઘુર વૃક્ષની શાખામાં છાઈ ગયા. પણ ઉધાન પાલકોએ તેમને પકડી લીધા. મારીબાંધીને લઈ ગયા. જે તૃણ-કાષ્ઠાદિ લાવનારા હતા તેઓ અજાણતા જ ચંદ્રોદય ઉધાનમાં પ્રવેશી ગયા. સ્વેચ્છા પૂર્વક ક્રીડા કરતી રાણીઓને જ જોઈ. તેમને પણ રાજપુરુષોએ બાંધી દીધા. રાજાએ બંને પ્રકારના પુરુષો જોયા. સર્વ વૃત્તાંત જાણી, જેમણે આજ્ઞા ભંગ કરેલો, તેમને મારી નાંખ્યા. ભસવૃત્તિથી ચંદ્રોદય ઉધાનમાં પ્રવેશી ગયેલાને છોડી મૂક્યા. હવે દાાંન્તિક યોજના કરે છે – • મૂલ-૨૩૮ નું વિવેચન : જેમ તે દુર્જનો રાણીને જોવાની ઈચ્છાવાળા છતાં ઈચ્છા પૂર્ણ થયા વિના જ આજ્ઞા ભંગથી રાજાએ મારી નાંખ્યા અને તૃણકાષ્ઠાદિ માટે જનારે અંતઃપુરને જોવા છતાં તે મુક્ત થયા. તેમ આધાકર્મમાં પણ અધ્યવસાયવાળા શુદ્ધ ભોજન કરવા છતાં, આજ્ઞાભંગ કરનાર હોવાથી સાધુ વેષ વિડંબક માફ્ક કર્મ બંધાય છે. શુદ્ધાકાર સાધુ પ્રિયંકર ક્ષપકની માફક આજ્ઞા આરાધક હોવાથી કર્મ બાંધતા નથી. • મૂલ-૨૩૯ : જે સાધુ આધાકર્મ ખાય છે અને તે સ્થાનને પ્રતિક્રમતો નથી. તે મુંડીયો, બોડો, વિલુંચિત કપોતપક્ષીની જેમ વૃથા અટન કરે છે. • વિવેચન-૨૩૯ : આધાકર્મ ભોગવી, તે સ્થાનથી પ્રાયશ્ચિત લઈને પાછો ફરતો નથી, તે સાધુ મુંડીયો છે, જિનાજ્ઞા ભંગથી તેનું લોચાદિ કર્મ નિષ્ફળ છે. તેથી બોડો જ છે તે જગમાં નિષ્ફળ પરિભ્રમણ કરે છે. જેમ પોતના પીંછાનું લંચન અને અટન ધર્મને માટે થતાં નથી. તેમ આધાકર્મ ભોજીનું અટનાદિ ધર્મ માટે નથી. લુંચન - છુટા છવાયા પીંછા ખેંચવા તે, વિલુંચન-મૂળમાંથી ખેંચી ગયેલા. હવે આધાકર્મની સમાપ્તિ, ઔદ્દેશિકની વ્યાખ્યા – પિંડનિયુક્તિ-મૂલસૂત્ર સટીક અનુવાદ • મૂલ-૨૪૦,૨૪૧ : આધાકર્મ દ્વાર કહ્યું. હવે પહેલાં જે ઔદ્દેશિક દ્વારનો સમુદ્દેશ કર્યો છે, તેને હું સંક્ષેપથી કહીશ. તે ઔશિક બે પ્રકારે છે – ઓઘ અને વિભાગ તેમાં ઓઘ પછી કહીશ, વિભાગ બાર ભેદે છે, તે આ - ઉદ્દિષ્ટ, ધૃત અને કર્મ. આ પ્રત્યેકના ચાર-ચાર ભેદ છે. ૯૦ • વિવેચન-૨૪૦,૨૪૧ - ગાથાર્થ કહ્યો, વિશેષ આ પ્રમાણે :- ોધ - સામાન્ય, વિભાળ - જુદું કરવું તે. ોષ - “જગતમાં ન આપેલું કંઈ પમાતું નથી, તેથી અમે થોડી પણ ભિક્ષા આપીએ' - એવી બુદ્ધિથી થોડાં અધિક તંદુલાદિ બનાવે તે ઓઘ ઔદ્દેશિક. તેમાં પોતાનો કે પરનો વિભાગ નથી. વિમળ - વિવાહાદિ કાર્યને વિશે વધેલ હોય તે જુદું કરીને દાન માટે કોલ હોય તેને વિભાગ-ઔદ્દેશિક કહે છે. કેમકે તે જુદું કરાયેલ છે. પ ની વ્યાખ્યા પછી કરશું. વિભાગ - બાર ભેદે છે. તેમાં પહેલા ત્રણ ભેદ – ઉદ્દિષ્ટ, કૃત અને કર્મ. પોતા માટે તૈયાર કરી ભિક્ષુને દેવા જુદુ પાડે તે - ઉદ્દિષ્ટ. ઉદ્ધરેલ ઓદનાદિને કરંબાદિરૂપે કરાય તે - કૃત. ઉદ્ધરેલ, લાડુના ચૂર્ણાદિ કરેલને ભિક્ષુકોને દેવા માટે ફરી પાક આપીને મોદકાદિ રૂપે કરેલ હોય તે - કર્મ. આ ત્રણેના પ્રત્યેકના ચાર-ચાર ભેદ, તેથી ૩ ૪ ૪ = ૧૨ ભેદ થાય. હવે ઓઘ ઔદ્દેશિકનો સંભવ છે, તે પહેલાં કહે છે – • મૂલ-૨૪૨ થી ૨૪૫ : [૨૪] અમે દુકાળમાં કષ્ટ વડે જીવ્યા, હવે હંમેશાં કેટલીક ભિક્ષા આપીએ. કેમકે એવું કંઈ નથી કે – ગત ભવે ન દીધેલ આ ભવે ભોગવાય અને આ ભલે ન કરેલ આવતા ભવે ભોગવાય. [૨૪૩] તે સ્ત્રી રંધાતા ભોજનમાં પાખંડી કે ગૃહસ્થને ભિક્ષા માટે સામાન્ય રીતે વધારે તંદુલ નાંખે છે. [૨૪૪] છડાસ્થ સાધુ ઓઘ શિકને કેમ જાણે ? એમ પ્રેરણા કરતા ગુરુ કહે છે ગૃહસ્થની શબ્દાદિ ચેષ્ટામાં ઉપયુક્ત સાધુ જાણી શકે. [૪૫] તે પાંચે ભિક્ષા આપી દીધી છે અથવા રેખાને કરે કે ગણતા-ગણતા આપે અથવા આમાંથી આપ - કે આમાંથી ન આપ કે આટલી ભિક્ષા જુદી કર એવું બોલે. • વિવેચન-૨૪૨ થી ૨૪૫ : [૨૪૨] દુકાળ ગયા પછી કેટલાંક ગૃહસ્થો વિચારે છે કે – અમે દુકાળમાં મહા કટે જીવ્યા. ઈત્યાદિ - x - x - પરલોકના સુખને માટે કેટલીક ભિક્ષા આપીને શુભ કર્મ ઉપાર્જન કરીએ. આ પ્રમાણે ઓઘથી ઔદ્દેશિક સંભવે છે. [૨૪૩] ઓઘ ઔદ્દેશિકનું સ્વરૂપ - ગૃહનાયિકા સ્ત્રી રાંધતા પૂર્વે પાખંડી કે ગૃહસ્થ જે કોઈ આવશે તેને ભિક્ષાર્થે આટલું કે આટલું પોતા માટે એમ વિભાગ કર્યા વિના અધિકતર તંદુલાદિ રાંધવા મૂકે તે.

Loading...

Page Navigation
1 ... 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100