Book Title: Agam 41B Pindniryukti Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 65
________________ મૂલ-૩૪૮ થી ૩૫૦ ૧૧૧ ૧૧૨ પિંડનિયુક્તિ-મૂલસૂત્ર સટીક અનુવાદ હોય, વૈયાવચ્ચાદિમાં સમ્યફ ન પ્રવર્તતો હોય, આળસુ હોય તેમની પાસે વસ્ત્રાદિ દાનના પ્રલોભનથી વૈયાવાદિ કરાવવા. તેમાં પણ આપનાર સાધુ પહેલાં ગુરુને આપે પછી કલહ ન થાય તે રીતે ગુરુ તેને આપે. પ્રાનિત્ય દ્વાર કહ્યું. હવે પરાવર્તિત દ્વાર કહે છે – • મૂલ-૩૫૧ થી ૩૫૪ : [૫૧] પરિવર્તિત પણ સંક્ષેપથી લૌકિક, લોકોત્તર બે ભેદે છે, તે બંને પણ તદ્રવ્ય અને અન્યદ્રવ્યને વિશે એમ બન્ને પ્રકારે છે. [૩૫ર થી ૩૫૪] લૌક્કિ પરિવર્તિતનું દૃષ્ટાંત છે, વિવેચનમાં જેવું. • વિવેચન-૩૫૧ થી ૩૫૪ - (૧) તદ્રવ્ય વિષયક પરિસ્વર્તિત - કોહેલું ઘી આપીને સાધુના નિમિતે સુગંધી ઘી ગ્રહણ કરવું ઈત્યાદિ. (૨) અન્ય દ્રવ્ય વિષયક પરિવર્તિત - કોદરાના કુરિયા આપીને સાધુ નિમિતે શાસિ ઓદન ગ્રહણ કરવા. આ લૌકિક પરિવર્તિત કહ્યું તેનું દૃષ્ટાંત હવેની ત્રણ ગાવાની વૃત્તિમાં કહ્યું છે. તે આ – વસંતપુર નગરમાં નિલય નામે શેઠ હતો. સુદર્શના તેની પત્ની હતી. તેને હોમકર અને દેવદત્ત બે પુત્રો, લક્ષ્મી નામે પુત્રી હતા. ત્યાં જ તિલકશેઠ, સુંદરી તેની પત્ની, ધનદત્તપુર, બંધુમતી નામે પુત્રી રહેતા હતા. ક્ષેમકર સમિતસૂરિ પાસે દીક્ષા લીધી, દેવદત્ત બંધમતીને અને ધનદત્ત લક્ષ્મીને પરાયો. કવિશાતુ ધનદd ગરીબ થઈ ગયો. તે પ્રાયઃ કોદરાના કુરિયા ખાતો હતો. દેવદત્ત ધનવાનું હોવાથી શાલિદન ખાતો હતો. ક્ષેમંકર મુનિ વિચરતા ત્યાં આવ્યા. તેને થયું કે મારા ભાઈ દેવદત્તને ત્યાં જઈશ, તો બહેનને દુઃખ થશે કે હું ગરીબ છું માટે મારે ત્યાં ન ઉતર્યા. અનુકંપાથી તેણીના ઘેર પ્રવેશ્યા. ભિક્ષાવેળાએ લક્ષ્મીને થયું કે- એક તો આ મારો ભાઈ છે, વળી તે સાધુ છે અને પરોણો પણ છે. તેથી બંધુમતી પાસે જઈ કોદા આપી શાલિ લાવી. એટલામાં દેવદત્ત જમવા આવ્યો. બંધમતીને પૂછ્યું - કેમ આપે કોદરા ખાવાના છે ? તેને થયું કે મારી પત્ની કૃપણતાને લીધે આમ કરે છે. તે બંધુમતીને મારવા દોડ્યો ત્યારે બંધુમતી બોલી કે- તમારી જ બહેન આ પરાવર્તન કરી ગઈ છે. ધનદ ઘેર આવ્યો જે શાલિ સાધુને વહોરાવતા વધ્યો તે લક્ષ્મીએ તેને આપ્યો. ત્યારે તેણે પણ લમીને ધમકાવી કે- શા માટે બીજાના ઘેરથી લાવી, તેણે પણ મારી. લોકપરંપરાએ સાધુએ આ વાત જાણી. આમ કલહ દોષ થયો. તેથી સાધુને તે ન કો. બધાં ધર્મ સાંભળી, સંવેગ પામ્યા અને બધાંએ દીક્ષા લીધી. અહીં પણ કોઈ પરિવર્તન દોષને દીક્ષાનું કારણ માને, તો તેને પૂર્વના પામિય દોષ મુજબ કહેવું. પણ આ દોષ આયરણીય નથી. લોકોત્તર પરાવર્તનમાં એક સાધુ, બીજા સાધુ સાથે જે વસ્ત્રાદિનું પરાવર્તન કરે છે, તેમાં થતાં દોષોને કહે છે – • મૂલ-૩૫૫,૩૫૬ : આ વસ્ત્ર જૂન છે, અધિક છે, દુબળ છે, ખર છે, ગુર છે, છેદાયેલું છે, મલિન છે, શીતને સહન ન કરે તેવું છે, દુવર્ણ છે. એમ જણીને કે બીજના કહેવાથી વિપરિણામને પામે છે. -૦- લોકોત્તરને વિશે આપવાદ કહે છે - એકનું વસ્ત્ર માનયુક્ત હોય, બીજાનું ન હોય. આવા કાર્યો ઉત્પન્ન થતાં વરુ. ગરની પાસે સ્થાપવું. તેઓ આપે. અન્યથા કલહ થાય છે. • વિવેચન-૩૫૫,૩૫૬ : વસ્ત્રના પરિવર્તનમાં - આ વસ્ત્ર જૂન છે, મારું વસ્યા તો પ્રમાણયુક્ત હતું. ઈત્યાદિ કલહ થાય. દુર્બળ-જીર્ણપ્રાયઃ, ખરકઠણ સ્પર્શવાળું. ગુરુ-જાડા સુતરનું બનેલું, છિન્ન-છેડા વિનાનું દુર્વર્ણ-ખરાબ રંગવાળું. આ જાણીને પોતે વિપરિણામ પામે કે હું ઠગાયો. અથવા બીજા કોઈ કુટિલ સાધુ તેને વિપરિણામિત કરે. લોકોતરમાં જ અપવાદ કહે છે - પરાવર્તનમાં આવો કલહ સંભવે છે, તેથી વસ્ત્રાદિને ગુરુ પાસે સ્થાપવા, ગુરુને બધો વૃતાંત કહેવો અને ગુરુ જ તે વા જેને આપવું હોય તેને આપે જેથી કલહ ન થાય. પસ્વિર્તિત દ્વાર કહ્યું. હવે અભ્યાહત દ્વાર કહે છે - • મૂલ-૩૫૩ થી ૩૬૦ : [39] ભોજન-પાનાદિ સામેથી લાવીને આપવું તે અભ્યતા તે બે ભેદે - આચીણ અને અનાચીણ. અનાચીર્ણ અભ્યાહત પણ બે ભેદ છે - નિશીથ અભ્યાહત, નોનિશીથ ગ્રાહત. તેમાં હાલ નોનિશીથ અભ્યાહત કહે છે - [૩૫૮) તે સ્વગ્રામ અને પરગ્રામના વિષયથી બે ભેદ છે. તેમાં પક્ઝામ વિષયક પણ સ્વદેશ અને પરદેશ સંબંધી એમ બે પ્રકારે છે. તે પ્રત્યેકના કાળે ભેદો છે - જળમાર્ગ અને સ્થળમાર્ગ. જળમાર્ગમાં નૌકા અને હોડકું બે ભેદ છે. સ્થળમાણમાં જંધા વડે, ગાડાં વડે એમ બે ભેદ છે. ૩િ૫૯] જળમાણમાં જંઘા, બાહુ, તરિકા વડે અભ્યાહત સંભવે છે, તથા સ્થળમાર્ગમાં કંધ, આરનિબદ્ધ-ગાડા, ખુરનિબદ્ધ-બળદ વડે સંભવે છે. તેમ થવાથી સંયમ અને આત્મ વિરાધના થાય છે. સંયમમાં અકાયાદિની વિરાધના થાય છે. જળમાં અતિ ઉંડુ હોવાથી ગ્રાહ, પંક, મગર, કચ્છપ થકી અપાયવિનાશ થાય છે, સ્થળમાં કાંટા, સર્ષ, ચોર, શિકારી પશુ થકી અપાયરૂપ આ દોષો થાય છે. • વિવેચન-૩૫૩ થી ૩૬૦ :ગાથાર્થ કહ્યો. વૃત્તિગત વિશેષ કથન સાર આ પ્રમાણે છે - [૩૫] નિર્ણય - મધ્યરાત્રિ, તે સમયે આણેલું તે ગુપ્ત હોય છે. એ પ્રમાણે સાધુને પણ અજાણ્યું અભ્યાહત તે નિશીય અભ્યાહત કહેવાય. તેનાથી વિપરીત હોય તે નોતિશીય અભ્યાહત કહેવાય. જેમાં સાધુ આ અભ્યાહત છે, તેમ જાણે છે. [૫૮] નોનિશીથ અભ્યાહતના બે ભેદોમાં - (૧) સ્વગ્રામ - જે ગામમાં સાધુ રહેલા

Loading...

Page Navigation
1 ... 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100