Book Title: Agam 41B Pindniryukti Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 45
________________ મૂલ-૧૬૪ થી ૧૮૧ કરે સાધુ, શ્રાવક જાણવા. બીજ ભંગમાં પ્રત્યેકબુદ્ધ અને તીર્થકરો જાણવા. - [૧૫] - એ પ્રમાણે લિંગની સાથે ભાવના કહેવા. - [૧૫] - દર્શન અને જ્ઞાનમાં પહેલા ભંગમાં ભિન્ન જ્ઞાનવાળા સાધુ અને શ્રાવક જાણવા, એ જ પ્રમાણે બીજો ભંગ જાણવો. • [૧૬] • દર્શન અને ચાસ્ત્રિમાં પહેલો ભંગ-શ્રાવક અને સાધુ, બીજો ભંગ અસમાન દર્શનવાળા યતિઓ. હવે દર્શન અને અભિગ્રહ વિશે ઉદાહરણને હું કહીશ. • [૧૭] - વિવિધ અભિગ્રહવાળા શ્રાવક અને યતિ એ પહેલો ભંગ, બીજ પણ તે જ છે.. -o- એ જ પ્રમાણે ભાવના ભાવવી –૦- એ જ પ્રમાણે જ્ઞાનની સાથે પણ ચૌભંગી જાણવી. હવે હું ચાસ્ત્રિને કહીશ. - [૧૭૮] વિભિન્ન અભિગ્રહવાળા યતિઓ તે પહેલો ભંગ, નિલવ શ્રાવક તથા યતિએ બીજે ભંગ. ૦- એ જ રીતે ભાવના વિશે પણ જાણવું. હવે છેલ્લા બે ભંગની ચૌભંગી કહીશ. • [૧૭] પહેલાં અને બીજ ભંગને વિશે યતિ, શ્રાવક અને નિલવ હોય. સામાન્ય કેવલી માટે અને તીથકને માટે કરેલું અનુક્રમે ન કહ્યું અને કહ્યું. - [૧૮] - પ્રત્યેકબુદ્ધ, નિલવ, શ્રાવક, કેવલી, સામાન્ય સાધુને આશ્રીને અને ક્ષાયિક ભાવને આશીને ભંગોને જોડવા. - [૧૮૧] • પ્રવચન અને લિંગના વિષયમાં જેને વિશે ત્રીજો ભંગ છે, તેને ન કશે. બાકીના ત્રણ ભંગોમાં ભજના જાણવી. તીર્થકર કેવલીને માટે કરેલ કલ્ય, શૈષ સાધુ માટે ન કહ્યું. - વિવેચન-૧૬૪ થી ૧૮૧ - [૧૬૪] કોઈ માણસ પોતાના પિતાના નિમિત્તે તેના નામની પ્રીતિને લીધે તેવા નામવાળાને દાન દેવા માટે સંકલ્પ કરે કે – દેવદત નામે ગૃહી કે અસ્પૃહીને મારે ભોજનાદિ રાંધીને આપવા. તો તે દેવદત્ત સાધુને ન કો પણ જો દેવદત્ત નામક ગૃહસ્યને દાન દેવાનો સંકલ્પ કરે તો તેમને યોગ્ય ભોજનાદિ સાધુને કલો. કેમકે ત્યાં સાધુનો સંકલ્પ નથી. [૧૬૫] પાખંડીને આશ્રીને મિશ્ર અને અમિશ્રમાં પૂર્વોક્ત પ્રકારે વિકલ્પ કરવો. અહીં સામાન્ય સંકલ્પવાળા મિશ્ર કહેવાય. પણ નક્કી કરેલ સંકલ વિષયવાળા અમિશ્ર કહેવાય. જેમકે સરજક પાખંડી, દેવદત્ત નામે બૌદ્ધ. પણ દેવદત્ત અને પાખંડી એવા મિશ્ર સંકલામાં દેવદત્ત સાધુને ન કશે પણ જો સંકલ્પ અમિશ્ર હોય, જેમકે - દેવદત્ત નામે સરજક પાખંડી, તો દેવદત્ત સાધુને કલો. મિશ્ર અને અમિશ્ર પાખંડી માફક શ્રમણમાં પણ વિકલ્પ કરવો. કેમકે શાક્યાદિ પણ શ્રમણ કહેવાય. દેવદત્ત નામે શ્રમણને આપવાના સંકલામાં દેવદત્ત સાધુને ન કહ્યું કેમકે મિશ્ર સંકલ છે. સાધુ સિવાયના સર્વે દેવદત્ત શ્રમણો કહ્યા હોય તો આપીશ, એમ અમિશ્ર સંકલ્પ હોય તો દેવદત્ત સાધુને કલો. પરંતુ સંયત નિર્ગુન્થોમાં તો બીજા નામવાળાને આશ્રીને સંકલ કરતા દેવદત્તાદિ નામવાળા સાધુને ન કહો. કેમકે ભગવંતની તેવી આજ્ઞા છે. પરંતુ તીર્થકર અને પ્રત્યેકબુદ્ધના સંકલ્પ વડે કર્યું હોય તો તે દેવદત્તાદિ સાધુને પિંડનિયુક્તિ-મૂલસૂત્ર સટીક અનુવાદ કલો. કેમકે તીર્થકાદિનું સંઘાતીતપણું છે. સંઘમાં વર્તતા સાધુ સાથે તેમનું સાધર્મિકપણું નથી. [૧૬૬) કોઈ ગૃહસ્થ પ્રવજયા લીધેલા પિતાદિના સ્નેહથી તેની મૂર્તિ કરાવીને તેની પાસે ઘરસ્વા નિશ્રાથી કે અનિશ્રાચી બલિ નીપજાવે. નિશ્રાકૃવું - જોહરણાદિ વેશધારી મારા પિતા જેવા સાધુ છે, તેમને હું દાન આપીશ, એમ સંકલ્પથી બલિ નીપજાવે. અનિશ્રાકૃત - કોઈનો સંકલ કર્યા વિના જ ધરવા માટે બલિ નીપજાવે. તેમાં નિશ્રાકૃત હોય તો સાધુને ન કહ્યું, અનિશ્રાકૃત હોય તો કલો. જો કે તેમાં પ્રવૃત્તિ દોષ આવે. દ્રવ્ય સાધર્મિકના વિષયમાં તત્કાળ મૃત સાધુનું શરીર, તેની પાસે ઘરવા જે અશનાદિ તેના પુત્રાદિ કર્યા તે મૃતતનુભક્ત કહેવાય. તેમાં પણ પૂર્વવત્ નિશ્રાકૃતુ અને અનિશ્રાકૃ બે ભેદ છે. તેમાં નિશ્રાકૃત્ તો ન જ કશે. અનિશ્રાકૃત્ કશે ખરું, પણ તે ગ્રહણ કરવાથી લોકમાં નિંદા પ્રવર્તે છે – “અહો ! આ ભિક્ષુક તો મૃતદનુભકત પણ તજતા નથી. તેથી સાધુ તેનો પણ ત્યાગ કરે. હવે અને કાલ સાધર્મિક, [૧૬] નામ સાધર્મિકની માફક જ પાખંડી આદિની વિભાષા કરવી. તેમાં ક્ષેત્ર એટલે સૌરાષ્ટ્ર આદિ દેશ, કાલ એટલે દિવસ, પોરસ આદિ. ક્ષેત્ર • સૌરાષ્ટ્રમાં ઉત્પન્ન પાખંડીને મારે આપવું, તો સૌરાષ્ટ્રના સાધુને ન કશે. બીજે ઉત્પન્ન હોય તો કો ઈત્યાદિ બધું નામ સાધર્મિક માફક જ કહેવું. વૃિત્તિમાં વિસ્તાર છે, અમે પુનરુક્તિ છોડી દીધેલ છે.] કાલ સાધર્મિકને આશ્રીને પણ ભાવના કરવી – “વિવક્ષિત દિને ઉત્પન્ન થયેલ પાખંડીને મારે દાન આપવું છે” એમ સંકલ્પ કરે ત્યારે તે જ દિવસે ઉત્પન્ન સાધુને પણ ન કરે. ઈત્યાદિ બધું પૂર્વવતુ. પ્રવચન, લિંગ, દર્શન, જ્ઞાન, ચાસ્ત્રિ, અભિગ્રહ, ભાવના આ સાત પદમાં દ્વિકસંયોગી ર૧-ભંગો થાય છે. તે આ રીતે – (૧) પ્રવચન અને લિંગ, (૨) દર્શન સાથે, (3) જ્ઞાન સાથે એ પ્રમાણે (૪) ભાવના સાથે. એ રીતે લિંગના દર્શનાદિ સાથે પાંચ મંગો. દર્શનના જ્ઞાનાદિ સાથે ચાર મંગો. જ્ઞાનના ચામિાદિ સાથે ત્રણ મંગો. ચારિત્રના અભિગ્રહાદિ સાથે બે ભંગો અને અભિગ્રહનો ભાવના સાથે એક ભંગ એમ કુલ-૨૧. આ પ્રત્યેકમાં એકૈક ચતુર્ભગી. જેમકે - પ્રવચનથી સાઘર્મિક, લિંગથી નહીં. લિંગથી સાધર્મિક પણ પ્રવચનથી નહીં. બંનેથી સાઘર્મિક. બંનેથી સાઘર્મિક નહીં. |[૧૬૮] ૧- પ્રવચનથી સાઘર્મિક, લિંગથી નહીં. અવિરત સમકિતીથી શ્રાવકની દશમી પ્રતિમાને પ્રાપ્ત શ્રાવકો પહેલાં ભંગમાં આવે. શિશુ - કેશ સહિત. તેઓ પ્રવચનથી સાધર્મિક છે પણ લિંગથી નથી. ૧૧-મી પ્રતિમા વાળા કેશ રહિત હોય. તેથી લિંગથી સાધર્મિક હોવાથી તેને વર્જેલ છે. -- લિંગથી સાધર્મિક, પ્રવચનથી નહીં - તે નિહવો. તેઓ પ્રવચન બાહ્ય હોવાથી પ્રવચનથી સાધર્મિકપણું નથી, પણ

Loading...

Page Navigation
1 ... 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100