Book Title: Agam 41B Pindniryukti Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 49
________________ મૂલ-૧૯૦ આ રીતે નિશ્ચે આધાકર્મ પાનકનો સંભવ દેખાય, ત્યાં ત્યાગ કરવો. —– હવે ખાદિમ અને સ્વાદિમ આધાકર્મ – E • મૂલ-૧૯૧ - કાકડી, કેરી, દાડમ, દ્રાક્ષ, બીજોરુ આદિ ખાદિમને વિશે તથા ત્રિકટુ આદિ સ્વાદિમને વિશે અધિકરણ-પપનું કરવું થાય છે. • વિવેચન-૧૯૧ : જો કોઈ ખાદિમ માટે કાકડી આદિ વાવે, સ્વાદિમ માટે સુંઠ, પીપર આદિ વાવે, તો અશન, પાનની જેમ અધિકરણ-પાપક્રિયા થાય છે. - મૂલ-૧૯૨ : અશનાદિ ચારેમાં જે આમ કર્યુ હોય તેને સાધુને ગ્રહણ કરવા લાયક કરવું તે નિષ્ઠિત જાણવું, જે પકાવવા આરંભેલ હોય તે કૃત જાણવું. • વિવેચન-૧૯૨ : મ - અપરિણત, અચિત્ત ન થયેલ. તેને પ્રાસુક-સચિત્ત કરવું તે. નિષ્ઠિત જાણવું. અચિત કરવાને આરંભેલ તે કૃત્ જાણવું. • મૂલ-૧૯૩ - ત્રણ વખત અત્યંત ખાંડવું જેવું થાય તે કંડિત ચોખા નિષ્ઠિત કહેવાય. એક-બે વાર ખાંડ્યા હોય તે કૃત કહેવાય. નિષ્ઠિત અને કૃત એવો જે દૂર તે બમણું આધાકર્મ કહેવાય છે. • વિવેચન-૧૯૩ : તંદુલ, પહેલાં સાધુને માટે વાવ્યા, પછી સાળ રૂપ થયા. પછી તેને ખાંડ્યા. કેવા પ્રકારે ? ત્રિગુણ - ત્રણવાર. આવા તંદુલ નિષ્ઠિત કહેવાય. પણ વાવવાથી આરંભીને એક કે બે વાર ખાંડેલા તે કૃત કહેવાય. અથવા સાધુ માટે વાવ્યા ન હોય પણ ત્રણ વાર ખાંડ્યા હોય તો પણ નિષ્ઠિત કહેવાય. વૃદ્ધ સંપ્રદાય એવો છે કે – બે વાર સુધી સાધુ માટે ખાંડે, પણ ત્રીજીવાર પોતા માટે ખાંડી, પોતા માટે રાંધે તો તે સાધુને કલ્પે છે. બીજા મતે તેવા ઓદન પોતા માટે રાંધી એક જણ બીજાને આપે, તે અન્યને આપે, એમ હજાર સ્થાન સુધી જાય તો તે સાધુને કલ્પે. તે પહેલાં ન કલ્પે. બીજા મતે તો તે પણ ન કલ્પે. વળી જો બે વાર કે ત્રણ વાર પોતાના માટે ખાંડીને રાંધે સાધુને માટે તો તે ન કો. જો એક કે બે વાર સાધુ કે પોતા માટે ખાંડે, ત્રીજીવાર સાધુ માટે જ ખાંડે અને તેના જ વડે સાધુ નિમિત્તે ક્રૂર તૈયાર કર્યો હોય તો તે “નિષ્ઠિતકૃત” કહેવાય અર્થાત્ નિષ્ઠિત થયેલા આધાકર્મી તંદુલ વડે નિષ્પન્ન કર્યો - રાંધ્યો. તે સાધુને સર્વથા ન કો. કેમકે નિષ્ઠિતકૃતને તીર્થંકરાદિ બમણું આધાકર્મ કહે છે. હવે અશનાદિ ચારે માટે કૃતનિષ્ઠિતપણાને કહે છે – વાવણીથી આરંભીને બે વખત ખાંડ્યા સુધી કૃત, ત્રીજી વાર ખાંડ્યુ તે નિષ્ઠિતપણું કહેવાય. પાણી-કૂવા પિંડનિર્યુક્તિ-મૂલસૂત્ર સટીક અનુવાદ ખોદવાથી સર્વથા પ્રાસુક ન થાય ત્યાં સુધી કૃત અને પ્રાસુક થાય પછી નિષ્ઠિત. ખાદિમ-કાકડી આદિ વાવે, ઉગે, કાષે તેમાં જ્યાં સુધી પ્રારુક ન થાય ત્યાં સુધી કૃત, પ્રાસુક થાય ત્યારે નિષ્ઠિત, એ પ્રમાણે સ્વાદિમમાં પણ જાણવું, સર્વ સ્થાને બીજોચોથો ભંગ શુદ્ધ ગણવા. .. હવે ખાદિમ, સ્વાદિમને આશ્રીને બીજા મતને દૂર કરવા કહે છે – • મૂલ-૧૯૪ થી ૧૯૮ 3 [૧૯૪] ફલાદિને માટે વાવેલા વૃક્ષની છાયાને પણ કેટલાંક વર્ષે છે, તે યોગ્ય નથી, કેમકે બીજા ભંગમાં તેનું ફળ પણ કરે છે. [૧૯૫] બીજાના હેતુવાળી છાયા છે, તે છાયા વૃક્ષની જેમ કર્તાએ વૃદ્ધિ પમાડી નથી. છતાં આમ કહેનારને જ્યારે વૃક્ષની છાયા નષ્ટ થશે ત્યારે કલ્પશે. [૧૯૬] છાયા વૃદ્ધિ અને હાનિ પામે છે, તેથી તેના વડે સ્પશયિલ એક પણ ગામની વસતિ પૂર્તિકની જેમ નહીં કો, તથા સૂર્ય કંઈ સાધુને આશ્રીને છાયા બનાવતો નથી. [૧૯૭] વિરલ વાદળા ચાલતા હોય એવું આકાશ થતાં છાયા નાશ પામી હોય તો પણ ફરી થાય છે. તેથી તડકો હોય ત્યારે છાયા કલ્પ, તડકો હોય તો તેનો ત્યાગ કરવો તેમ ન થાય. [૧૯૮] આધાકર્મના લક્ષણ રહિત હોવાથી આ દોષ સંભવતો જ નથી. તો પણ સાધુઓ તે છાયાને વર્ષે તો પમ તેઓ દોષરહિત જ છે. • વિવેચન-૧૯૪ થી ૧૯૮ ઃ - [૧૯૪] ફળ, પુષ્પ કે બીજા કોઈ હેતુથી સાધુ નિમિત્તે વાવેલા વૃક્ષની છાચાને પણ કેટલાંક અગીતાર્થો આધાકર્મી ધારીને તજે છે. પણ તે યોગ્ય નથી. કેમકે પણ જો નિષ્ઠિત દોષ ન હોય તો બીજા ભંગમાં વર્તતુ હોય ત્યારે તેનું ફળ પણ કો છે. તો પછી છાયા તો કલ્પે જ ને ? વળી વૃક્ષ સાધુને છાયા લેવા માટે વવાયુ નથી, તો પછી છાયા કેમ ન કો ? [૧૯૫] તે છાયા સૂર્યના હેતુવાળી છે, માત્ર વૃક્ષના નિમિત્તવાળી નથી કેમકે સૂર્યના અભાવે છાયાનો અભાવ હોય છે. - ૪ - વૃક્ષ તો છાયાનું નિમિત્ત માત્ર છે. આટલાથી તે છાયા દૂષણવાળી ન થાય. કેમકે છાયાના પુદ્ગલો વૃક્ષના પુદ્ગલથી જુદા છે. વૃક્ષ વાવનારે તે છાયાને વધારી નથી. તેથી છાયા આધાકર્મી નથી. વળી જો છાયાને આધાકર્મી માની ત્યાં બેસવું ન કહ્યું તો જ્યારે મેઘના સમૂહથી વ્યાપ્ત આકાશમંડળ હોય ત્યારે વૃક્ષ છાયા રહિત થતાં શીતના ભયાદિથી તેની નીચે બેસવું કલ્પે, તે પણ યોગ્ય નથી. તેથી તે વૃક્ષ જ આધાકર્મી છે તેવું કલ્પી, તેણે સ્પર્શેલ પ્રદેશો પણ પૂતિ છે તેમ માનવું પડે. પણ છાયા આધાકર્મી ન મનાય. બીજું પણ દૂષણ કહે છે. [૧૯૬] છાયા, સૂર્યની ગતિથી વૃદ્ધિ કે હાનિ પામે છે. સૂર્યના ઉદય અને અસ્ત કાળે અતિ લાંબી વૃદ્ધિ પામતી છાયા આખા ગામને વ્યાપીને રહે છે, તેથી તો સમગ્ર વસતિ ત્રીજા ઉદ્ગમ દોષથી દૂષિત થયેલા અશનાદિ માફક નહીં કો. પણ

Loading...

Page Navigation
1 ... 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100