Book Title: Agam 41B Pindniryukti Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 43
________________ મૂલ-૧૪૯,૧૫૦ ૬૭ • વિવેચન-૧૪૯,૧૫૦ : શ્રીનિલય નામે નગર, ગુણચંર રાજા, ગુણવતી આદિ અંતઃપુર હતું. તે જ નગરમાં સુરૂપ નામે વણિક હતો. તે અત્યંત સુંદર, કામદેવ જેવો હતો. સ્વભાવથી જ પરસ્ત્રી રાગી હતો. ક્યારેક રાજાના અંતઃપુરની સમીપે જતાં તેને રાણીઓએ સ્નેહપૂર્વક જોયો. તેણે પણ તેઓને સાભિલાષ જોઈ પરસ્પર પ્રીતિ થઇ. હંમેશાં ત્યાં જઈ રાણીઓને ભોગવવા લાગ્યો. રાજા તે જાણી ગયો. રાજાએ પોતાના સેવકો દ્વારા પકડાવ્યો. તેને ચૌટામાં લઈ જઈને મારી નાંખ્યો, તો પણ રાજા અંતઃપુરની ખરાબીથી મનમાં ઘણો ખેદ પામેલો હતો. તેણે બાતમીદારોને મોકલ્યા. તે સુરૂષની પ્રશંસા કે નિંદા કરનારાની માહિતી લાવવા કહ્યું. જેઓ સુરૂપના ભોગની પ્રશંસા કરતા હતા તે બધાંને મારી નાંખ્યા. નિંદા કરનારનું બહુમાન કર્યુ. એ પ્રમાણે આધાકર્મભોજી સાધુને કેટલાંક ધન્યવાદ આપે છે કેટલાંક ધિક્કારે છે. તેમાં પ્રશંસનારા કર્મથી બંધાય છે. નિંદા કરનારા બંધાતા નથી. અહીં અંતઃપુરના સ્થાને આધાકર્મ જાણવું. રાજાને સ્થાને જ્ઞાનાવરણાદિ કર્મો જાણવા. મરણના સ્થાને સંસાર જાણવો. - X - આધાકર્મભોજીને ઉદ્દેશીને કેટલાંક સાધુ કહે છે કે – અમે તો કદાપિ મનોજ્ઞ આહારને પામતા નથી. પણ આ સાધુઓ તો સર્વદા સ્વાદુ, પરિપૂર્ણ આહાર બહુમાનપૂર્વક પામે છે. ઈત્યાદિ - ૪ - ૪ - પ્રશંસા કરતાં તેમને અનુમતિ દોષ લાગે. ભોજન ન કરવા છતાં આધાકર્મ ભોજીની જેમ દોષી બને છે - ૪ - ૪ - આ રીતે આધાકર્મના પર્યાયો કહ્યા. હવે ‘એકાર્થક’ શબ્દની વ્યાખ્યા કરવા કહે છે - • મૂલ-૧૫૧ થી ૧૫૮ : [૧૫] આધાકર્મ, અધઃકર્મ, આત્મઘ્ન, આત્મકર્મ આ નામોમાં વ્યંજનના વૈવિધ્ય માફક અર્થનું વૈવિધ્ય છે કે નહીં? [૧૫૨] આ પ્રશ્ર્વ સંદર્ભે ચતુભગી કહે છે – (૧) એક અર્થવાળા - એક વ્યંજનવાળા, (૨) એક અર્થવાળા-વિવિધ વ્યંજનવાળા, (૩) વિવિધ અર્થ-એક વ્યંજનવાળા, (૪) વિવિધ અર્થ - વિવિધ વ્યંજનવાળા. આ જ ચતુર્ભગીનાં અનુક્રમે લૌકિક દૃષ્ટાંતો - [૧૫૩,૧૫૪] લોકમાં (૧) ક્ષીર અને ક્ષીર [દુધ] (૨) દુધ-પયમ્, પીલુ-ક્ષીર (૩) ગોક્ષીર-મહિષક્ષીરઅજાક્ષીર, (૪) ઘટ-પટ-કટ-શકટ-રથ એ ચાર ટાંત અનુક્રમે જાણવા. આ જ ચતુર્ભૂગીને આધાકર્મને વિશે જેમ સંભવે તેમ બે ગાથા વડે યોજે છે – [૧૫૫,૧૫૬] આધાકદિનું જે દ્વિરુક્તાદિ કરવું તે પહેલો ભંગ, શક્ર અને ઈન્દ્રની જેમ આધાકર્મ - અધઃકર્મ જે બોલવું તે બીજો ભંગ, અશનાદિ ચાર નામો આધાકમાં સહિત બોલવમાં આવે તે ત્રીજો ભંગ, ધાકમને આશ્રીને છેલ્લો ભંગ નિશ્ચે શૂન્ય જ છે. [૧૫] જેમ પુરંદરાદિ શબ્દો ઈન્દ્રના અર્થનું ઉલ્લંઘન કરતા નથી તેમ અધકદિ શબ્દો આધાકર્મના અર્થનું ઉલ્લંઘન ૬ પિંડનિર્યુક્તિ-મૂલસૂત્ર સટીક અનુવાદ કરતા નથી. [૧૫૮] આધાકર્મ વડે આત્માને નીચે કરે છે કેમકે તે પણ અને ભૂતોને હણે છે. જેથી આધાકર્મગ્રાહી પસ્કમને આત્મકર્મ કરે છે. • વિવેચન-૧૫૧ થી ૧૫૮ : [૧૫૧] અહીં કોઈ પ્રશ્ન કરે કે આધાકદિ ચારે નામોમાં વ્યંજનમાં જેમ વિવિધતા છે, તેમ અર્થમાં છે કે નહીં ? કેમકે આધાકર્માદિ સર્વે નામોની વ્યુત્પતિ જુદી જુદી કહી છે. - ૪ - ૪ - તો ઘટ, પટ, શકટની જેમ પ્રવૃત્તિનું નિમિત્ત પણ પૃથક્ - પૃથક્ છે ? કે ઘટ, કળશ, કુંભની જેમ ભિન્ન નથી ? તેના ઉત્તરમાં સામાન્ય નામ વિષયક ચૌભંગી છે [૧૫૨] આ જગતમાં પ્રવર્તતા કેટલાંક નામો એક અર્થવાળા અને એક વ્યંજનવાળા જોવામાં આવે છે ઈત્યાદિ ગાથાર્થ મુજબ કહેવું. તેથી આ ચૌભંગીના લૌકિક દૃષ્ટાંતો બે ગાથામાં કહે છે – [૧૫૩ થી ૧૫૬] (૧) જેમ કોઈ એક ઘેર ગાય આદિના દુધના વિષયમાં ‘ક્ષીર' નામ પ્રવર્તે છે, અન્ય અન્ય ઘેર પણ તેમજ હોય ત્યારે બધાં એક અર્થવાળા અને એક વ્યંજનવાળા પ્રાપ્ત થાય. (૨) તેને બદલે દુધ, પયમ્, ક્ષીર એ નામોમાં અર્થ એક છે, પણ વ્યંજન જુદા છે. (૩) ગાય, ભેંસ, બકરીના દુધમાં દુધ શબ્દ વ્યંજનથી સમાન છે, પણ અર્થમાં બધાં દુધ જુદા છે. (૪) ઘટ, પટ, કટ, શકટ, સ્થ નામો અર્થ અને વ્યંજન બંનેથી જુદા જુદા છે. આ જ ચતુર્થંગીને આધાકર્મને વિશે જેમ સંભવે તેમ બે ગાથા વડે યોજે છે – (૧) એક વસતિમાં અશનના વિષયમાં કોઈ આધાકર્મ એવું નામ કહે, બીજે સ્થાને પણ આધાકર્મ કહે ઈત્યાદિ, તો તે બધે એક અર્થવાળા અને એક વ્યંજનવાળા છે. (૨) જો આધાકર્મ, અધઃકર્મ આદિ શબ્દો પ્રયોજે તો તે બીજો ભંગ થાય. (૩) અશનાદિને આધાકર્મ શબ્દથી વ્યવધાનવાળા બોલાય જેમકે અશન આધાકર્મ, પાન આધાકર્મ તો તે ત્રીજા ભંગમાં આવે. (૪) આધાકર્મમાં અર્થ અને વ્યંજન બંને જુદા જુદા હોય તેવો ભંગ નિશ્ચે કરીને શૂન્ય થાય. છતાં કોઈ અશન આધાકર્મ, પાન અધઃકર્મ, ખાદિમ આત્મઘ્ન, સ્વાદિમ આત્મકર્મ એવું બોલે તો ચોથો ભંગ સંભવે છે. અહીં બીજા ભંગની ભાવનાને કહે છે – [૧૫૭,૧૫૮] ઈન્દ્રાર્થ, ઈન્દ્રાર્થ-દેવના રાજા રૂપી ઈન્દ્ર શબ્દના અર્થને, પુરંદરાદિ શબ્દો ઉલ્લંઘતા નથી. તેમ અધઃકર્માદિ શબ્દો આધાકર્મને ઉલ્લંઘતા નથી. આધાકર્મ શબ્દવાચ્ય જે ઓદનાદિ જે દોષ વડે દૂષિત થયું હોય તે જ દોષ વડે દૂષિત તે ઓદન આદિને જ અધઃકદિ શબ્દો પણ કહે છે – ભોજન કરાતા આધાકર્મ વડે જે કારણે વિશુદ્ધ અને અતિ શુદ્ધ એવા સંયમાદિ સ્થાનોથી ઉતરીને આત્માને નીચે કરે છે, તે જ કારણોથી તે આધાકર્મ અધઃકર્મ કહેવાય છે. જે કારણે આધકર્મભોજી પરમાર્થથી બે ઈન્દ્રિયાદિ જીવો તથા વનસ્પતિકાયને હણે છે, તે નિશ્ચયથી ચાસ્ત્રિાદિ રૂપ આત્માને હણે છે, માટે આત્મઘ્ન કહેવાય. જે કારણે આધાકર્મને ગ્રહણ કરતો રાંધનાર આદિ પર સંબંધી જે કર્મોનો

Loading...

Page Navigation
1 ... 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100