Book Title: Agam 41B Pindniryukti Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 26
________________ મૂલ-૩૧ થી ૩૫ જે વસ્ત્રમય નિષધા તે અત્યંતર અને અત્યંતરને વીંટતી એક હાથ-ચાર આંગળ પ્રમાણ ચતુરસ જે કામળમય નિષધા, તે બેસવામાં ઉપકાસ્ક હોવાથી, પાદ પોંછનક નામે પ્રસિદ્ધ છે, તે ત્રીજી બાહ્ય નિષધા કહેવાય. દાંડી સહિત આ ત્રણે નિષધા મળીને રજોહરણ કહેવાય છે. તેથી રજોહરણ સંબંધી બે નિષધા છે, એમ જે કહ્યું તે અવિરુદ્ધ છે. - તથા પટ્ટ ત્રણ છે – સંસ્તારપટ્ટ, ઉત્તરપટ્ટ, ચોલપટ્ટ, પોત્તિ એટલે મુખપોતિકા, તે એક વેંત અને ચાર આંગળ પ્રમાણ માત્ર હોય છે. તથા ‘રજોહરણ’ – દાંડી અને ત્રણ વેષ્ટક પ્રમાણ પહોળી એક હાથ લાંબી અને એક હાથના ત્રીજા ભાગ પ્રમાણ લાંબી દીઓ સહિત જે પહેલી નિષધા ઉપર કહી તે રજોહરણ કહેવાય છે. - x - આ વિશેષ પ્રકારની ઉપધિને પરિભોગ કર્યા વિના સ્થાપી ન રાખો. કેમકે આ ઉપધિઓ હંમેશાં ઉપયોગી છે. તેથી વસ્ત્રના આંતરાવાળા હાથ વડે ગ્રહણ કરવારૂપ યતના વડે કરીને ન ધોવાલાયક વસ્ત્રમાં તે ષટ્યદિકા આદિને મૂકી, પછી વસ્ત્રો ધ્રુવે. આ છેલ્લી ગાયાની વ્યાખ્યા ભાષ્યકારશ્રી કહે છે – • મૂલ-૩૬ થી ૩૮ : પત્રનો પ્રત્યાવતાર, પાત્રને વર્જીને પત્રનો નિયોગ છ પ્રકારે છે, અત્યંતર અને બાહ્ય બે નિષધા, સંથારો - ઉત્તરપટ્ટો - ચોલપટ્ટો એ ત્રણ પટ્ટ જાણવા. મુખપોતિકા, એક નિષધાવાળું રજોહરણ આ સર્વે હંમેશાં ઉપયોગી હોવાથી વિશ્રાંતિ આપવા લાયક નથી, તેથી સતના વડે પદ્ઘદિકાને સંક્રમાવીને વિધિપૂર્વક તેને ધોવાના છે. 33 • વિવેચન-૩૬ થી ૩૮ ઃ અનંતર પૂર્વના સૂત્રમાં કહેવાઈ ગયેલ છે. આ પ્રમાણે વિસામો ન આપવા લાયક ઉપધિ કહી, તેથી બાકીની ઉપધિ વિસામો આપવા યોગ્ય છે એમ જાણવું. તેથી તેના વિસામાની વિધિને કહે છે – • મૂલ-૩૯,૪૦ : [૩૯] જે ઉપધિ ધોવાનો કાળ પ્રાપ્ત થવા છતાં વિસામો અપાય છે, તે ઉપધિને સર્વજ્ઞની આજ્ઞાએ કરીને સાધુ આ પ્રમાણે વિસામો આપે. [૪૦] અત્યંતર ઉપયોગી વસ્ત્રને ત્રણ દિવસ ધારણ કરે. ત્રણ દિવસ સુધી રાત્રે સુતી વેળા નીકટ સ્થાપે. એક રાત્રિ માથે લટકાવીને પરીક્ષા કરે. • વિવેચન-૩૯,૪૦ ૩ ઉપધિ ધોવાનો કાળ થતાં, આમ કહીને અકાળે ધોવાથી આજ્ઞાભંગરૂપ દોષ દેખાડે છે. સમગ્ર પ૫દિકાની શુદ્ધિ કરવા માટે પરિભોગ કર્યા વિના ધારણ કરાય છે, તે ઉપધિને સર્વજ્ઞોક્ત વચનથી આ રીતે સાધુ વિસામો આપે. સાધુને બે સુતરાઉ કપડાં અને એક કામળી એમ ત્રણ હોય તેમાં એક કપડો અંદર ઓઢાય છે, તેની 35/3 પિંડનિર્યુક્તિ-મૂલસૂત્ર સટીક અનુવાદ ઉપર બીજો સુતરાઉ કપડો, તેની ઉપર કામળરૂપ પડો ઓઢે. પ્રક્ષાલન કાળે વિશ્રામણ વિધિના આરંભે રાત્રે સૂતી વખતે, શરીરને લાગીને રહેતા કપડાંને બહાર સૌથી ઉપર ત્રણ દિવસ ધારી રાખે. તેથી પદિકા આહારાર્થે કે શીતાદિ વડે પીડા પામવાથી અંદરના કપડામાં કે શરીરે આવીને લાગે. આ પહેલો વિધિ. ૩૪ આ રીતે ત્રણ દિવસ કરી, પછી રાત્રે સુવાના કાળે સમીપમાં સ્થાપન કરી રાખે. જેથી પહેલી વિશ્રામણામાં જે પદ્ઘદિકા ન નીકળી હોય તે પણ ક્ષુધાદિ પીડાથી કપડામાંથી નીકળી સંથારામાં લાગી જાય. આ બીજો વિશ્રામણા વિધિ. પછી એક રાત્રિ સુધી સુવાના સ્થાને ઉપર લટકતું રાખીને શરીરને છોડો અડે તેમ તે વસ્ત્ર રાખે. પછી દૃષ્ટિ વડે અને પ્રાવરણ વડે તે ષદિકાને જુએ – દૃષ્ટિ વડે જુએ, પછી ‘જૂ’ ન દેખાય તો ફરીથી શરીરે ધારણ કરે, જેથી સૂક્ષ્મ જૂ' આહારાર્થે શરીરમાં લાગે આવા પરીક્ષણ પછી જો ‘જૂ' ન હોય તો કપડાં વે. જો ‘જૂ’ હોય તો વારંવાર ફરીથી જોઈને તે નથી એમ નિશ્ચય થાય પછી ધોવે. આ રીતે સાત દિવસ વડે કપડાંની શુદ્ધિ કરવી. આ રીતે બાકીની ઉપધિની શુદ્ધિ જાણવી. - મૂલ-૪૧ :- [ભાષ્ય-૧૧] + વિવેચન : - ધોવાને માટે કપડાને ત્રણ દિવસ સુધી કામળીની ઉપર ધારણ કરે, ત્રણ દિવસ સુધી સમીપે ધારે અને એક દિવસ લટકતું રાખે. આ જ વિશ્રામણા વિધિને વિશે મતાંતને કહે છે - • મૂલ-૪૨ - - પૂર્વોક્ત ત્રણ પ્રકારે એક એક રાત્રિ કપડાંને ધારણ કરી, પરીક્ષા કરે, પછી શરીરે ધારણ કરે, ત્યારે જૂ' લાગેલી ન હોય તો કપડાં વે. • વિવેચન-૪૨ : કોઈ આચાર્ય કહે છે - ૪ - એક રાત્રિ શોધવાલાયક કપડાંને બહાર ધારણ કરે, બીજી રાત્રિ સંથારા પાસે રાખે. ત્રીજી રાત્રિ સુવાના સ્થાને તેને ઉપર લટકતો રાખે જેમાં પ્રાયઃ શરીરને છેડો સ્પર્શતો હોય, તેમ પ્રસારીને રાખે. આ પ્રકારે ત્રણ વખત ધારણ કરીને પરીક્ષા કરે, છતાં ‘જૂ' જોવામાં ન આવે તો સૂક્ષ્મ ‘જૂ' શોધવા શરીરે કપડો ધારણ કરે ઈત્યાદિ પૂર્વવત્ વિધિ કહેવી. - X - વસ્ત્ર પ્રક્ષાલન જળ વડે થાય, માટે જળ ગ્રહણ વિધિ કહે છે. • મૂલ-૪૩ : કોઈ કહે છે પત્રમાં નેવાનું પાણી ગ્રહણ કરવું, પણ તે જળ શુચિ હોવાથી પાત્રમાં લેવાનો પ્રતિષેધ છે. ગૃહસ્થના પાત્રમાં વર્ષ રહ્યા પછી ગ્રહણ કરવું, વરસાદ વરસતો હોય ત્યારે તે તે મિશ્ર કહેવાય તથા તે જળમાં ક્ષાર નાંખવો. • વિવેચન-૪૩ : વર્ષામાં નેવાથી પડતું જળ તે નીદ્રોદક. વર્ષાકાળ પૂર્વે સર્વ ઉપધિ કોઈ

Loading...

Page Navigation
1 ... 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100