Book Title: Agam 41B Pindniryukti Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 24
________________ મૂલ-૨૩,૨૪ - વ્યવહાર નયથી સાચિત છે - હવે મિશ્ર અકાય કહે છે • મૂલ-૨૫ થી ૨૮ઃ ત્રણ ઉકાળે નાં ઉકળેલ ઉષ્ણ જળ, વરસાદ પડ્યો ત્યારનું જળ, ત્રણ મતને તજીને અતિ નિર્મળ થયેલ તંદુલનું જળ તે મિશ્ર કહેવાય છે... ત્રણ મતો – (૧) પાત્રની પડખે લાગેલા બિંદુઓ સુકાઈ ગયા ન હોય, (૨) પરપોટા શાંત થયા ન હોય, (૩) બીજા આચાર્યના મતે જ્યાં સુધી તે ચોખા રૂંધાઈ ગયા ન હોય. ત્યાં સુધી તે મિશ્ર કહેવાય... આ ત્રણે આદેશો લૂખા અને સ્નિગ્ધ વાસણ અને પવનના સંભવ અને અસંભવાદિ વડે કરીને કાળના નિયમનો ૨૯ અસંભવ હોવાથી અનાદેશો જ છે... માત્ર જ્યાં સુધી ચોખાના ધોવાણનું પાણી અતિ સ્વચ્છ થયું ન હોય ત્યાં સુધી મિશ્ર જાણવું. આ આદેશ અહીં પ્રમાણરૂપ છે, પણ જે પાણી અતિ સ્વચ્છ થયું હોય તે અચિત્ત જાણવું. • વિવેચન-૨૫ થી ૨૮ : । [૨૫] ત્રણ ઉકાળા ન ઉકાળેલ હોય તેવું જે ઉજળ તે મિશ્ર છે. તે આ રીતે – પહેલો ઉભરો આવતા થોડા અકાય અચિત થાય, થોડા ન પરિણમે, તેથી મિશ્ર હોય છે. બીજે ઉપર ઉભરે ઘણો અકાય અચિત્ત થાય અને થોડો સચિત રહે છે, ત્રીજા ઉભરે સર્વ અકાય અચિત્ત થાય છે. તેથી ત્રણ ઉભરા ન આવેલ હોય તો તેવું ઉષ્ણ જળ મિશ્ર સંભવે છે. વરસાદ પડતો હોય ત્યારે જ્યાં ઘણાં તિર્યંચ અને મનુષ્યોનો પ્રચાર હોય તેવા સંભવવાળા ગામ-નગરાદિ હોય છે. તે જ્યાં સુધી અચિત્ત ન થાય ત્યાં સુધી મિશ્ર જાણવું. ગામ બહાર પણ પ્રથમ જળ તો મિશ્ર જ જાણવું, પણ પછી પડતું હોય તે તો અચિત્ત જ હોય છે. તથા મુત્ત્વા - તજીને. કોને? ત્રણ મતને. જે ગાથા-૨૬ માં કહીશું. અને ચોખાનું જળ જો અતિ સ્વચ્છ ન થયું હોય તો મિશ્ર કહેવાય છે. [૨૬] ત્રણ મતો કહે છે – (૧) ચોખા ધોયેલ પાણી એક વાસણમાંથી બીજા વાસણમાં નાંખતા વાસણની બાજુમાં જે બિંદુઓ લાગે, તે જ્યાં સુધી શાંત ન થાય - નાશ ન પામે, ત્યાં સુધી ચોખાનું પાણી મિશ્ર છે. (૨) ચોખાનું પાણી ચોખા ધોયેલા વાસણમાંથી બીજા વાસણમાં નાંખતા ઉત્પન્ન થયેલા પરપોટા શાંત ન પડે ત્યાં સુધી તે મિશ્ર કહેવાય. (૩) કેટલાંક આચાર્ય કહે છે – ચોખા ગંધાઈ ન જાય ત્યાં સુધી તે પાણી મિશ્ર છે. હવેની ગાથામાં આ ત્રણે આદેશના દોષો બાતવે છે – [૨૭] આ ત્રણે આદેશો અનાદેશો જ છે. શા માટે ત્રણે અનાદેશો છે? કાળના નિયમનો અસંભવ છે. કેમકે બિંદુઓ સુકાઈ જવામાં, પરપોટા શાંત થવામાં કે ચોખાનો પાક સિદ્ધ થવામાં સર્વદા સર્વત્ર નિયમિત કાળ હોતો નથી. જેથી નિયમિત કાળે સંભવતા મિશ્રપણાની પછી કહેવામાં આવતા અચિતપણાનો વ્યભિચાર પિંડનિર્યુક્તિ-મૂલસૂત્ર સટીક અનુવાદ સંભવે નહીં. નિયમિત કાળે કેમ ન ઘટે ? રૂક્ષ અને સ્નિગ્ધ વાસણના સંભવ અને અસંભવાદિકે કરીને તથા વાયુના સંભવ - અસંભવાદિકે કરીને દ્દેિ શબ્દથી પાણી વડે ભેદાયેલપણું અને ન ભેદાયેલપણું આદિ ગ્રહણ કરવા. ભાવાર્થ એ છે – માટીનું પાત્ર તાજું લાવેલા છે કે લાંબાકાળથી, તેલ કે જળ આદિથી ખરાયેલું છે કે નથી અર્થાત્ સ્નિગ્ધ છે કે રૂક્ષ છે ? તેના ઉપર જળબિંદુ કે પરપોટાના સૂકાવાનો સંભવ છે. તેનાથી મિશ્રને અચિત્ત રૂપે ગ્રહણ સંભવે છે અથવા અચિત્ત પણ ગ્રહણ નહીં થાય. 30 એ પ્રમાણે પરપોટા પણ ઉગ્ર પવનના સંબંધના જલ્દી નાશ પામે છે અને તેના અભાવે લાંબો કાળ રહે છે. આ આદેશમાં પણ મિશ્ર એવા ચોખાના જળનું અચિતપણું માની ગ્રહણ કરાશે અથવા અચિત્ત હોવા છતાં તેનું ગ્રહણ નહીં થાય કેમકે પરપોટા દેખાતા હોવાથી મિશ્રપણાની શંકા રહેશે. ત્રીજા આદેશને માનનારા પણ પરમાર્થ વિચારતા નથી લાંબો કાળ પાણી વડે ભેદાયેલા કે ન ભેદાયેલા હોવાથી ચોખાના પાકનો કાળ અનિયત હોય છે. ચોખા પલાળેલા છે, જૂના છે કે નવા, ઇંધણ સામગ્રી ઓછી છે કે વધારે તેના આધારે તેનો મિશ્ર કે અચિતપણાનો આધાર છે. આ પ્રમાણે આ ત્રણે આદેશો અયોગ્ય જ છે. હવે પ્રથમ જે આદેશ પ્રવચનને અવિરુદ્ધ કહેલો છે, તેથી ભાવના [૨૮] ચોખાનું પાણી અતિસ્વચ્છ થયું ન હોય ત્યાં સુધી મિશ્ર જાણવું. આ આદેશ મિશ્ર વિચારના સંબંધમાં પ્રમાણરૂપ છે. બાકીના આદેશો પ્રમાણરૂપ નથી. પણ અતિ સ્વચ્છ પાણીને અચિત્ત જાણવું. માટે તે ખપે. મિશ્ર અકાય કહ્યો, હવે તે જ અચિત્ત અકાયને કહે છે – • મૂલ-૨૯,૩૦ : શીત, ઉષ્ણ, ક્ષાર અને ક્ષત્ર વડે તથા અગ્નિ, લવણ, ઉષ, આલ અને સ્નેહ વડે કરીને અકાય અચિત થાય, યોનિ રહિત થયેલા આ કાય વડે સાધુને પ્રયોજન હોય છે... આ પ્રયોજન આ છે – સિંગત કરવું, પીવું હાથ વગેરે ધોવા, વસ્ત્ર ધોવા, આચમન કરવું. પાત્ર ધોવા ઈત્યાદિ. • વિવેચન-૨૯,૩૦ : વ્યાખ્યા, પૂર્વ ગાથા-૨૦ મુજબ જાણવી. વિશેષ એ કે – પૃથ્વીકાયને બદલે અકાય શબ્દ કહેવો. સ્વકાય-પકાય શસ્ત્ર કે દ્રવ્યાદિ અપેક્ષાથી અચિતપણાની ભાવના પૂર્વની જેમ જ યથાયોગે અટ્કાય વિશે ભાવવી. અચિતપણાનો પોરિસિકાળ પણ એક-બે-ત્રણ પૂર્વવત્ જ કહેવો. પ્રયોજન - અચિત પાણી સાધુને શા કામનું ? દુષ્ટ વ્રણાદિ ઉપર પાણીથી સિંચન કરવું, તૃષા દૂર કરવા પાણી પીવું. કારણે હાથ-પગ ધોવા, વસ્ત્ર ધોવા. જો

Loading...

Page Navigation
1 ... 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100