Book Title: Agam 41B Pindniryukti Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 25
________________ મૂલ-૨૯,૩૦ કે અહીં સૂત્રમાં વિભક્તિ જુદી કરીને સૂચવેલ છે કે – સાધુએ હંમેશાં ઉપધિનું પ્રક્ષાલન ન કરવું. મળ-મૂત્ર ત્યાર બાદ આચમન માટે પાણી જોઈએ. પાનાદિને ધોવા માટે ગ્લાન કાયદિ માટે અચિત અકાયનું પ્રયોજન રહે છે. વરુણ ધોવાનું વર્ષાકાળે કલે, શેષકાળે નહીં, કેમકે - - • મૂલ-૩૧ થી ૩૫ : [3] શેષ કાળમાં વસ્ત્ર ધોવાથી બકુશ ચાસ્ત્રિ થાય છે. બહાચર્ય વિનાશ પામે છે, સાધુને આસ્થાને સ્થાપવામાં આવે છે, સંપતિમ જીવોનો અને વાયુકાયોનો વધ થાય છે, પૃથવી ઉપર પાણી રેડાતા પાણીનો ઉપઘાત થાય. [3] અતિભાર, સડી જવું, પક, શીતળ વસ્ત્ર પહેરવાથી અજીર્ણ થતાં માંદગી થાય, શાસન નિંદા, અકાય વધ વષગિકતુ પહેલા ન ધોવામાં આ દોષો થાય. [33] વષિનું પૂર્વે જ સર્વ ઉપધિ યતના વડે ધોવી, જો પાણી ન હોય તો જઘન્યથી પાનિયોંગ ધોવો જોઈએ. [૩૪] આચાર્ય અને શ્વાન સાધુના મેલા થયેલા વઓને વારંવાર ધોવા, જેથી ગરનો લોકમાં અવવાદ ન થાય. શ્વાનને અજીર્ણ ન થાય. [3] પત્રનો ભેદે પ્રત્યવતાર, બે નિવધા, ત્રણ પટ્ટ, મુખાસ્ટિકા, હરણ આટલી ઉપધિને વિશ્રાંતિ ન આપવી, યતના વડે સંક્રમણ કરીને ધોવી. • વિવેચન-૩૧ થી ૩૫ : ઉ૧] વર્ષાકાળ સમીપના કાળને છોડીને બાકીના ઋતુબદ્ધ - શેષ કાળમાં વસ્ત્ર ધોવાથી ચાસ્ત્રિ બકુશ થાય. કેમકે તે ઉપકરણ બકુશ કહેવાય. મૈથુન પ્રત્યાખ્યાન ભંગ થાય. કેમકે ધોયેલા વસ્ત્રથી ભૂષિત શરીરવાળો સાધુ કુરૂપ હોય તો પણ રમણીય લાગે છે. • x • તેથી પ્રાર્થના કરતી સર્વ પ્રીના લીલારૂપ દેખાડેલા કટાક્ષ નેગોને જોવા, શરીર મરડવાના બહાને દેખાડેલ કક્ષા, ગોળ-મનોહર-પુષ્ટ-કઠિના તનનો વિસ્તાર, ગંભીર નાભિ પ્રદેશ એ સર્વ જોતાં અવશ્ય બ્રહ્મચર્ય ભ્રષ્ટ થાય. કદાચ ભ્રષ્ટ ન થાય તો પણ લોકો અસ્થાને સ્થાપે છે. આ સાધુ ‘કામી' છે. અન્યથા શરીર કેમ શણગારે ? તથા સંપાતિમ - ઉડીને આવતા મક્ષિકાદિ અને વાયુકાયનો વિનાશ થાય તથા ધોયેલા જળને પકવતા પૃથ્વીને આશ્રીન રહેલા કીડી વગેરે. પ્રાણીનું ઉપમર્દન થાય, માટે ઋતુબદ્ધ કાળે વો ન ધોવા. પરંતુ જો વર્ષાકાળ પૂર્વે વસ્ત્ર ન ધોવે તો આવા દોષો સંભવે છે – [૩૨] વર્ષાકાળ પૂર્વે પણ વા ન ધોવે તો વસ્ત્રોનો ભાર વધી જાય છે - મલિન વઓ જળ કણથી યુકત થઈ, વાયુ વડે પર્શિત થતાં પણ મળ ચોંટે છે, તો જળમય એવી વષમતુમાં તો અતિ મેલયુક્ત થવાના જ છે. તેનાથી વો ભારે થાય. વળી તેવા વસ્ત્રો વર્ષાઋતુમાં જીર્ણ થઈ સડી જાય, વર્ષાકાળમાં નવા વસ્ત્રો લઈ ન શકાય, અધિક પરિગ્રહ રાખી ન શકાય, વસ્ત્રના અભાવે થતાં દોષો આગમ પ્રસિદ્ધ છે. ભીંજાયેલા મળવાળા વસ્ત્રોમાં શીતળ જળકણથી આદ્ધપણું થવાથી નીલગા થાય છે, તેથી જીવહિંસા થાય. ચોતરફ પ્રસરવા વડે વરસાદ પડતો હોવાથી, શીતળ ૩૨ પિંડનિયુક્તિ-મૂલસૂત્ર સટીક અનુવાદ વાયુ વાતો હોવાથી, તેવા શીતળ વસ્ત્રો પહેરતા ખાધેલ આહારનું અજીર્ણ થાય. માંદગી આવે, તેથી શાસન નિંદાય. જેમકે - આ સાધુ મૂર્ખશિરોમણિ છે. પરમાર્થથી તવ જાણતા નથી. સામાન્ય લોકચી જ્ઞાતને ન જાણનારા સ્વર્ગ કે મોઢાને જાણે છે. તેવી શ્રદ્ધા કરવી યોગ્ય નથી. વષઋિતુમાં ન ધોયેલા વો પહેરી ભિક્ષાદિ માટે નીકળેલા સાધુને મેઘવૃષ્ટિથી અકાયની વિરાધના થાય છે. •x• વર્ષાઋતુની પાસે કાળે વદિ ન ધોવામાં આ દોષો છે. તેથી વષકાળ પૂર્વે અવશ્ય વસ્ત્ર ધોવા. વળી જીવહિંસાદિ દોષો પૂર્વે વસ્ત્ર ધોવામાં કહ્યા, તે બોક્ત રીતિથી યતના વડે પ્રવર્તતા સાધુને ન સંભવે. • X - “વકાળ પૂર્વે સર્વે ઉપધિ યતના વડે ધોવી જોઈએ.” એમ આગળ સૂત્ર કહેશે, તેવી કોઈ દોષ નથી. તેથી ત્યારે વરુણ ધોવાથી બકુશ યાત્રિ પણ થતું નથી. કેમકે સૂરની આજ્ઞાથી પ્રર્વતવાપણું છે. અસ્થાના સ્થાપન દોષ પણ નથી લાગતો કેમકે લોકો પણ વર્ષાકાળે વર ન ધોવાના દોષો જાણે છે. ઈત્યાદિ – વર્ષાકાળ પૂર્વે પણ જેટલો ઉપધિ ધોવા લાયક છે, તે કહે છે – [33] વર્ષાકાળથી કંઈક પહેલાંના કાળે જલાદિ સામગ્રી હોય તો સર્વ ઉપકરણને સાધુઓ યતના વડે ધોવે છે. પણ જળના અભાવે જઘન્યથી પાક નિર્યોગ અવશ્ય ધોવો. ઉપકાર કરાય જેના વડે તે ‘નિર્યોગ’ એટલે ઉપકરણ. પાત્રનો જે તિર્યોગ તે પણ નિર્યો. તે આ – પાત્ર, પગબંધ, પાત્ર સ્થાપન, પબ કેસરિકા, પડલા, જર્માણ અને ગુચ્છ. વસ્ત્ર ધોવાના આ નિયમમાં જે અપવાદ છે, તે કહે છે – [૩૪] જેમણે અરહંત પ્રરૂપિત આચારાંગાદિના ઉપધાન વન કર્યો હોય, તે સિદ્ધાંતનો અભ્યાસ કર્યો હોય, સમગ્ર સ્વ-પર સિદ્ધાંતના શાસ્ત્રોના અર્થના જ્ઞાતા હોય, પંચાચારમાં સ્વયં કુશળ અને બીજાને કુશળ બનાવનાર હોય, પ્રવચનની અર્થી વ્યાખ્યાના અધિકારી, સદ્ધર્મ દેશનામાં તત્પર હોય તે આચાર્ય. આચાર્યના ઉપલક્ષણથી ઉપાધ્યાયાદિને પણ ગ્રહણ કરવા. તેમના તથા ગ્લાન-માંદા સાધુના વારંવાર મલિન થયેલા વસ્ત્રો પણ ધોવાય છે. જેથી ગરના વિષયમાં લોકમાં નિંદા ન થાય કે આવા મળની દુર્ગંધવાળા ગુરુની નીકટ કોણ જાય ? ગ્લાનને અજીર્ણ ન થાય માટે તેઓના વો વારંવાર ધોવાય છે. [૩૫] જેના વિશે પગ મૂકાય તે પ્રત્યવતાર એટલે ઉપકરણ કહેવાય. પછી પામનો પ્રત્યવતાર એટલે પાત્ર સિવાય છ પ્રકારનો પાક નિયોંગ તથા જોહરણ સંબંધી બે નિષધા - બાહ્ય અને અત્યંતર. સુત્રોક્ત રીતે દશી હોતી નથી પણ દાંડી જ હોય, તેની ત્રણ નિષધા - દાંડીની ઉપર એક હાથ લાંબી, તિર્થી ત્રણ વેષ્ટક પહોળી, જે કામળીના કકડારૂપ હોય છે, તે પહેલી નિષધા, તેના અગ્રભાગે દશી બંધાય. દશી સહિતની નિપધાને પછી જોહરણ શબ્દથી ગ્રહણ કરશે, માટે અહીં ગ્રહણ ન કરવું. તેના ઉપર એક હાથથી વધુ લાંબી, ઘણા વેષ્ટકથી વીંટતી તીંછ

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100