Book Title: Agam 27 Chhed 04 Dashashrutskandh Sutra Sthanakvasi
Author(s): Dolarbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
તેથી બધાનો જય થયો. આ માનવ રત્નની મલિનતા ઓછી થઈ ગઈ. હવે જલદી બીજો પ્રયોગ આપશ્રી પ્રસ્તુત કરો અને તે અમે જલદી શીખી લઈએ.
- પ્રવચનકુમાર મધુર ભાષામાં મુખરિત બનીને બોલ્યા- વહાલા વિદ્યાર્થીઓ! આ માનવ રત્નોની કર્મધૂલીને તો ખંખેરી, હવે તમારે માનવ રત્નોની ઉપર પડેલા ખાડા ટેકરા હટાવવાના છે. ટેકરાઓની નીચે પ્રતિમા દટાયેલી છે. તે પ્રતિમામાં ખાડા ટેકરા માનવ રત્નોએ પોતાના હાથે જ ઊભા કરેલા છે. તેઓ સમતાની શોધમાં નીકળ્યા હતા પણ કર્મરાજે વચ્ચે આવીને તેના હાથે જ પુગલના ખાડા ટેકરાઓ એકવીસની સંખ્યામાં ઊભા કરાવી દીધા. તેઓ કાર્યોત્સર્ગની મુદ્રામાં બેસવા જતાં હતાં. ત્યાં મૈથુન સંજ્ઞાને મોકલી બળાત્કાર કરી હસ્તકર્મ આદિથી લઈને વાસનાને ઉત્તેજિત કરવાની કચેષ્ટા કરાવી દીધી. તે શબલ દોષનું દુરાચરણથી લઈને ઈરાદાપૂર્વક અસઝતા, દોષિત આહાર હાથથી કરાવતા એકવીસની સંખ્યામાં થઈ ગયા અને તે બિચારાની સીધી આકૃતિ વિકૃત બની ગઈ છે. શ્રમણ આકૃતિને ઈજા ન પહોંચે તે રીતે તમારે ઋજુતાની હથોડીને, કલ્યાણની છીણીથી કોતરણી કરવાની છે. ટેકરાને હઠાવી ખાડાને પૂરી આબેહૂબ પ્રતિમાની આકૃતિ પ્રગટ કરવાની છે હો ને?
સર્વવિદ્યાર્થીઓએ આનંદપૂર્વક લલકાર કરીને કહ્યું અમે એમ જ કરશું. પ્રવચન કુમારે કહ્યું, તો ચાલો- ઉપાડો હથિયાર, કરો કામ. દશાશ્રુતસ્કંધની બીજી દશામાંથી હું જે રીતે આદેશ આપું તે રીતે કરવા તત્પર બની જાઓ. બધા તૈયાર થઈને હથિયાર લઈ ચાલ્યા. માનવ રત્નો પાસે આવીને ઊભા રહ્યા. તે રત્નો શાંત ભાવે સમાધિસ્થ બની ઊભા હતા. આ બાવીશ શિલ્પીઓ પ્રવચનકુમારના આદેશ અનુસાર કાર્યશીલ બન્યા. એકવીસ સ્થાન ઉપર જે શબલ દોષના ટેકરા હતા તે બધા જ હટાવી તોડી ફોડી નાંખ્યા અને બંને હાથની કુચેષ્ટાને સુચેષ્ટામાં લાવી દીધી. આ પરાક્રમ બ્રહ્મકુમારે તથા શીલકુમારે આગળ આવીને કર્યું હતું, તે બરાબર પ્રવચન કુમારે જોઈ લીધું. શાબાશી આપીને બધાને વધાવ્યા. બ્રહ્મકુમાર અને શીલકુમારનો વાંસો થાબડ્યો, ધન્ય છે તમારા પરાક્રમને તમે હવે સમતા ગુણની શ્રમણમૂર્તિ જરૂર પ્રગટ કરી શકશો. તમારી જેવા શિલ્પી પામી હું ધન્ય બની ગયો.
ચાલો... હવે ત્રીજો પ્રયોગ શીખવાડું. બધા શિલ્પી શાણા થઈને શ્રોતા બનીને બેસી ગયા. પ્રવચનકુમાર બોલ્યા ! તમે શબલ દોષને તો બરાબર હઠાવ્યા. આ બધી કુચેષ્ટા પ્રાયઃ કરીને હાથ દ્વારા તેના સ્પર્શ દ્વારા થાય છે. કુચેષ્ટા માનવને કામી બનાવે
37