Book Title: Agam 27 Chhed 04 Dashashrutskandh Sutra Sthanakvasi
Author(s): Dolarbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai

View full book text
Previous | Next

Page 180
________________ શ્રી દશાશ્રુતસ્કંધ સૂત્ર આપી પત્નીરૂપે સોંપે છે અર્થાત્ પરણાવે છે. તે તેના પતિની ઇષ્ટ, કાંત, પ્રિય, મનોજ્ઞ, અતિ મનોહર, ધૈર્યનુંસ્થાન, વિશ્વાસપાત્ર, સંમત, બહુમત, અનુમત, (અતિશય પ્રિય) રત્નના કરંડિયાની સમાન એક માત્ર પત્ની હોય છે. ૧૦૮ મહેલમાંથી બહાર નીકળે કે અંદર પ્રવેશે ત્યારે તેની આગળ છત્ર, જારી, લઈને અનેક દાસ-દાસી, નોકર-ચાકર ચાલે છે યાવત્ એકને બોલાવતાં ચાર-પાંચ નોકરો હાજર થઈ જાય છે અને પૂછે છે કે હે દેવાનુપ્રિય ? કહો, અમે આપના માટે શું કરીએ ? યાવત્ આપના માટે ક્યા ભાવતા ભોજન લઈ આવીએ. પ્રશ્ન- શું તે ઋદ્ધિસંપન્ન-સાંસારિક સુખમાં નિમગ્ન સ્ત્રીને તથારૂપના શ્રમણ-માહણ ઉભય કાળે કેવળી પ્રરૂપિત ધર્મ કહે છે ? ઉત્તર- હા, કહે છે. પ્રશ્ન- શું તે ધર્મ પ્રરૂપણાને શ્રદ્ધાપૂર્વક સાંભળે છે ? ઉત્તર– તે સંભવ નથી, કારણ કે તે સ્ત્રી ધર્મ શ્રવણને માટે અયોગ્ય છે. ઉત્કૃષ્ટ અભિલાષાવાળી તે સ્ત્રી દક્ષિણ દિશાવર્તી નરકમાં કૃષ્ણપાક્ષિક નારકીરૂપે ઉત્પન્ન થાય છે તથા ભવિષ્યમાં તેને સમ્યક્ત્વની પ્રાપ્તિ પણ દુર્લભ થાય છે. હે આયુષ્યમાન શ્રમણો ! નિદાનશલ્યના પાપકારી પરિણામ સ્વરૂપે કેવલી પ્રરૂપિત ધર્મનું શ્રવણ પણ કરી શકતી નથી. (૩) નિગ્રંથોનું સ્ત્રી થવાનું માટે નિદાન અને તેનું ફળ ઃ १६ एवं खलु समणाउसो ! मए धम्मे पण्णत्ते, इणमेव णिग्गंथे पावयणे सच्चे जाव सव्वदुक्खाणं अंत करेंति । जस्स णं धम्मस्स णिग्गंथे सिक्खाए उवट्ठिए विहरमाणे पुरादिगिंछाए जाव से य परक्कममाणे पासेज्जा-से जा इमा इत्थिया भवइ-एगा एगजाया जाव जं पासित्ता णिग्गंथे णिदाणं करेंति- दुक्खं खलु पुमत्तणए, जे इमे उग्गपुत्ता महामाया भोगपुत्ता महामाउया एतेसिं णं अण्णयरेसु उच्चावएसु महासमर - संगामेसु उच्चावयाइं सत्थाई उरंसि चेव पडिसंवेदेति । तं दुक्खं खलु पुमत्तणए, इत्थित्तणयं साहु । ભાવાર્થ :- હે આયુષ્યમાન શ્રમણો ! મેં શ્રુત અને ચારિત્ર ધર્મનું નિરૂપણ કર્યુ છે. આ નિગ્રંથ પ્રવચન સત્ય છે યાવત્ બધા દુઃખોનો અંત કરે છે. તે ચારિત્ર ધર્મનો સ્વીકાર કરીને, સંયમ જીવનનું પાલન કરતાં ભૂખ વગેરે પરિષહોથી પીડિત કોઈ સાધુ ઉદિત કામ-મોહ સહિત યાવત્ સંયમમાં પરાક્રમ કરતા કોઈ સ્ત્રી(રાજરાણી) આદિને જોઈને વિચારે છે પુરુષનું જીવન દુઃખમય છે, વિશુદ્ઘ માતૃ-પિતૃપક્ષવાળા ઉગ્રવંશી અથવા ભોગવંશી પુરુષને નાના-મોટા યુદ્ધમાં જવું પડે છે અને નાના-મોટા શસ્ત્રોના પ્રહાર છાતી ઉપર ઝીલવા પડે છે અને તે પ્રહારથી ઉત્પન્ન થતી વેદનાથી તે વ્યથિત થાય છે, પુરુષનું જીવન દુઃખમય છે અને સ્ત્રીનું જીવન સુખમય છે. १७ जइ इमस्स सुचरियस्स तव नियम-बंभचेरवासस्स कल्लाणे फलवित्तिविसेसे अत्थि, तं अहमवि आगमेस्साए इमाइं एयारूवाइं ओरालाई इत्थिभोगाई भुंजमाणे વિહરમિ-સે તેં સાદું | एवं खलु समणाउसो ! णिग्गंथे णियाणं किच्चा तस्स ठाणस्स अणालोइय

Loading...

Page Navigation
1 ... 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203