Book Title: Agam 27 Chhed 04 Dashashrutskandh Sutra Sthanakvasi
Author(s): Dolarbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
[૪૮]
શ્રી દશાશ્રુતસ્કંધ સૂત્ર
છઠ્ઠી દશાઃ ઉપાસક પડિમા PE/PE/PE/PE/Ez777) પ્રારંભઃ| १ सुयं मे आउसं तेणं भगवया एवमक्खायं- इह खलु थेरेहिं भगवंतेहिं एक्कारस उवासगपडिमाओ पण्णत्ताओ । कयराओ खलु ताओ थेरेहिं भगवंतेहिं एक्कारस उवासगपडिमाओ पण्णत्ताओ? इमाओ खलु ताओ थेरेहिं भगवंतेहिं एक्कारस उवासगपडिमाओ पण्णत्ताओ तं जहा- [दसण-पडिमा, वय-पडिमा, सामाइय-पडिमा, पोसह-पडिमा,काउस्सग्ग-पडिमा,बंभचेर-पडिमा, सचित्तपरिण्णायपडिमा, आरंभपरिण्णिणाय-पडिमा, पेसपरिण्णाय-पडिमा, उद्दिट्ठभत्त परिण्णायપતિમા, સમભૂથ-પતિમ I] ભાવાર્થ :- હે આયુષ્યમાન ! મેં સાંભળ્યું છે કે ભગવાન મહાવીર સ્વામીએ આ પ્રમાણે કહ્યું છે કે આ નિગ્રંથ પ્રવચનમાં સ્થવિર ભગવંતોએ અગિયાર ઉપાસક પડિમા કહી છે. પ્રશ્નસ્થવિર ભગવંતોએ કઈ અગિયાર ઉપાસક પડિમાઓ કહી છે? ઉત્તર- સ્થવિર ભગવંતોએ આ અગિયાર ઉપાસક પડિમાઓ કહી છે જેમ કે- [(૧) દર્શનપ્રતિમા (૨) વ્રતપ્રતિમા (૩) સામાયિકપ્રતિમા (૪) પૌષધપ્રતિમા (૫) કાયોત્સર્ગપ્રતિમા (૬) બ્રહ્મચર્યપ્રતિમા (૭) સચિત્તત્યાગપ્રતિમા (૮) આરંભત્યાગપ્રતિમા (૯) પ્રખ્યત્યાગપ્રતિમા (૧૦) ઉદિષ્ટભક્તત્યાગપ્રતિમા (૧૧) શ્રમણભૂતપ્રતિમા. આમા પ્રથમ ઉપાસકપ્રતિમાનું વર્ણન આ પ્રમાણે છે.] નોંધઃ- અન્ય પ્રતોમાં પ્રથમ સૂત્રના આ સૂત્રપાઠમાં પારસ ૩વાસ-પતિમાં પણ
-પછી અગિયાર ઉપાસક પડિમાના નામવાળો સૂત્રપાઠ નથી, તેના સ્થાને અક્રિયાવાદી–ક્રિયાવાદીનું વિસ્તૃત વર્ણન છે. - પ્રસ્તુત આગમની અન્ય દશાઓનું નિરીક્ષણ કરતાં જણાય છે કે પૂર્વની પ્રથમાદિ દશાઓમાં તે-તે બોલોના નામો દર્શાવ્યા છે, પ્રથમ દશાના પ્રથમ સુત્રમાં વસં અમદદ પUUUત્તા, નહીં- પછી ૧૬નવા વગેરે ૨૦ અસમાધિ સ્થાનોના નામનો સુત્ર પાઠ છે. બીજી, ત્રીજી આદિ દશામાં પણ તે તે બોલના નામદર્શક સૂત્રપાઠ છે. સાતમી દશામાં વારસ બહુપરિમા પણTો , તં નહ- પછી માલિયા fમસ્તુપતિ આદિ ૧૨ ભિક્ષુ પડિમાના નામનો સૂત્રપાઠ છે અને ત્યારપછી સૂત્રોમાં ક્રમશઃ ૧૨ પડિમાઓનું વર્ણન છે.
આ આગમની અન્ય સર્વ દશાની જેમ અહીં તં કદ પછી ઉપાસક પડિમાના નામ આવશ્યક જણાતા પ્રસ્તુતમાં શ્રી સમવાયાંગ સૂત્રના આધારે પડિમાના નામનો સૂત્રપાઠ કસમાં રાખ્યો છે.
આ દશામાં પ્રથમ સૂત્રગત સં - પછી અક્રિયાવાદી, ક્રિયાવાદી સંબંધી વિસ્તૃત વર્ણનનો પાઠ અપ્રાસંગિક, અસંગત, અતિવિસ્તૃત અને અનુપયુક્ત જણાય છે, યથા– (૧) અહીં શ્રાવકોની પડિમાના કથનનો પ્રસંગ છે, તેથી અહીં અક્રિયાવાદી વગેરેનું વર્ણન અપ્રાસંગિક છે. (૨) શ્રાવકો વ્રતધારી હોય છે.