Book Title: Agam 27 Chhed 04 Dashashrutskandh Sutra Sthanakvasi
Author(s): Dolarbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
[ ૮૭ ]
શ્રી દશાશ્રુતસ્કંધ સૂત્ર
નવમી દશા. પ્રાક્કથન RDCRORRORDROR * પ્રસ્તુત દશામાં મહામોહનીય કર્મબંધના ત્રીસ સ્થાનોનું કથન છે. મહામોહનીય કર્મ-જીવને મૂઢ કે વિવેક શૂન્ય બનાવે, તે મોહનીય કર્મ છે. ઉત્કૃષ્ટસ્થિતિવાળા મોહનીય કર્મને મહામોહનીય કર્મ કહે છે. * શ્રી પ્રજ્ઞાપના સૂત્રમાં મોહનીય કર્મના બે ભેદ કહ્યા છે દર્શનમોહનીય અને ચારિત્ર મોહનીય.
ત્યાં આ બંને પ્રકારના મોહનીય કર્મનું વિસ્તૃત વર્ણન છે. તેમાં મુખ્યત્વે દેવ, ગુરુ, ધર્મની આશાતનાથી દર્શન મોહનીય અને ક્રોધાદિ કષાયોથી ચારિત્ર મોહનીયના કર્મબંધનું નિરૂપણ છે. તે જ ભાવો જ્યારે તીવ્રતમ થાય, કષાયજન્ય હિંસા, અસત્ય આદિ ક્રૂરતમ પ્રવૃત્તિ થાય, ત્યારે મહામોહનીય કર્મનો બંધ થાય છે. * મહામોહનીય કર્મની સ્થિતિ ૭૦ ક્રોડાકોડી સાગરોપમની છે. જીવના અનંત સંસાર પરિભ્રમણનું કારણ, મહામોહનીય કર્મ છે. * અનંત સંસાર પરિભ્રમણથી મુક્ત થવા માટે સાધના કરતાં સાધકો મહામોહનીયકર્મ બંધના કારણોને જાણીને, તેનાથી સર્વથા દૂર રહીને, પોતાની સાધનાને સફળ બનાવી શકે તે દષ્ટિકોણથી સુત્રકારે સાધુના લક્ષે પ્રસ્તુત વિષયનું નિરૂપણ કર્યું છે. આ વિષયનો બોધ શ્રાવક-શ્રાવિકાઓને પણ અત્યંત ઉપયોગી છે. તેઓએ પણ આ મહામોહનીય કર્મબંધ સ્થાનથી દૂર રહેવું જોઈએ.