Book Title: Agam 27 Chhed 04 Dashashrutskandh Sutra Sthanakvasi
Author(s): Dolarbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai

View full book text
Previous | Next

Page 173
________________ | દશા-૧૦. ૧૦૧ | સમાચાર સાંભળી, હર્ષિત અને સંતુષ્ટ થયા યાવતું તેમણે સ્નાનગૃહમાં પ્રવેશ કર્યો, કલ્પવૃક્ષની સમાન અલંકૃત અને વિભૂષિત થઈ તે શ્રેણિકરાજા યાવતું સ્નાનગૃહમાંથી નીકળ્યા અને ચલણાદેવી પાસે આવી ચેલણાદેવીને આ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિય ! ધર્મના આદિકર, તીર્થકર શ્રમણ ભગવાન મહાવીર સ્વામી યાવત્ અનુક્રમથી વિહાર કરતા, સંયમ અને તપથી આત્મસાધના કરતા ગુણશીલ ઉધાનમાં બિરાજમાન થયા છે. હે દેવાનુપ્રિય! તથારૂપના અર્થાત્ સંયમ અને તપના મૂર્તરૂપ એવા અરિહંત ભગવાનના નામગોત્ર સાંભળવાથી પણ મહાનફળ પ્રાપ્ત થાય છે, તો તેમના દર્શન કરવા, વંદન નમસ્કાર કરવા, સુખશાતા પૂછવી અને પપાસના(સેવા) કરવાના ફળની તો વાત જ શું કરવી ? તેમના એક પણ ધાર્મિકવચન સાંભળવા અને વિપુલ અર્થ ગ્રહણ કરવાના ફળનું તો શું કહેવું? અર્થાત્ તીર્થકરના વચનો મહાન ફળ દાયક હોય છે, તેથી હે દેવાનુપ્રિય ! આપણે શ્રમણ ભગવાન મહાવીર સ્વામીને વંદન, નમસ્કાર કરીએ, તેઓશ્રીનો સત્કાર, સન્માન કરીએ, તે કલ્યાણરૂપ છે, મંગલરૂપ છે, દેવાધિદેવ છે, જ્ઞાનસ્વરૂપ છે, તેઓશ્રીની પર્યાપાસના(સેવા) કરીએ. તેઓશ્રીની પર્યાપાસના આ ભવ અને પરભવમાંહિતકારી, સુખકારી, ક્ષેમકારી, નિઃશ્રેયકારી, મોક્ષ આપનારી છે અને તે ભવોભવમાં કલ્યાણકારી થાય છે. | ७ तए णं सा चेल्लणादेवी सेणियस्स रण्णो अंतिए एयमढे सोच्चा णिसम्म हट्टतुट्ठा जाव सेणियस्स रण्णो एयमटुं विणएणं पडिसुणेइ, पडिसुणित्ता जेणेव मज्जणघरे तेणेव उवागच्छइ, उवागच्छित्ता मज्जणघरं अणुपविसइ जाव महत्तरगविंद-परिक्खित्ता जेणेव बाहिरिया उवट्ठाणसाला, जेणेव सेणिएराया तेणेव उवागच्छइ । तए णं से सेणियराया चेल्लणादेवीए सद्धिं धम्मियं जाणपवरं दुरूढे जाव जेणेव गुणसीलए चेइए तेणेव उवागच्छइ जाव पज्जुवासइ । एवं चेल्लणा वि जाव पज्जुवासइ । तए णं समणे भगवे महावीरे सेणियस्स रण्णो भिंभिसारस्स, चेल्लणादेवीए, तीसे य महइमहालियाए परिसाए, इसिपरिसाए. जइपरिसाए. मणिपरिसाए. मणुस्स-परिसाए, देवपरिसाए, अणेगसयाए जाव धम्मो कहिओ । परिसा पडिगया। सेणियराया पडिगओ । ભાવાર્થ :- શ્રેણિકરાજા પાસેથી ભગવાનના દર્શનાર્થે જવાની વાત સાંભળી ચેલણાદેવી હર્ષિત અને સંતુષ્ટ થયા યાવત તેમણે શ્રેણિકરાજાના આ વચનોને વિનયપૂર્વક સ્વીકાર્યા. ત્યાર પછી સ્નાનગૃહમાં પ્રવેશ કરીને, સ્નાન આદિ કાર્યો કરીને યાવતુ ઘણી દાસીઓ સાથે બહારની ઉપસ્થાન શાળામાં શ્રેણિકરાજા પાસે આવ્યા. તે સમયે શ્રેણિકરાજા, ચેલણાદેવી સાથે શ્રેષ્ઠ ધાર્મિકરથમાં બેઠા, ગુણશીલ ઉદ્યાનમાં આવ્યા યાવતુ ભગવાનની પર્યાપાસના કરવા લાગ્યા. તે જ રીતે ચેલણા દેવી પણ પર્યાપાસના કરવા લાગ્યા. તે સમયે શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ ઋષિ, યતિ, મુનિ, મનુષ્ય, દેવો અને સેંકડો વ્યક્તિઓની મહાપરિષદમાં બિંબિસાર શ્રેણિકરાજા અને ચેલણાદેવીને વાવતુ ધર્મનું સ્વરૂપ સમજાવ્યું. ધર્મ કથા સાંભળીને પરિષદ પાછી ફરી, શ્રેણિકરાજા પણ સ્વસ્થાને પાછા ફર્યા. શ્રેણિક-ચેલણાના દર્શનથી સાધુ-સાધ્વીઓનું નિદાન:


Page Navigation
1 ... 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203