Book Title: Agam 27 Chhed 04 Dashashrutskandh Sutra Sthanakvasi
Author(s): Dolarbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
|
દર
|
શ્રી દશાશ્રુતસ્કંધ સૂત્ર
(૧) ઉદિષ્ટ ભક્ત વર્જન પ્રતિમા :- પૂર્વોકત નિયમોનું પાલન કરતા ઉપાસક આ પ્રતિમામાં ઉદ્દિષ્ટ– પોતાને માટે તૈયાર કરેલા ભોજન વગેરેનો ત્યાગ કરે છે. તે લૌકિક કાર્યોથી પ્રાયઃ દૂર રહે છે. તત્સંબંધી આદેશ આપતા નથી તથા પોતાનો વિચાર પણ દર્શાવતા નથી. તે વિષયમાં કોઈ પ્રશ્ન પૂછે, તો તે હું જાણું છું” અથવા “જાણતો નથી’ આટલો જ જવાબ આપે છે. આ પ્રતિમાના આરાધક સુરમુંડન કરાવે અથવા શિખા પણ રાખે છે. (૧૧) શ્રમણ ભત પ્રતિમા :- પૂર્વોકત બધા નિયમોનું પાલન કરતા શ્રાવક આ પ્રતિમામાં શ્રમણ અથવા સાધુની જેવા આચારનું પાલન કરે છે. તેની બધી ક્રિયાઓ શ્રમણ જેવી યતના અને જાગૃતિપૂર્વકની હોય છે. તે સાધુ જેવો વેશ ધારણ કરે છે, પાત્રા વગેરે ઉપકરણ ધારણ કરે છે, અસ્ત્રાથી મુંડન કરે છે, જો સહનશીલતા અથવા શક્તિ હોય તો લોચ કરે છે. સાધુની જેમ તે ભિક્ષાચર્યાથી જીવનનિર્વાહ કરે છે. સાધુ દરેકના ઘરે ભિક્ષા માટે જાય છે અને ઉપાસક પોતાના સ્વજનો-જ્ઞાતિજનોના ઘેર જ જાય છે, કારણકે તેના રાગાત્મક સંબંધનો સંપૂર્ણ વિચ્છેદ થયો નથી. તેની આરાધનાનો કાળ(સમય) જઘન્ય એક, બે, ત્રણ દિવસ અને ઉત્કૃષ્ટ કાળ અગિયાર મહિનાનો છે. પ્રતિમાઓનું કાલમાન:- પ્રસ્તુત સૂત્રોમાં પ્રથમની ચાર પ્રતિમાની કાળ મર્યાદાનું કથન નથી. પાંચમીથી અગિયારમી પ્રતિમાનો ક્રમશઃ પાંચ મહિનાથી અગિયાર મહિનાના કાળનો ઉલ્લેખ સૂત્રમાં છે. તે અનુસાર પ્રથમ પ્રતિમાનું કાલમાન એક મહિનો, બીજી પ્રતિમાનું બે મહિના, ત્રીજી પ્રતિમાનું ત્રણ મહિના અને ચોથી પ્રતિમાનું કાલમાન ચાર મહિનાનું માનવાની પરંપરા છે. આ પ્રમાણે ગણના કરતાં અગિયાર ઉપાસક પ્રતિમાની કુલ મર્યાદા પાંચ વર્ષ અને છ મહિના થાય છે.
અગિયાર પ્રતિમાની આરાધના પૂર્ણ થયા પછી અગિયારમી પ્રતિમા જેવો આચાર જીવન પર્યંત રહે તે શ્રેયકારી છે પરંતુ આ વિષયનો સ્પષ્ટ ઉલ્લેખ આગમમાં નથી. આ પ્રતિમાઓની આરાધના ક્રમશઃ કરવાની કે ક્રમ વિના કોઈપણ પ્રતિમાની આરાધના કરી શકાય કે કેમ? તેનું સ્પષ્ટ વિધાન સૂત્રમાં નથી. શ્રી ભગવતી સૂત્રમાં કાર્તિક શેઠનું જીવન વૃત્તાંત છે તે પ્રમાણે એક પ્રતિમાને અનેકવાર ધારણ કરી શકાય છે. ગદvors Téવા, ફુદં વા...:- છ થી અગિયાર પ્રતિમાનો જઘન્ય કાળ એક, બે, ત્રણ દિવસ છે. આ જઘન્ય સ્થિતિના વિષયમાં ચૂર્ણિકારનો અભિપ્રાય એ છે કે પ્રતિમા ગ્રહણ કર્યા પછી ૧, ૨, ૩ દિવસમાં પ્રતિમાધારકનું આયુષ્ય પૂર્ણ થઈ જાય અથવા કોઈ ૧, ૨, ૩ દિવસમાં દીક્ષા ગ્રહણ કરે તો તેની જઘન્ય સ્થિતિ ઘટિત થાય છે. આ બે કારણ ન હોય તો આ પ્રતિમાની અવધિ પાંચ, છ માસ આદિ છે.
પ્રથમ પ્રતિમાના નિયમ આગળની સર્વ પ્રતિમાઓમાં પાલન કરવાના હોય છે. પ્રથમ પ્રતિમામાં કથિત ધર્મરુચિ'નું પાલન ૧ થી ૧૧ પ્રતિમામાં થાય છે. બીજી પ્રતિમામાં કથિત શીલ, ગુણવ્રતાદિનું પાલન ૨ થી ૧૧ પ્રતિમામાં થાય છે. આ રીતે પૂર્વની પ્રતિમાના નિયમ પછી-પછીની પ્રતિમામાં પાલન કરવા આવશ્યક છે, પરંતુ પછીની પ્રતિમાના નિયમોનું પાલન પૂર્વની પ્રતિમામાં આવશ્યક નથી, જેમ કે પ્રથમ પ્રતિમામાં બીજી પ્રતિમાના નિયમનું પાલન જરૂરી નથી.
સિM/...ો ભવ:- અસ્નાન, દિવસ ભોજન(રાત્રિ ભોજન ત્યાગ), ધોતીને કચ્છ ન મારવો, બ્રહ્મચર્યાદિ નિયમોનું પાલન છઠ્ઠી પ્રતિમામાં કરવાનું હોવાથી પાંચમી પ્રતિમાના આરાધક શ્રાવક, તે નિયમોનું પાલન કરતા નથી.
આ સર્વ પ્રતિમાઓની રચના શૈલી એવી છે કે જે પ્રતિમામાં જે વ્રત નિયમનું પાલન કરવાનું