Book Title: Agam 27 Chhed 04 Dashashrutskandh Sutra Sthanakvasi
Author(s): Dolarbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
૪૦ ]
શ્રી દશાશ્રુતસ્કંધ સૂત્ર
કાયમવાળ - કાયસમિતિવાન. કાયાથી થતી પ્રાણઘાતક પ્રવૃત્તિઓનો પરિહાર કરીને પ્રાણીઓની રક્ષાકારી, સહાયકારી પ્રવૃત્તિ કરનારા. મધુપુર – મનગુપ્તિવાન. આર્તધ્યાન-રૌદ્રધ્યાન યુક્ત મનથી નિવૃત્ત થઈને. કુશલ અકુશલ બને પ્રકારના મનનો વિરોધ કરનારા. વાપુરી - વચન ગુપ્તિવાન. કુશલ-અકુશલ બંને પ્રકારના વચનોનો વિરોધ કરનારા. #ાયરી - કાય ગુપ્તિવાન. કાયાને કાયોત્સર્ગાદિ દ્વારા નિશ્ચલ બનાવીને, કાયાની શુભ-અશુભ સર્વ પ્રવૃત્તિઓનો નિરોધ કરનારા. સમિતિમાં સમ્યક પ્રવૃત્તિની મુખ્યતા છે જ્યારે ગુપ્તિમાં નિરોધ-નિવૃત્તિની મુખ્યતા છે.
તિરિયાળ - ગુખેન્દ્રિય. ઇંદ્રિયોનો નિગ્રહ કરનારા. ગુવંશવારા:- ગુપ્ત બ્રહ્મચારી. ગુપ્ત એટલે રક્ષિત, શુભ અનુષ્ઠાનોના આચરણ દ્વારા આત્માનું રક્ષણ કરનારા અર્થાત્ આજીવન બ્રહ્મચારી. આવઠ્ઠi - આત્માર્થી. આત્માના-મોક્ષના અભિલાષી અથવા આત્મસ્થિત-આત્મભાવમાં સ્થિર થયેલા
દિયાનં:- આત્મહિતા. સ્વ-પર સર્વ જીવોનું હિત-કલ્યાણ કરનારા, છકાય જીવના રક્ષક, છકાય જીવોના પ્રતિપાલક. ગાયનો - આત્મયોગી. પોતાના મન, વચન, કાયાને વશ કરનારા. પરિઉપપણું સાહિત્તા - પાક્ષિક પૌષધમાં સમાધિને પ્રાપ્ત. પાક્ષિક અર્થાત્ પ્રત્યેક પક્ષની આઠમ, પૂનમ આદિ પર્વતિથિઓના પૌષધ અર્થાતુ સ્વાધ્યાય, ધર્મ જાગરણ, તપાદિ કરનારા. સાધુઓ સર્વ સાવધકારી-પાપકારી કાર્યોના ત્યાગી હોય છે તેઓ માટે પૌષધ શબ્દ ધર્મજાગરિકા, તપાદિ અર્થમાં પ્રયુક્ત થયો છે. ઉપવાસ, ધર્મ જાગરણ, સ્વાધ્યાય આદિ દ્વારા આત્મગુણો પુષ્ટ થતાં હોવાથી તે અનુષ્ઠાનો પણ પૌષધ કહેવાય છે. ફિયાયમMIS :- ધર્મધ્યાનાદિ શુભ ધ્યાન કરનારા સાધકોને અપૂર્વ ચિત્ત સમાધિના દસ સ્થાનો પ્રાપ્ત થાય છે.
પ્રસ્તુતમાં ચિત્ત સમાધિસ્થાન શ્રમણ નિગ્રંથોને પ્રાપ્ત થવાનું કથન સાપેક્ષ છે, તેમ સમજવું. આ સુત્ર દ્વારા શ્રમણોપાસકો વગેરેને ચિત્ત સમાધિ પ્રાપ્ત કરવાનો નિષેધ છે, તેમ નથી. આ દસ સ્થાનમાંથી કેટલાક સ્થાન શ્રાવકોને પણ પ્રાપ્ત થઈ શકે છે અને કેટલાક સ્થાન શુભ પરિણામી સંજ્ઞી જીવોને પણ પ્રાપ્ત થઈ શકે છે. ઉત્થાનિકા – ઉત્થાનિકા એટલે પ્રારંભનું કથન. અધ્યયન, દશા વગેરેનો પ્રારંભ કેવી રીતે થયો? તેના વિધાનને ઉત્થાનિકા કહે છે. પ્રસ્તુત દશામાં બે પ્રકારની ઉત્થાનિકા જોવા મળે છે. ઉત્થાનિકાના પ્રારંભમાં કહ્યું છે કે સ્થવિર ભગવંતોએ આ દસ ચિત્ત સમાધિના સ્થાન કહ્યા છે. આ સૂત્ર સ્થવિર ભગવંત રચિત છે. તેથી આ ઉત્થાનિકા તેમના દ્વારા કહેવાયેલી હોય તેમ જણાય છે. ત્યારપછી કહ્યું છે કે ભગવાન મહાવીર સ્વામીએ સાધુ-સાધ્વીને આમંત્રિત કરીને ચિત્ત સમાધિના સ્થાન કહ્યા છે.