Book Title: Agam 27 Chhed 04 Dashashrutskandh Sutra Sthanakvasi
Author(s): Dolarbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
દશા-૫
[ ૪૫]
ગાથાર્થ– બળી ગયેલા બીજથી અંકુર ઉત્પન્ન થતાં નથી, તે રીતે કર્મ બીજ બળી ગયા પછી ભવરૂપી અંકુર ઉત્પન્ન થતાં નથી.
चिच्चा ओरालियं बोंदि, णाम-गोयं च केवली ।
आउयं वेयणिज्ज च, छित्ता भवइ णीरए ॥१६॥ ગાથાર્થ– દારિકશરીરનો ત્યાગ કરી તથા નામ, ગોત્ર, આયુષ્ય અને વેદનીયકર્મનું છેદન કરીને કેવળ ૧ ભગવાન કર્મ–રજથી સર્વથા રહિત થાય છે.
एवं अभिसमागम्म, चित्तमादाय आउसो ।
લેખિ-સુદ્ધિમુવામિ, માયા સોધિમુવેદ II –ત્તિ વેમ ! ગાથાર્થ– હે આયુષ્યમાન શિષ્ય! આ રીતે સર્વ પ્રકારે સમાધિને જાણીને, ચિત્ત-અંતઃકરણને રાગ અને દ્વેષથી રહિત બનાવીને,ક્ષપકશ્રેણીની શુદ્ધિને પ્રાપ્ત કરીને મુનિ આત્મશુદ્ધિને પ્રાપ્ત કરે છે અર્થાતુ મોક્ષપદને પ્રાપ્ત કરે છે. આ પ્રમાણે સ્થવિર ભગવાન કહે છે. વિવેચન : -
પ્રસ્તુત સુત્રના ગદ્ય-પદ્યમાં ચિત્ત સમાધિ સ્થાનનું સ્વરૂપ, ચિત્ત સમાધિ પ્રાપ્ત કરનાર સાધકના ગુણ, સમાધિ પ્રાપ્ત કરવાના ઉપાય અને તેના ફળનું વર્ણન છે. ચિત્ત સમાધિના સ કારણ - (૧) ધર્મ ધ્યાનની પ્રાપ્તિ (૨) જાતિસ્મરણજ્ઞાન (૩) યથાર્થ સ્વપ્ન દર્શન (૪) દેવ દર્શન (૫) અવધિજ્ઞાન પ્રાપ્તિ (૬) અવધિ દર્શન પ્રાપ્તિ (૭) મન:પર્યવજ્ઞાન પ્રાપ્તિ (૮) કેવળજ્ઞાન પ્રાપ્તિ (૯) કેવળદર્શન પ્રાપ્તિ (૧૦) મોક્ષ પ્રાપ્તિ.
સૂત્રમાં દસસ્થાન ગધપાઠ અને પધપાઠ ગાથા રૂપે કહ્યા છે. ગદ્યપાઠમાં આ દસ ચિત્તસમાધિ સ્થાનોનું કથન છે અને પદ્યમાં(ગાથાઓમાં) આ સમાધિસ્થાનોની પ્રાપ્તિ ક્યા પ્રકારની સાધના કરનાર સાધુને થાય છે? તે કહ્યું છે અને આ સમાધિસ્થાનનું શું પરિણામ આવે છે? તે દર્શાવ્યું છે.
પ્રથમ દસ ગાથામાં નવ સમાધિસ્થાનના કથન પછી પાંચ ગાથામાં મોહનીયકર્મના ક્ષયનું મહત્ત્વ વિવિધ ઉપમાઓ દ્વારા સ્પષ્ટ કર્યું છે, યથા(૧) તાડવૃક્ષમાં શીર્ષસ્થાનનું સોઈથી છેદન કરવું - જેમ તાડવૃક્ષમાં તેના શીર્ષસ્થાનની મહત્તા છે. શીર્ષ સ્થાનના અર્થાત્ મુખ્ય સ્થાનના છેદનથી વૃક્ષનો સંપૂર્ણ નાશ થાય છે, તેમ આઠ કર્મમાં મોહનીય કર્મ શીર્ષસ્થાને છે. તેનું છેદન થતાં સર્વ કર્મનો નાશ થાય છે. (૨) યુદ્ધમાં સેનાપતિનું મૃત્યુ થવું :- યુદ્ધમાં હજારો સૈનિકો લડતાં હોવા છતાં એક સેનાપતિના પરાજયથી કે મૃત્યુથી સર્વ સૈનિકો પરાજિત ગણાય છે, તેમ મોહનીય કર્મના પરાજયથી કે નાશથી સર્વ કર્મ પરાજિત થાય છે. (૩) અગ્નિમાં ઈધનનો અભાવ :- અગ્નિને પ્રજ્વલિત રાખવા ઈધનની અનિવાર્યતા છે. ઈધન વિના અગ્નિ પ્રજ્વલિત રહેતો નથી. તેમ સંસાર પરંપરાને જીવંત રાખવા મોહનીય કર્મ ઈધન સમાન છે. મોહનીય કર્મરૂપી ઈધનના અભાવથી સંસાર પરંપરાનો અંત થાય છે.