Book Title: Agam 27 Chhed 04 Dashashrutskandh Sutra Sthanakvasi
Author(s): Dolarbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
*
૧૪
પ્રાકથન
* પ્રસ્તુત ત્રીજી દશામાં તેત્રીસ પ્રકારની આશાતનાઓનું વર્ણન છે.
આશાતના શબ્દમાં આ+શાતના શબ્દ છે. બાય: સભ્ય ર્શનાઘવાપ્તિલક્ષળસ્તસ્ય શાતના-લંડન નિરુવસાવાશાતના – આચાર્ય અભયદેવ સૂરિષ્કૃત સમવાયાંગ ટીકા. સમ્યગ્દર્શનાદિ ગુણોની પ્રાપ્તિને ‘આય’ કહે છે અને તે પ્રાપ્ત ગુણોની શાતના એટલે ખંડના—ડ્રાસ થવો, તેને આશાતના કહે છે. ગુરુ આદિના અવિનય, અવહેલનાદિથી જ્ઞાનાદિ ગુણોની ખંડના થાય છે, તેથી તેવી પ્રવૃત્તિઓ આશાતના કહેવાય છે.
શ્રી દશાશ્રુતસ્કંધ સૂત્ર
ત્રીજી દશા
KOROŘOOOOR
* आशातणाणामं नाणादिआयस्स सातना, यकार लोपं कृत्वा आशातना भवति । –આચાર્ય જિનદાસ સૂરિષ્કૃત આવશ્યક ચૂર્ણિ. જ્ઞાનાદિના આય(પ્રાપ્તિ)ની શાતના-ખંડનને આશાતના કહે છે. આય + શાતનામાં ય કારનો લોપ થવાથી આશાતના શબ્દ બને છે.
*
*
आ समन्तात् सामस्त्येन शात्यन्ते ध्वंस्यन्ते ज्ञानादिगुणा याभिस्ता आशातनाः चारित्रवर्तिनो લોન વિશેષ: ।- મુનિહર્ષિણી ટીકા. જેના દ્વારા જ્ઞાનાદિ ગુણો સર્વથા(સમસ્તરૂપે) નષ્ટ થઈ જાય તેને આશાતના કહે છે. તે ચારિત્રના દોષ વિશેષ છે.
आसायणाओ दुविहा मिच्छा पडिवज्जणा य लाभे ।
નિર્યુક્તિકારે આશાતનાના બે પ્રકાર કહ્યા છે– (૧) મિથ્યા પ્રતિપાદન– વસ્તુ સ્વરૂપની અજ્ઞાનતાના કારણે અથવા અહંકારના કારણે મિથ્યા પ્રરૂપણા કરવી (૨) મિથ્યા પ્રતિપત્તિ લાભ– ગુરુજનો કે પૂજનીય ડિલોનો અવિનય, અવહેલના કરવી.
*
સમવાયાંગ સૂત્રના તેત્રીસમા સમવાયમાં તથા પ્રસ્તુત દશાશ્રુતસ્કંધની ત્રીજી દશામાં બીજા પ્રકારની તેત્રીસ આશાતનાનું કથન છે અને આવશ્યક સૂત્રના ચોથા શ્રમણસૂત્રમાં પ્રથમ પ્રકારની આલોક-પરલોક, કાળ, ધર્મ, શ્રુતદેવ વગેરે સંબંધી ૩૩ આશાતઓનું કથન છે.
܀܀܀܀܀