Book Title: Agam 27 Chhed 04 Dashashrutskandh Sutra Sthanakvasi
Author(s): Dolarbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
૨૬ ]
શ્રી દશાશ્રુતસ્કંધ સૂત્ર
(૧) વિચિંત્ય ઉદિશતિ - વિચિંત્ય- વિચાર કરીને, ઉદિશતિ (ઉદ્દેશ) સૂચન કરે. ગણિ શિષ્યમાં વિનય, ઉપશાંતતા, ઇન્દ્રિય વિજય વગેરે ગુણો છે કે નહીં? શિષ્ય કયા સૂત્રમાં પ્રવેશ કરી શકે તેમ છે? તેનો વિચાર કરીને તેની યોગ્યતા અનુસાર સૂત્રના અધ્યયનનું સૂચન કરે છે. શિષ્યની પાત્રતા અને રસ, રુચિ પ્રમાણે સૂત્રનું અધ્યયન કરાવવામાં આવે તો તે તેમાં શીધ્ર પ્રવેશ કરી પ્રગતિ કરી શકે છે. (૨) વિચિંત્ય વાચયતિ :- વિચાર કરીને વાચના આપે. શિષ્યની ધારણા(સ્મરણ) શક્તિનો વિચાર કરીને (જાણીને) પ્રમાણ, નય, હેતુ, દષ્ટાંત, યુક્તિ આદિ દ્વારા સૂત્ર, અર્થ અને ગૂઢાર્થની વાચના આપે. (૩) પરિનિર્વાણ વાચયતિ - પરિ– સર્વ પ્રકારે, નિર્વાણુ- નિઃસંદેહરૂપે મનમાં બેસી જાય, સ્મૃતિમાં ઉતરી જાય. પૂર્વે શીખવેલા સૂત્ર–અર્થ સ્મૃતિમાં ધારણ થઈ જાય, યાદ રહી જાય પછી આગળ ભણાવવું. ગણિ શિષ્યની કંઠસ્થ શક્તિ અને તેની ધારણા શક્તિનો ક્રમશઃ વિકાસ થાય તેનું ધ્યાન રાખીને, પૂર્વે શીખાવેલાં સૂત્રાથે સર્વ પ્રકારે સ્મૃતિમાં રહી જાય તત્પશ્ચાત્ નવું અધ્યયન કરાવે. (૪) અર્થનિર્યાપકતા :- અર્થ- જીવ. અજીવાદિ તત્ત્વોના પરમાર્થને. નિર્યાપક- વિવિધ વ્યક્તિથી સ્પષ્ટ કરવા. શિષ્ય સંક્ષિપ્ત વાચના દ્વારા અપાયેલા સૂત્ર અને અર્થ ગ્રહણ કરી લે, ત્યારપછી નય-પ્રમાણ, પ્રશ્નોત્તર, અન્ય વિષયોના ઉદ્ધરણો આપીને પરમાર્થને સમજાવે તથા ઉત્સર્ગ-અપવાદ માર્ગમાં સૂત્રના આધારે ઉચિત નિર્ણય લેવાનું સમજાવે. સ્યાદ્વાદ નય-નિક્ષેપ આદિના રહસ્યોને પોતે જાણીને બીજાને શીખવે, તે અર્થ નિર્યાપકતા છે.
આ રીતે શિષ્યની યોગ્યતા પ્રમાણે ક્રમશઃ શાસ્ત્રવાચના આપવાથી શાસ્ત્રપરંપરા યથાર્થ જળવાઈ રહે છે અને શિષ્યની અભ્યાસ રુચિ વધે છે, જ્ઞાન પ્રાપ્તિમાં પ્રસન્નતા રહે છે અને તેનો સાધનામાર્ગ પરિપક્વ બને છે. (૬) મતિ સંપદા:| ७ से किं तं मइसंपया ? मइसंपया चउव्विहा पण्णत्ता, तं जहाउग्गहमइसपया, ईहामइसपया, अवायमइसपया, धारणामइसपया । ભાવાર્થ :- પ્રશ્ન- મતિસંપદાના કેટલા પ્રકાર છે? ઉત્તર- અતિસંપદાના ચાર પ્રકાર છે, જેમકે – (૧) અવગ્રહ મતિસંપદા- સામાન્યરૂપે અર્થને જાણવો. (૨) ઈહામતિ સંપદા- સામાન્યરૂપે જાણેલા અર્થને વિશેષરૂપે જાણવાની ઇચ્છા થવી. (૩) અવાયમતિ સંપદા- ઈહાથી જાણેલી વસ્તુનો વિશેષરૂપે નિશ્ચય કરવો. (૪) ધારણામતિ સંપદા- નિશ્ચય કરાયેલી વસ્તુને કાલાંતરમાં પણ યાદ રાખવી.
८ से किं तं उग्गहमइसंपया ? उग्गहमइसंपया छव्विहा पण्णत्ता, तं जहाखिप्पं उगिण्हेइ, बहु उगिण्हेइ, बहुविहं उगिण्हेइ, धुवं उगिण्हेइ, अणिस्सियं उगिण्हेइ, असंदिद्धं उगिण्हेइ । से तं उग्गहमइसंपया । एवं ईहामई वि । एवं अवायमई वि । ભાવાર્થ :- પ્રશ્ન- અવગ્રહ મતિસંપદાના કેટલા પ્રકાર છે? ઉત્તર- અવગ્રહમતિ સંપદાના છે પ્રકાર છે, જેમકે – (૧) શીધ્ર ગ્રહણ- અર્થ આદિને શીધ્ર ગ્રહણ કરવા (૨) બહુ ગ્રહણ- ઘણા અર્થને ગ્રહણ કરવા (૩) બહુવિધ ગ્રહણ- અનેક પ્રકારના અર્થને ગ્રહણ કરવા (૪) ધ્રુવ ગ્રહણ– નિશ્ચિતરૂપથી