Book Title: Agam 27 Chhed 04 Dashashrutskandh Sutra Sthanakvasi
Author(s): Dolarbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
| દશા-૪
૩૩ ]
માટે નિરુત્સાહી બનેલાને સાધુધર્મ સ્વીકારવા માટે ઉત્સાહિત કરવા, યથાર્થ સંયયધર્મ સમજાવવો અર્થાત્ સમ્યકત્વી ગૃહસ્થોને ગૃહસ્થ ધર્મમાંથી બહાર કાઢી સંયમ માર્ગમાં લાવવા. (૩) ધર્મથી શ્રુત થયેલાને ધર્મમાં સ્થિર કરવા. સમ્યકત્વ(શ્રદ્ધા)થી ટ્યુત થયેલાને પુનઃ શ્રદ્ધામાં સ્થાપિત કરવા અને સંયમ માર્ગથી પતિત થયેલાને વિવેકપૂર્વક ફરીને સંયમમાં સ્થિર કરવા (૪) શ્રદ્ધાળુ શિષ્યોના આ લોક-પરલોક, બંને લોકના હિત માટે, સુખ માટે, ક્ષેમ માટે અને કલ્યાણ માટે સંયમધર્મની પૂર્ણ આરાધના કરાવવામાં તત્પર રહેવું. આચાર્યનો આ ચાર પ્રકારનો આ વિક્ષેપણા વિનય છે. (૪) દોષનિર્ધાતના વિનય :- શિષ્ય સમુદાયમાં ઉત્પન્ન થયેલા દોષોને દૂર કરવા, તે દોષ નિર્ધાતના વિનય છે. ક્રોધાદિ કષાયને દોષ કહે છે અને તેના નિવારણને નિર્ધાતના કહે છે. આચાર્ય વિશાળ શિષ્ય પરિવારની સુયોગ્ય વ્યવસ્થા કરે છે. શિષ્યો પોત-પોતાની સાધનામાં રત હોય છે, તેમ છતાં ક્યારેક કર્મોદયને વશ શિષ્ય ક્રોધાદિ દોષોનું સેવન કરે ત્યારે આચાર્ય તેનું નિવારણ કરે છે. તે દોષ નિવારણ સંબંધિત વિનયના ચાર પ્રકાર છે– (૧) શિષ્યો ક્રોધને વશ થાય ત્યારે આચાર્ય ક્રોધના દુષ્ફળ બતાવીને, ક્ષમાદિનો ઉપદેશ આપીને, મૃદુ વચનથી તેને શાંત કરે છે, ક્રોધને ઉપશાંત કરવાના ઉપાય રૂ૫ આચારને શીખવાડે છે. (૨) શિષ્યની રાગદ્વેષાત્મક પરિણતિનું તટસ્થતાપૂર્વક નિરીક્ષણ કરીને તેનું નિવારણ કરાવે છે. શિષ્ય વિષય-કષાયાદિને આધીન બને ત્યારે તેનાથી નરક, નિગોદ આદિ દુર્ગતિની પ્રાપ્તિ રૂપ વિપાક બતાવી, આચાર્ય તે દોષોનું નિવારણ કરાવે છે. (૩) અનેક પ્રકારની આકાંક્ષાઓને આધીન બનેલા શિષ્યોની આકાંક્ષાઓને ઉચિત ઉપાયોથી દૂર કરે. શિષ્યને અન્યના આડંબર જોઈને, બીજાના વસ્ત્ર, પાત્ર, ભોજન, અધ્યયન, વિહાર આદિ જોઈને તેની અભિલાષા જાગે, તે આકાંક્ષા કહેવાય છે. આચાર્ય યોગ્ય ઉપદેશ દ્વારા તેનું નિવારણ કરે છે. (૪) આચાર્ય આ વિભિન્ન દોષોનું નિવારણ કરાવી શિષ્યને સંયમમાં સુદઢ કરે છે. શિષ્યોના ઉક્ત દોષોનું નિવારણ કરતા પોતે ખેદયુક્ત ન થાય, શ્રદ્ધાથી વિચલિત ન થાય પરંતુ પોતાના આત્માને સંયમગુણોથી પરિપૂર્ણ બનાવી રાખે છે.
રાજા સંપૂર્ણ ઐશ્વર્ય સંપન્ન અને પ્રજાનો પ્રતિપાલક હોય છે, તે યશકીર્તિને પ્રાપ્ત કરી સુખી થાય છે, તેમ જે આચાર્ય શિષ્ય સમુદાયની વિવેકપૂર્વક પ્રતિપાલના કરતા સ્વયં સંયમની આરાધના કરે છે અને શિષ્યોની સંયમ સાધનામાં પૂર્ણતઃ સહાયક બને છે, તે શીધ્ર મોક્ષગતિને પ્રાપ્ત કરે છે. ભગવતીસૂત્ર શ.૫, ઉદ્દે-૬ માં કહ્યું છે કે સમ્યક પ્રકારથી ગણનું પરિપાલન કરનાર આચાર્ય-ઉપાધ્યાય તે જ ભવમાં, બીજા ભવમાં અથવા ત્રીજા ભવમાં અવશ્ય મુક્તિને પ્રાપ્ત કરે છે. આચાર્ય પ્રતિ શિષ્યનું કર્તવ્ય:|१७ तस्सेवं एवं गुणजाइयस्स अंतेवासिस्स इमा चउव्विहा विणयपडिवत्ती भवइ, तं जहा- उवगरणउप्पायणया, साहिल्लया, वण्णसंजलणया, भारपच्चोरुहणया। ભાવાર્થ :- ગુણવાન આચાર્યના અંતેવાસી શિષ્યની આ ચાર પ્રકારની વિનય પ્રતિપત્તિ છે, જેમ કે – (૧) ઉપકરણોત્પાદનતા- સંયમી જીવનમાં ઉપયોગી વસ્ત્ર, પાત્રાદિની પ્રાપ્તિ માટે પ્રયત્ન કરવો. (૨) સહાયતા–બાળ, ગ્લાન, અશક્ત સાધુઓને સહાયતા કરવી. (૩) વર્ણસંકલનતા-ગણ અને ગણિના ગુણ પ્રગટ કરવા. (૪) ભાર પ્રત્યારોહણતા- ગણિએ સોંપેલા ગણના ભારનો નિર્વાહ કરવો. १८ से किं तं उवगरणउप्पायणया ? उवगरणउप्पायणया चउव्विहा पण्णत्ता, तं