Book Title: Agam 27 Chhed 04 Dashashrutskandh Sutra Sthanakvasi
Author(s): Dolarbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
૩૬ ]
શ્રી દશાશ્રુતસ્કંધ સૂત્ર
પ્રતિકૂળ ન થાય તેનો વિવેક રાખવો. (૩) ગુરુજનોના શરીરે માલીશ વગેરે સેવાકાર્ય વિવેકપૂર્વક કરવા, તેમના શરીરને સમાધિ થાય, તે રીતે વૈયાવચ્ચ કરવી. (૪) ગુરુજનોના બધા કાર્યો તેઓના આદેશાનુસાર કરવા તથા ભાવ, ભાષા, પ્રવૃત્તિ, પ્રરૂપણા વગેરે સર્વ કાર્ય કપટ રહિત ભાવે, તેમની અનુકૂળતાનુસાર કરવા, એક પણ કાર્ય તેઓની રુચિથી વિપરીત ન કરવું. (૩) વર્ણ સંજલનતા ગુણાનુવાદ - વર્ણ એટલે વર્ણન, ગચ્છ કે ગણિના ગુણોનું વર્ણન અર્થાતુ ગુણગ્રામને સંકલન-પ્રકાશિત કરવા અર્થાત્ ગણ, ગણિ અને જિનશાસનના ગુણગ્રામ કરવા. તેના ચાર પ્રકાર છે(૧) આચાર્ય આદિના યથાતથ્ય ગુણોનું કીર્તન કરવું, અર્થાત્ તેમના ગુણો પ્રગટ કરવા. (૨) અવર્ણવાદ, નિંદા અથવા અસત્ય આક્ષેપ કરનારને ઉચિત્ત પ્રત્યુત્તર દઈ નિરુત્તર કરવા તથા પ્રબળ યુક્તિઓથી પ્રતિપક્ષીને એ રીતે હતપ્રભ કરવા કે જેથી ભવિષ્યમાં તે તેવું દુઃસાહસ ન કરી શકે. (૩) આચાર્ય આદિના ગુણકીર્તન કરનારને ધન્યવાદ આપીને ઉત્સાહિત કરવા. તેનો જનસમાજને પરિચય આપવો. (૪) સ્વયં વડિલો સંતોની સેવાભક્તિ કરવી તથા યથોચિત આદર સન્માન કરવું. તેમના ઇગિત-આકાર(હાવભાવ) જાણી અનુકૂળ આચરણ કરવું. (૪) ભાર પ્રત્યારોહણતા :- ગુરુએ ભાર-કાર્ય કરવાનો જેને અધિકાર આપ્યો હોય, કાર્ય માટે નિયુક્ત કર્યા હોય, તેવા ઉત્તરાધિકારી શિષ્ય, તે કાર્ય કરવા જોઈએ. આચાર્યના કારભારને સંભાળવો તે શિષ્યનું કર્તવ્ય છે, તેના ચાર પ્રકાર છે, જેમ કે- (૧) ક્રોધાદિને વશ બની ગચ્છને છોડી જનાર શિષ્યોને કોમળ વચનથી હિતશિક્ષા આપીને, સમજાવીને ગચ્છમાં ફરી પાછા બોલાવવા. (૨) ગણમાં વિદ્યમાન નવદીક્ષિત, સામાન્ય બુદ્ધિવાળા શિષ્યોને આચાર વિધિનું જ્ઞાન કરાવવું અને શુદ્ધઆચારનો અભ્યાસ કરાવવો. (૩) રોગથી પીડિત સાધર્મિક સાધુની યથાશક્તિ વૈયાવચ્ચ કરવા ઉદ્યમવંત રહેવું. જ્યાં, જ્યારે, જેને સેવાની જરૂર હોય તેની તન-મનથી સેવા કરવી. (૪) શ્રમણોમાં પરસ્પર કલહ અથવા વિવાદ થાય તો તેનું નિષ્પક્ષભાવથી નિરાકરણ કરાવવું અને એ રીતની વ્યવસ્થા, ઉપાય કરવા કે જેથી સાધર્મિક સાધુઓમાં કલહ આદિ થવાનો પ્રસંગે ઉપસ્થિત ન થાય અને ગચ્છના સાધુ-સાધ્વીઓના સંયમ ભાવ, સમાધિભાવ આદિમાં ઉત્તરોત્તર વૃદ્ધિ થતી રહે.
આ રીતે ગચ્છહિતના કાર્ય કરનાર, આચાર્યના આદેશોનું પાલન કરનાર શિષ્યો મહાન કર્મનિર્જરા કરતા ગચ્છના સંરક્ષક બને છે. તે જિનશાસનની સેવા તથા સંયમઆરાધના કરી સુગતિને પ્રાપ્ત કરે છે.
વચ્ચે શું અને
વી.
તે ચોથી દશા સંપૂર્ણ