Book Title: Agam 27 Chhed 04 Dashashrutskandh Sutra Sthanakvasi
Author(s): Dolarbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
| દશા-૧
કરવા (૧૯) સવારથી સાંજ સુધી ખા-ખા કરવું (નવકારશી આદિ પચ્ચકખાણ ન કરવા) (૨૦) એષણા અસમિતિ એટલે અષણીય આહાર ગ્રહણ કરવો. સ્થવિર ભગવંતોએ આ વીસ અસમાધિના સ્થાન કહ્યા છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં અસમાધિ ઉત્પન્ન કરે તેવા વીસ સ્થાનોનું કથન છે.
અસમાધિ સ્થાન એટલે આત્મવિરાધના કે સંયમ વિરાધના થાય તેવી પ્રવૃત્તિઓ. ચિત્તની એકાગ્રતાથી મોક્ષ માર્ગમાં, સંયમ માર્ગમાં સ્થિત રહેવું, તે સમાધિ છે અને તેનાથી વિપરીત અર્થાત્ સંયમ માર્ગથી શ્રુત થવાય તેવા કાર્યને અસમાધિ કહે છે.
જેમ બીમારી શરીરમાં શિથિલતા લાવે છે, તેમ કેટલીક પ્રવૃત્તિઓ સંયમને શિથિલ બનાવે છે, સંયમને શિથિલ કરે તેવા કાર્યને અસમાધિ સ્થાન કહે છે. સંયમને દૂષિત કરે તેવા અસંખ્યાત અસંયમ સ્થાનો હોવાથી અસંખ્યાત અસમાધિ સ્થાનો છે. અહીં સ્થવિર ભગવંતોએ મુખ્ય વીસ અસમાધિ સ્થાનોનું કથન કર્યું છે. અસમાધિસ્થાન તે ઉત્તરગુણ સંબંધિત દોષો છે. સુવું ને....શ્વમવલ્લા - સાંભળ્યું છે કે તે ભગવાને આ પ્રમાણે કહ્યું છે– અત્યં માફ કરવા, સુત્ત થતિ રાજધરણ૩ સાક્ષણસંહિકા, તને સાંપવાત - ચૂર્ણિ, અરિહંત ભગવંત અર્થરૂપે દેશના આપે છે અને ગણધરો શાસનના હિત અર્થે તેને સૂત્ર રૂપે ગૂંથે છે. તે બાર અંગ રૂપ આગમો ભગવાન કથિત અને ગણધર દ્વારા સંકલિત છે, આ રીતે મેં સાંભળ્યું છે એટલે સુધર્માસ્વામી કહે છે કે મેં તે ભગવાન મહાવીર સ્વામી પાસેથી સાંભળ્યું છે. તથા પ્રકારનું સૂત્રકારનું કથન છે.
દં ભાવર્દિ...૫UMT:- સ્થવિર ભગવંતોએ ૨૦ અસમાધિ સ્થાન કહ્યા છે. અહીં સ્થવિર શબ્દનો અર્થ વ્યાપક છે. ગણધર, ચૌદપૂર્વધર કે દશ પૂર્વધરને સ્થવિર કહ્યા છે, તેથી સ્પષ્ટ થાય છે કે આ દશાશ્રુતસ્કંધસૂત્ર શ્રુતકેવળી સ્થવિર આચાર્ય ભદ્રબાહુ સ્વામી દ્વારા સંકલિત છે. જે પુન નાયર ભવાદુ વા ભાવંત રૂતિ ગતિશય પ્રાતઃ I –ચૂર્ણિ. શબ્દથી અહીં ગણધર અથવા ભદ્રબાહુ સ્વામીનું ગ્રહણ થાય છે. તેઓ અતિશયને પ્રાપ્ત હોવાથી સૂત્રકારે તેમના માટે ભગવંત વિશેષણનો પ્રયોગ કર્યો છે.
તે શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ ૨૦ અસમાધિ સ્થાન કહ્યા છે, તેવો પ્રયોગ ન કરતાં પ્રસ્તુતમાં સ્થવિર ભગવંતોએ ૨૦ અસમાધિ સ્થાન કહ્યા છે, તેવો શબ્દપ્રયોગ કર્યો છે, તેનું કારણ એ છે કે
સ્થવિર-શ્રુતકેવળીના વચન પણ ભગવાનના વચન તુલ્ય હોય છે. શ્રુતકેવળીના વચન ભગવાનની જેમ સમ્યક હોય છે, તે પ્રતીતિ કરાવવા જ સૂત્રકાર તથા પ્રકારનો શબ્દપ્રયોગ કર્યો છે. વિસ અસમાધિ સ્થાન :(૧) જલદી-જલદી ચાલવું – અતિ શીધ્ર ગતિએ ચાલવાથી ઈર્ષા સમિતિમાં ઉપયોગ રહેતો નથી, તેથી અનેક પ્રાણીઓની હિંસા થાય છે, પડી જવાથી કે અથડાય જવાથી સંયમ વિરાધના અને આત્મવિરાધના થાય છે. (૨) અપ્રમાર્જન–પજ્યા વિના ચાલવું :- જે સ્થાનમાં અંધારું હોય, જે સ્થાનમાં અથવા રસ્તા આદિમાં કીડી આદિ જીવો વધુ સંખ્યામાં હોય તેવા કોઈ પણ સ્થાનમાં દિવસે કે રાત્રે પોંજયા વિના ચાલવાથી જીવોની હિંસા થાય છે અને સાધુને દોષ લાગે છે.