________________
૧/-|-/૪૬ થી ૮૫
ભુરા [૬૯] એરંડ, કુરવિંદ, કકર, મુટ્ઠ, વિભંગ, મધુરતૃણ, છુય, સિપ્પિય, સંકલીતૃણ, [૭૦] આવા પ્રકારના અન્ય જે હોય તે બધાં આ વૃક્ષો કહ્યા.
તે વલય કેટલા ભેદે છે ? અનેક ભેદે છે. [૭૧] તાલ, તમાલ, તક્કલી, તોયલી, શાલી, સાકલ્લાણ, સરલ, જાવતિ, કેતકી, કદલી, સમવૃક્ષ, [૩૨] ભુજવૃક્ષ, હિંગુવૃક્ષ, લવંગવૃક્ષ, સોપરી, ખજૂરી, નાલિયેરી. [૩] આવા પ્રકારના અન્ય પણ વલયો.
*ક
હરિત કેટલા ભેદે છે ? અનેક ભેદે છે. [૭૪] અોરુહ, વોડાણ, હરિતક, તંલેગ, વત્થલ, પોગ, માર્જરયા, બિલ્લી, પાલક્ક. [૫] દકપિપ્પલી, દર્શી, સોન્થિય, સાય, મંડુક્કી, મૂલક, સરસવ, અંબિલ, સાકેત, જિયંતક. [૭] તુલસી, કૃષ્ણા, ઉરાલ, ફØિજક, અર્ક, ભૂજનક, વારક, દમનક, માક, શતપુષ્પ, ôદિવર. [૭] આ સિવાયના તે પ્રકારના અન્ય પણ હસ્તિ
તે ઔષધિ કેટલા ભેટે છે ? અનેક ભેટે છે – શાલી, વીહી, ઘઉં, જવ, વાવ, કલાય, મસુર, તલ, મગ, અડદ, વાલ, કળથી, આલિસંદ-ચોળા, મઠ, ચણા, અળસી, કસુંબો, કોદરા, કાંગ, રાલગ, વરૃ, કોર્ડ્સ, સણ, સરસવ, મૂળાના બીજ, આવા પ્રકારની અન્ય પણ જે વનસ્પતિ તે ઔષધિ જાણવી.
જલરુહ કેટલા ભેદે છે ? અનેક ભેદે છે – ઉદક, અવક, પનક, શેવાળ, કલય, હઠ, કોય, કચ્છ, ભાણી, ઉત્પલ, પદ્મ, કુમુદ, નલિન, સુભગ, સૌગંધિક, પુંડરીક, મહાપુરીક, શતત્ર, સહસ્ર પત્ર, કલ્હાર, કોકનદ, અરવિંદ, તામરસ, બિસ, બિસમૃણાલ, પુષ્કર, સ્થલજપુષ્કર, તે સિવાયના આવા પ્રકારના બીજા જલહો પણ જાણવા. તે જલહ કહ્યા. કુહણા કેટલા ભેટે છે ? અનેક ભેટે છે આય, કાય, કુહણ, કુણઽ, દન્વહલિયા, સફાય, સજ્ઝાય, છત્રીક, વંસી, નહિયા, કુરય. તે સિવાય તેના જેવા પ્રકારના કુહુણા જાણવા.
[૮] વૃક્ષોના વિવિધ સંસ્થાન, એકજીવિકા પત્રો, સ્કંધો પણ એક જીવા, તાડ-સરલ-નાલીડેરી એક જીવવાળા છે. [૯] જેમ સઘળાં સરસતો ચિકાશવાળા દ્રવ્યથી મિશ્રિત થયેલાની એક વર્તિતા વાટ કરી હોય તેવા પ્રત્યેક શરીરીના શરીરસમુદાયો હોય છે. અથવા [૮૦] ઘણાં તલના સમુદાયવાળી તલપાપડી હોય તેમાં ઘણાં તલો વડે સંહત થાય તેમ પ્રત્યેક શરીરીની શરીર સંઘાત હોય છે. [૮] તે આ પ્રત્યેક શરીર બાદર વનસ્પતિકાયિક કહ્યા.
• વિવેચન-૪૬ થી ૮૧ -
આ ગુચ્છા આદિ ભેદો પ્રાયઃ સ્વરૂપથી જ પ્રસિદ્ધ છે. કેટલાંક દેશ વિશેષથી જાણવા. અહીં વૃક્ષાદિ ભેદમાં જ્યાં એક નામ એકમાં ગ્રહણ કરી, ફરી તે જ નામ બીજા ભેદમાં જણાય, ત્યારે તેના સમાન નામની ભિન્ન જાતિય જાણવી અથવા અનેક જાતની હોય છે જેમકે નાળિયેરી એકાસ્થિક છે, વલય પણ છે.
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૧ વિવિધ પ્રકારે આકૃતિ જેમની છે, તે નાનાવિધ સંસ્થાન. વૃક્ષના ગ્રહણથી ગુચ્છ, ગુલ્માદિ પણ જાણવા. પાંદડા એક જીવ અધિષ્ઠિત જાણવા. સ્કંધ પણ એકજીવ અધિષ્ઠિત છે. - ૪ - ૪ - તાડ આદિ માફક ઉપલક્ષણથી બીજી વનસ્પતિઓનો પણ સ્કંધ આગમને અનુસરીને એક જીવાશ્રિત જાણવો. તે સિવાય અનેક વનસ્પતિઓના પ્રત્યેક સ્કંધોનો અનેક પ્રત્યેક શરીરી, અનેક જીવાશ્રિત હોય છે. - x - ૪ - તેના અવસ્થાનનું સ્વરૂપ દૃષ્ટાંત વડે જણાવે છે - અહીં સરસવનું અને તલપાપડીનું દૃષ્ટાંત છે. - - x - આ ઉપમા વડે પ્રત્યેક શરીરી જીવોના શરીર સંઘાત પૃથક્ પૃથક્ સ્વ-સ્વ અવગાહનાવાળા હોય છે, તે બતાવ્યું - X - ૪ - ૪ - ૪ - • સૂત્ર-૮૨ થી ૧૧૯ :
-
[૮૨] સાધારણ શરીર બાદર વનસ્પતિકાયિકના કેટલા ભેદ છે ? તે અનેક ભેદે કહ્યા છે – [૮૩] અવક, પનક, સેવાલ, રોહિણી, થિ, થિભગ, અશ્વકર્ણી, સિંહકર્તી, સિટી, મુસુંઢી. [૪] રુરુ, કુંડસ્કિા, જીરુ, ક્ષીરવિદારિકા, કિર્ત્તિ, હળદર, આદુ, આલુ, મૂળા. [૮૫] કબૂસ, કશુક્કડ, મહુપીતલઈ, મધુશ્રૃંગી, નીરુહા, સસુગંધા, છિન્નરુહા, બીજગુહા. [૮] પાઠા, મૃગવાળુંકી, મધુરા, રાજવલ્લી, પન્ના, માઢરી, દંતી, ચંડી, કિટ્ટી. [૮] માયપર્ણી, મુપર્ણી, જીવક, રસહ, રેણુકા, કાકોલી, ક્ષીરકાકોલી, ભંગી, નહીં. [૮૮] કૃમિરાશિ, મોથ, લાંગલી, વજ, પેલુગ, કૃષ્ણ, પઉલ, હઢ, હરતનુક, લોયાણી. [૮] કૃષ્ણકંદ,
વજ્રક, સૂરણકંદ, અલ્લુર આ અનંતકાયિક છે. [૯૦] તૃણમૂલ, કંદમૂલ,
વંસમૂલ સંખ્યાતા, અસંખ્યાતા કે અનંત જીવાત્મક જાણવા. [૧] શીંગોડાના ગુચ્છ અનેક જીવાત્મક જાણવો. પાંદડા એક એક જીવવાળા અને તેના ફળમાં બે જીવો છે.
[૨] જે મૂળને ભાંગવાથી સરખો ભંગ દેખાય તે મૂલ અને તે સિવાયના તેના જેવા બીજા મૂલ અનંત જીવાત્મક જાણવા. [૩] જે કંદ ભાંગવાથી સરખો બંગ દેખાય તે અને તેના જેવા બીજા કો અનંત જીવાત્મક જાણવા. [૯૪] જે સ્કંધ ભાંગવાથી સરખો ભંગ દેખાય, તે સ્કંધ અને બીજા તેવા પ્રકારના સ્કંધો અનંત જીવાત્મક જાણવા. [૫] જે ત્વચાને ભાંગવાથી સરખો ભંગ દેખાય તે ત્વચા તથા તેના જેવી બીજી વ્વચા અનંત જીવાત્મક જાણવી. [૬] જે શાખાને ભાંગવાથી સરખો ભંગ દેખાય તે શાખા તથા તેના જેવી બીજી શાખા અનંત જીવાત્મક જાણવી. [૭] જે પ્રવાલને ભાંગવાથી સરખો ભંગ દેખાય તે પ્રવાલ તથા તેના જેવા બીજા પવાલો અનંત જીવાત્મક જાણવા. [૮] જે પાંદડું ભાંગવાથી સરખો ભંગ દેખાય તે પાંદડુ તથા તેના જેવા બીજા પાંદડા અનંત જીવાત્મક જાણવા. [૯] જે પુષ્પને ભાંગવાથી સરખો ભંગ દેખાય તે પુષ્પ અને તેના જેવા બીજા પુષ્પો અનંત જીવાત્મક જાણવા. [૧૦૦] જે ફળને ભાંગવાથી સરખો ભંગ દેખાય, તે ફળ અને બીજા તેના જેવા ફળો અનંત જીવાત્મક જાણવાં. [૧૦૧]