Book Title: Agam 07 Ang 07 Upashak Dashang Sutra Sthanakvasi
Author(s): Urvashibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai

View full book text
Previous | Next

Page 13
________________ ત સેવાનો સત્કાર મૃતાધાર (મુખ્યદાતા). શ્રીમતી કુમકુમ અને શ્રી હર્ષદરાય નીમચંદ દોશી શાસન અરૂણોદય, યુવા હૃદયસમ્રાટ, પૂજ્ય ગુરુદેવ શ્રી નમ્રમુનિ મ. સા. એ કોલકત્તાના ચાતુર્માસ દરમિયાન આગમશાસ્ત્ર ઉપર સવિસ્તાર વાચના દ્વારા શ્રુતવાચન અને શ્રુતસેવા પ્રત્યે અપૂર્વ જિજ્ઞાસા અને ઉત્સાહ જાગૃત કર્યા છે. તેમના ૩૯ મા જન્મદિવસ પ્રસંગે શ્રીમતી કુમકુમબેન અને શ્રી હર્ષદભાઈ દોશી શ્રી ઉપાસકદશાંગ સૂત્રના શ્રુતાધારરૂપે આગમના પ્રસાર માટે પ્રેરિત થયા છે. શ્રી હર્ષદભાઈનો જન્મ પર્યુષણના પ્રથમ દિવસે થયો હતો. જન્મસમયે જ તેમને સૌરાષ્ટ્રકેસરી પૂ. શ્રી પ્રાણગુરુના સ્વમુખેથી પરમ ઉપકારી માંગલિક શ્રવણનો લાભ મળ્યો હતો. ધર્મના આ સંસ્કાર માતાપિતાની કેળવણીથી પુષ્ટ થયા. ૧૯૫૨ કોલકત્તાના ચાતુર્માસથી આજ પર્યત પંડિતરત્ન, પરમદાર્શનિક, ગોંડલગચ્છશિરોમણિ, પૂ. શ્રી જયંતમુનિજીના તેમના ઉપર અવિરત આશીર્વાદ વરસતા રહ્યા છે. તેમની કૃપાથી ધર્મશ્રવણ અને સ્વાધ્યાય નિરંતર થતા રહ્યા છે. તેમણે પૂજ્ય શ્રી જયંતમુનિજીના મૌલિક અને ચિંતનભર્યા સાહિત્યનું સંશોધન કરીને સંપાદનનું મહત્તમ કાર્ય કર્યું છે. તેમનું લખેલું પૂજ્યશ્રીનું સવિસ્તાર જીવનચરિત્ર “સાધુતાનું શિખર અને માનવતાની મહેક' ઘણું લોકપ્રય થયું છે.તેમણે અનેક જ્ઞાન અને સંસ્કારવર્ધક શિબિરોનું આયોજન કર્યું છે. તેઓ જૈન એકેડેમી કલકત્તાના પ્રમુખ છે અને વીરાયતનના સહમંત્રી છે. શ્રીમતી કુમકુમબેન અને શ્રી હર્ષદભાઈ દોશી બાળકોમાં જૈનધર્મના અભ્યાસની પ્રવૃત્તિઓમાં ઊંડો રસ ધરાવે છે. હવે પૂ. ગુરુદેવ શ્રી નમ્રમુનિજીની પ્રેરણા, આશીર્વાદ અને લુક એન્ડ લર્ન પદ્ધતિના સહયોગથી આ પ્રવૃત્તિને વધુ વેગ મળ્યો છે. પૂ. શ્રી નમ્રમુનિજી ઠાણા ૨ અને પૂ. વીરમતિબાઈમ. ઠાણા ૬ ના કલકત્તાના ચાતુર્માસનો આ દંપતી ઉપર ઊંડો પ્રભાવ પડ્યો છે. આગમના શ્રુતાધારનો લાભ આપવા બદલ તેઓ પૂ. ગુરુદેવના ઋણી છે. તેઓ આ અવસરે પિતાશ્રી સ્વ. નીમચંદ નથુભાઈ દોશી, માતુશ્રી લીલાવતીબેન, ભાઈ સ્વ. કિશોરકુમાર નીમચંદ અને ભગિની સ્વ. મૃદુલાબેન કુંદનકુમાર મહેતાના સદા મળેલા સ્નેહ અને હૂંફ બદલ તેમના પુત્ર ઋત્વિક, પુત્રવધુ અર્ચના, પૌત્રો સિદ્ધાંત અને પ્રણવ સાથે તેમનો પણ ઋણ સ્વીકાર કરે છે. પૂજ્ય ગુરુવરોના સદા આશીર્વાદ વરસતા રહે અને જિનશાસનની સેવાનો લાભ મળતો રહે એજ તેમની અભ્યર્થના છે. ગરપ્રાણ પ્રકાશન PARASDHAM

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 262