________________
અભિનવ ઉપદેશ પ્રાસાદ-૩
ત્રણ લોક વડે પૂજાય છે. હજારો પાપોને કરનારા તથા સેંકડો જતુઓને હણનારા તિર્યંચ પણ આ મંત્રની સારી રીતે આરાધના કરીને દિવ્ય ગતિને પામ્યા છે. તેથી જ શ્રાદ્ધ દિન કૃત્યમાં કહ્યું છે કે
नवकारओ अन्नो सारो मतो न अस्थि तियलोए ___ तम्हा हु अणुदियं चिय पढियव्यो परम भत्तीए ત્રણ લોકમાં નવકાથી સારભૂત અન્ય કોઈ મંત્ર નથી. તેથી પ્રતિદિન પરમ ભકિત એ કરીને આ નવકાર મંત્રી ભણવ જોઈએ.
નવલાખ જપતા નરક નિવારે પામે ભવને પાર સો ભવિયણ ભવિયા ચેખે ચિર નિત જપી નવકાર
આવી બાંયધારી વાંચી, સાંભળી, સમજી સ્વીકારીને તમે પણ આજથી નકકી કરો કે નવ મંગલમાં પહેલું મંગલ એવા આ ઉત્તમોત્તમ ભાવ મંગલને પરમ શ્રેયસ્કર એવા આ લોકોત્તર મંગલને આજથી જ આરંભી દઈ, જીવનમાં વણાઈ જાય તે રીતે નવકાર મંત્રનો જાપ શરૂ કરી દઈશું. ઉપસંહાર કરતાં શ્રી મહા નિશિથ સૂત્રમાં લખે
ताव न जायइ चितेण, चिन्तियं पत्थियं च वायाए
कारण समाढत्तं जाव न सरिओ नमुबकारो ચિત્તથી ચિતવેલું–વચનથી પ્રાર્થ લું–કાયાથી પ્રારંભેલું કાર્ય ત્યાં સુધી જ સિદ્ધ થતું નથી. જ્યાં સુધી પંચ પરમેષ્ઠી નમસ્કાર મહામંત્રને સંભારવામાં આવ્યું નથી.
માટે નકકી કરે આજથી કે સુતાં–ઉઠતાં નિત્ય સાત નવકાર ગણવા. ભજન સમયે પ્રયાણ કે પ્રવેશના સમયે પણ નવકાર મંત્રનું સ્મરણ કરવું.
આ રીતે નવકાર મંત્રને હૃદયમાં અવધારી નવલાખ જાપ થકી નરક તિર્યંચ ગતિ નીવારી, એક એવો જબરજસ્ત ભાવ નમસ્કાર થઈ જાય કે ભવ સમુદ્ર પાર પમાડી દે તેવી ભાવના ભાવતા શ્રી નવકાર જપો મન રંગે–