Book Title: Abhinav Updesh Prasad Vyakhyano Part 03
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Abhinav Shrut Prakashan

View full book text
Previous | Next

Page 335
________________ ૩૨૬ અભિનવ ઉપદેશ પ્રાસાદ-૩ અલબત અહીં એક સ્પષ્ટતા કહી દઉં કે આ કથાને વિપરિત ઉપગ ન કરતા. કેટલાંક શ્રાવકે આ પાઠના આધારે પોતે માની લીધેલા ગુરુને જ પુસ્તક માટે રકમ ખચે છે અને બીજા મૂળ આગમના કાર્યમાં પણ સ્વ દ્રવ્યો વ્યય કરતાં નથી. કારણ પૂછીએ તે એક જ જવાબ આપી દે છે કે કુમારપાળ રાજાએ પણ પોતાના ગુરુદેવ હેમચંદ્રાચાર્યજી મહારાજાના પુસ્તકો લખાવવા અભિગ્રહ કર્યો જ હતો ને? તે ભાગ્યશાળીઓએ સમજવા જેવું છે કે તેઓ બધાં શ્રુત જ્ઞાનના પારગામી પુરુ–મહાત્માઓ હતાં. તેઓના વચને આજે પણ અતીવ સ્વીકાર્ય બને છે. માટે તેમના કૃત્યની નકલ ન કરાય. વ્યવહારમાં પણ કહેવાય છે ને કે “વડીલો કહે તેમ કરાય, કરે તેમ ન કરાય વળી તમે જે આવા પ્રકારની દષ્ટિરાગ કેળવશો તો બાધ દુર્લભ થવાના જ્યારે કુમારપાળ રાજા તો પરમ આહતું ઉપાસક હતા અને ચડાવતી ચેવિસીના પ્રથમ તીર્થંકર શ્રી પદ્મનાભ સ્વામીના ગણધર થવાના છે. કારણ કે તેમનામાં દષ્ટિરાગ નહોતે પ્રગટ પણ આ પુરથસિંí કાવ્યની પ્રવૃત્તિ પરત્વેને રાગ–હાર્દિક બહુમાન હતા. જ તમે પણ પુચ દિં કર્તવ્યના ભાગ રૂપે લખે લખાવે સૂત્રને રે... પંક્તિને માનસ પટ પર અંક્તિ કરી દે. કુમારપાળ રાજાના હ૦૦ લહીયા લખવા બેઠા છે. એક વખત પ્રાતઃ કાલે ગુરુ મહારાજ તથા દરેક સાધુને વિધિપૂર્વક વંદન કરીને રાજા લેખશાળા જેવા ગયા. ત્યાં લહીયાઓ બેઠા બેઠા કાગળના પાનામાં લખી રહ્યાં હતા. આ દૃશ્ય જોઈ કુમારપાળ રાજાએ ગુરુ દેવને પ્રશ્ન પૂછે કે, લહીયા કાગળમાં કેમ લખી રહ્યા છે? ગુરુ મહારાજે ઉત્તર આપ્યો, રાજન! હાલ જ્ઞાન ભંડારમાં તાડપત્રોની ઘણી ખોટ છે. માટે કાગળના પાનામાં ગ્ર લખવા પડે છે. તે સાંભળીને રાજા લજિત થઈ ગયે. મનમાં જ વિચાર કર્યો કે અહો ! નવા ગ્રન્થો રચવામાં ગુરુ મહારાજની અખંડ શક્તિ છે. પણ તે લખાવવા જેટલી પણ મારી શક્તિ નથી તો પછી મારું આ શ્રાવક પણું કામનું શું ? તમે જરા વિચારો કે તમને કદી એક પાનું પણ લખવા-લખાવવાનું સૂઝયું છે ખરું? દર વર્ષે પર્યુષણમાં વ્યાખ્યાન સાંભળે છેને?

Loading...

Page Navigation
1 ... 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354