Book Title: Abhinav Updesh Prasad Vyakhyano Part 03
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Abhinav Shrut Prakashan

View full book text
Previous | Next

Page 345
________________ ૩૩૬ અભિનવ ઉપદેશ પ્રાસાદ-૩ પ્રત્યેક કમલના ડોડામાં ઈદ્ર પ્રસાદ, ત્યાં ઇદ્ર તેની આઠ પટરાણી સાથે બેઠો બેઠો નાટક જુએ છે. એ રીતે પ્રભુના પ્રવેશ વખતે આવ્યો. પૂર્વાચાર્યોએ આ સંખ્યાને દર્શાવતા લખ્યું – દરેક હાથીને ૫૧૨ માથા ૪૮= ૪૦૯૬ દે તુશળ ૪૮= ૩૨૭૬૮ વાવડી ૪૮= ૨,૬૨,૧૪૪ કમળ-તેટલાં જ ઈન્દ્રના પ્રાસાદ ૪૮= ૨૦,૯૭,૧પર ઈંદ્રાણીઓ તથા | ૨૬,૨૧,૪૪,૦૦,૦૦૦] ૨૬ અબજ, ૨૧ કરોડ, ૪૪ લાખ કમળપાંદડીઓ એ રીતે એક હાથી પ્રમાણ હતું. આવા હાથી કેટલા? ૬૪૦૦૦ હાથી. કલપના કરો જોઈએ. ગુરુ મહારાજ પધાર્યા હોય ત્યારે માત્ર એક જ હાથીની ઉપર ગણવેલી સંખ્યા મુજબ ર૬ અબજ ૨૧ કરોડ ૪૪ લાખ જગ્યાએ બત્રીશ બદ્ધ નાટકે ચાલતા હોય તેવા-૬૪૦૦૦ હાથી એક સાથે ઝુલતા હોય તે પ્રવેશ મહોત્સવ કેવો હશે? નિઃશંક છે કે ૯૧ કરોડ પેદલ, ૨૪ લાખ ઘેડા, ૨૧૦૦૦ રથ, ૧૮૦૦૦ હાથી, ૧૬૦૦૦ ધ્વજા અને ૧૦૦૦ સુખપાલમાં અંતેકરી સાથે દશાર્ણભદ્ર રાજા દ્વારા કરાયેલું સામૈયું સુંદરતમ જ હતું. પણ સામે ઈદ્ર છે અને ઈ વિકુલ ઋદ્ધિમાં કંઈ કહેવા પણું હોય? તમને કદાચ ૬૪૦૦૦ હાથી ઉપર પ્રત્યેક હાથીએ ર૬ અબજ, ૨૧ કરોડ, ૪૪ લાખ સ્થળે બત્રીશબદ્ધ નાટક ચાલતા હોવાની વાત અતિશક્તિ ભરી લાગે, પણ આ ગપ્પા નથી. આવશ્યક સૂત્રની ચૂણિમાં લખેલી છે તે તમારી સમક્ષ દર્શાવેલી છે. બત્રીશબદ્ધ નાટક એટલે શું? તે પણ સમજવા જેવું છે. પહેલા તે એ કે દરેક નાટકમાં સવ સખા શુંગારવાળા ૧૦૮ દેવકુમાર અને ૧૦૮ દેવકુમારી હોય તેટલાં જ પ્રમાણમાં વાજીંત્ર હોય. રાયપાસેણીય સૂત્રમાં ૩ર બદ્ધ નાટકોના નામ જણાવેલા છે. તેમાંના માત્ર એક નાટકનું નામ છે ગષ્ટ માસ્ટવા પ્રવિમm. સ્વસ્તિક આકારે નાચવું નૃત્ય કરવું] તે જ રીતે શ્રી વલ્સ આકારે, નંદા વર્તા આકારે, કળશ આકારે, મત્સ્ય આકારે, એમ આઠ આઠ માંગલિકના આકારે નાચવું નૃત્ય કરવું તે એક નાટક થયું. આવા બત્રીશ બદ્ધ નાટકનું વર્ણન આવે છે. - દશાર્ણભદ્ર તો ઈન્દ્રની આવી સમૃદ્ધિ જોઈને આશ્ચર્ય ચકિત થઈ ગયો. અહો ઇન્દ્રની સમૃદ્ધિને વિસ્તાર કેવો છે તેની પાસે મારી સમૃદ્ધિ તે કોઈ વિશાતમાં નથી. અરે ઈદ્રના એક હાથી જેટલી પણ

Loading...

Page Navigation
1 ... 343 344 345 346 347 348 349 350 351 352 353 354