Book Title: Abhinav Updesh Prasad Vyakhyano Part 03
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Abhinav Shrut Prakashan

View full book text
Previous | Next

Page 338
________________ લખે લખાવે સૂત્રને ૩૨૯ શ્રી જિન પ્રતીમાજી કરાવવા કરતાં પણ સિદ્ધાંતને લખાવવામાં તથા તેનું શ્રવણ કરવામાં મેટું પુણ્ય રહેલું છે. કેમકે જ્ઞાન વિના સ્થાપના નિક્ષેપ પ્રતિમાજીનું મહત્વ શી રીતે જાણી શકાય? વળી જ્ઞાનના ભંડારો ધર્મની દાન શાળા જેવાં શેભે છે. ગુરુ વિના શિષ્યમાં જેમ વિદ્વતા આવતી નથી તેમ પુસ્તક વિના પણ વિદ્વતાની પ્રાપ્તિ વર્તમાનકાલે અશકય બનતી જાય છે, આવા પ્રકારને ઉપદેશ સાંભળીને વસ્તુપાલ મંત્રીએ પણ ૧૮ કરોડ દ્રવ્ય ખચીને ત્રણ જ્ઞાન ભંડાર બનાવ્યા હતા. થરાદના સંઘવી આભુ નામના શ્રેષ્ઠીએ ત્રણ કરોડ દ્રવ્ય ખચીને સર્વ સૂત્રની એક–એક પ્રત સોનેરી અક્ષરથી અને બીજા પ્રત્યેની એક એક મત શાહી વડે લખાવી હતી. માટે શ્રાવકના કર્તવ્યને વર્ણવતા પુથા જિંદળું કર્તવ્યમાં ટુંકે પણ ઉંડો સંદેશ આપી દીધું કે ઈતિહાસના પાને કુમારપાળ, વસ્તુપાળ, પેથડમંત્રી, આભુ સંઘવી વગેરે નામ અમર થઈ ગયા તેમ તમે પણ આ કર્તવ્યના ભાગરૂપે પુસ્તક લેખનમાં દ્રવ્યને સવ્ય કરી જ્ઞાનની આરાધના કરે. કેવો સુંદર હશે એ ભાવ, એ વાતાવરણ, કલીકાલ સર્વજ્ઞ શ્રી લખાવતા હોય, ૭૦૦ લહીયા લખવા બેઠા હોય, ગુરૂ મહારાજ નીત નવી રચના કરતા જાય પણ લહીયા લખવામાં પહોંચી ન શકે. આ દશ્ય ઝીલી લેતાં કુમારપાળ રાજાએ પૂછયું કે ગુરુદેવ હું કંઈ વિશેષ સેવા–ભક્તિ કરી શકું, ગુરુ મહારાજ તે કંઈ ન બોલ્યા પણ કુમારપાળા રાજાએ જોયું કે સૂર્યાસ્ત થઈ જાય છે અને લહીયા લખવામાં પહોંચી શકતા નથી, તરત તેને ઉપાશ્રયમાં રત્નો જડાવી દીધાં કે જેથી રાત્રિના સમયે પણ સૂર્ય જેવો ઝળહળતે પ્રકાશ ઉપાશ્રયમાં રહે અને લહીયાઓ લખવાનું કામ બરાબર કરી શકે. પુસ્તક લખાવવા માટેની કેવી તીવ્રતમ ભાવના હશે તે પરમહંતુ કુમાર પાળ રાજાની? સરખા જરા તમારી જાતને. તમને જ્ઞાન લખાવવાને પ્રેમ તો ઠીક પણ બહુમાન કેટલું ? લગ્નમાં પહેલા બે રૂપીયા વધાવું દેતા હતા. પછી પાંચ રૂપીયાને રીવાજ થયે, પછી અગીયાર રૂપીયા થયા. હાલમાં કદાચ એકવીસ ૨૨

Loading...

Page Navigation
1 ... 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354