Book Title: Abhinav Updesh Prasad Vyakhyano Part 03
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Abhinav Shrut Prakashan

View full book text
Previous | Next

Page 339
________________ ૩૩૦ અભિનવ ઉપદેશ પ્રાસાદ-૩ થઈ ગયા હોય તે મને ખબર નથી. પણ વીસ વર્ષ પહેલાં અમે ગુરુ મહારાજ પાસે રૂપી મુકી જ્ઞાનપૂજન કરતાં હતા અને આજે પણ શ્રાવકે રૂપીયે જ મુકી જ્ઞાન પૂજન કરે છે. વીસ વર્ષમાં થયેલાં ભાવ વધારાને નહીં પણ આવક વધારાને લક્ષમાં રાખીને તે જ્ઞાન પૂજન કરતા જાઓ. પૂજન કરીને પણ રૂપીયા તે તમારી તિજોરીમાં જ મુકવાના છે. કંઈ મહારાજને બંગલા બાંધવાના નથી. પણ આ કયારે બને ? જે હૃદયમાં જ્ઞાન પરત્વે બહુમાન હોય છે ! ૩૬ ૦૦૦ સોનામહોરો મુકી ભગવતીજી સાંભળનારને પણ એક યુગ હતે, આજે રોકડા રૂપીયા મુકીને પણ સાંભળવાની ઈચ્છા બાજુએ રહી, શ્રી બારસા સૂત્ર જે ભગવાનની મૂળ વાણી રૂપ છે તેના વાંચનમાં પણ માંડ રૂપીયો મુકી પૂજન કરાય છે. જ્ઞાન પંચમીના સ્તવનમાં બોલ–સાંબળો છેને? લખે લખાવે સૂત્રને રે ભણે ભણાવે જેહ રે તસ અવતાર વખાણીએ રે વિજય લક્ષ્મી ગુણ ગેહ રે શ્રત શું દિલ માન્ય. પેથડમંત્રી પાલખીમાં બેસી રાજમંદિર જતાં ત્યારે જેટલો સમય પાલખીમાં હોય તેટલા સમય ઉપદેશ માળા ગ્રન્થનું પરિશીલન કરતાં. | સરપ્રાઈઝ વિઝીટ લઈ તમારું બુક સેફ કે શયનકક્ષ તપાસીએ તે ધાર્મિક પુસ્તક જ નીકળશે ને? કે પછી–“નમો અરિહંતાણ – આ રીતે શ્રુતજ્ઞાન પર હાર્દિક બહુમાન કેળવી અને આ થય ઢિળ કર્તવ્યનું ઉચિત પરિપાલન કરી જ્ઞાનાવરણીય કર્મોની નિર્જરા કરો.

Loading...

Page Navigation
1 ... 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354