Book Title: Abhinav Updesh Prasad Vyakhyano Part 03
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Abhinav Shrut Prakashan

View full book text
Previous | Next

Page 341
________________ ૩૩૨ અભિનવ ઉપદેશ પ્રાસાદ-૩ શ્રી નિશીથાદિ સૂત્રમાં શાસનના આઠ પ્રભાવક કહેલા છે. તેઓ જ માર્ગાનુસારી શકિતએ કરીને શાસનને શોભાવે છે. આ આઠ પ્રભાવકે કયા ક્યા? अइसेसीढिढ धम्मकहि वाइ आयरिअ खवग नेमित्ती विज्जा रायगण सग्मउ अ तिथ्थप भाविन्ति (૧) અતિશય ઋદ્ધિવાન (૨) ધર્મકથી (૩) વાદી (૪) આચાર્ય (૫) તપસ્વી (૬) નૈમિતિક (૭) વિદ્યાવાન (૮) રાજ સમૂહ સંમત (૧) દિવાન :- જેને અતિશય એટલે બીજાઓથી પરમ ઉત્કૃષ્ટ અદ્ધિ જેમ કે તે લેયા વગેરે લબ્ધિઓ છે તેને ગતિશયિત ઋદ્ધિ કહેવાય છે. આવા ઋદ્ધિવાન્ મુનિઓ શાસનની વિશિષ્ટ પ્રભાવના કરી શકે છે. જેમ વજીસ્વામીજી મહારાજાએ આકાશગામિની વગેરે લબ્ધિપૂર્વક પુષેિ લાવીને બૌદ્ધ રાજાને પ્રભાવીત કર્યો અથવા શ્રી માનતુંગ સૂરિજી મહારાજાએ ભક્તામર સ્તોત્રની રચના પૂર્વક ૪૪ બેડી અને ૪૪ તાળા તેડી નાખ્યા હતા. (૨) ધમકથી :– વ્યાખ્યાનની જેમની લબ્ધિ છે તેઓ એટલે કે પિતાની શક્તિ વડે કરીને હેતુ, યુક્તિ, દૃષ્ટાન્ત વડે જે બીજાને પ્રતિબોધ કરે છે અને તે રીતે શાસનની પ્રભાવના કરી શકે છે તે ધર્મકથી. શ્રી નંદિષેણ મુનિ વેશ્યાને ઘેર રહ્યા. છતાં ત્યાં રંગ રાગ માટે આવતા એવા દશ-દશ જીવોને નિત્ય પ્રતિબોધ પમાડતા હતા, અને આ કમ એક-બે દિવસ નહીં પણ સતત બાર વર્ષ સુધી ચાલ્યું. જેની સામાન્ય ગણતરી કરે તે ૪૩૨૦૦ની સંખ્યા થાય. આટલા બધાં પુરુષ કામાતુર થઈને આવેલા, તેઓને ધર્મકથા વડે પ્રતિબોધ પમાડી શ્રી વીર પ્રભુ પાસે મેકલ્યા અને તે બધાંએ દીક્ષા લીધી તે રીતે શાસન પ્રભાવના કરી. (૩) વાદી :- પર–વાદીને વિય કરી જન શાસનની પ્રભાવના કરનારાજે આચાર્યો, પ્રમાણ ગ્રન્થના બળથી કે સિદ્ધાન્તના બળથી પરમતને ઉચ્છેદ કરવામાં સમર્થ છે તેને વાદી પ્રભાવક કહ્યા. વૃદ્ધવાદિ સૂરિ, મલવાદી, દેવસૂરિ સિદ્ધિસેન દિવાકર સૂરિ, શાંતિ સૂરિ વગેરેના દષ્ટા જૈન સિદ્ધાન્તમાં સુપ્રસિદ્ધ છે. (૪) આચાર્ય - ગચ્છના સ્તંભરૂપ અને શાસ્ત્રમાં વર્ણવ્યા

Loading...

Page Navigation
1 ... 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354