Book Title: Abhinav Updesh Prasad Vyakhyano Part 03
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Abhinav Shrut Prakashan

View full book text
Previous | Next

Page 334
________________ લખે લખાવે સૂત્રને ૩૨ ૫ રક્ષણ કરવામાં પૂર્ણ આદર ધરાવે છે. તેઓ મનુષ્યના દેવ ભવન અને મોક્ષના પણ ઉત્તમ સુખને પામે છે માટે શ્રાવકેએ ૩૫મું કર્તવ્ય પુથર ટ્રિબંની એગ્ય પરિપાલના કરવી. કુમારપાળ રાજાનું ઉત્તમ દષ્ટાન્ત આ કર્તવ્ય માટે જોવા મળે છે. તેઓ પાટણના રાજવી હતા. જિનેન્દ્રોએ પ્રરૂપેલા આગમની આરાધનામાં તે તત્પર રહેતાં હતાં. તેથી તેણે એકવીસ જ્ઞાન ભંડારો કરાવ્યા હતાં. એક વખત તેમને ત્રેસઠ [૬૩] શલાકા પુરુષનું ચરિત્ર સાંભળવાની તીવ્ર ઈરછા થઈ. એટલે કુમારપાળ રાજાએ કલિકાલસર્વજ્ઞ ભગવંત શ્રીમદ્દ હેમચંદ્રાચાર્યજી મહારાજાને પ્રાર્થના કરી અને આચાર્ય મહારાજે ૩૬૦૦૦ ૮ કિ પ્રમાણ એવા શ્રી ત્રિષષ્ઠિ શલાકા પુરૂષ ચરિત્રની રચના કરી. તે ચરિત્રને સોના તથા રૂપાના અક્ષરોમાં લખાવી પોતાના મહેલમાં લઈ જઈ ત્યાં રાત્રિ જાગરણ કરીને પ્રાતઃકાલે પટ્ટ હસ્તી ઉપર તે ચારિત્રની પ્રત પધરાવી તેના ઉપર અનેક છત્રો ધારણ કરાવી, સેનાના દંડવાળા ૭ર ચામરથી વીંઝાતા, મોટા ઉત્સવ અને આડંબરપૂર્વક ઉપાશ્રયે લઈ ગયા. ઉપાશ્રયે જઈને પણ તે ચરિત્રની પ્રતો પુસ્તકો ની કુમારપાળ રાજાએ જાતે પોતે સોના, રત્ન, પટ્ટદુલ વગેરેથી પૂજા કરીને ૭૨ સામંત રાજાઓ સહિત વિધિપૂર્વક ગુરુવંદન કરીને ગુરુ મહારાજ પાસેથી ત્રેશઠ શલાકા પુરુષ ચરિત્રનું વ્યાખ્યાન શ્રવણ આવ્યું. આજ પ્રમાણે અગીયાર અંગ, બાર ઉપાંગ વગેરે આગમ શાસ્ત્રોની એક એક પ્રત સુવર્ણ વગેરેના અક્ષરોથી લખાવી અને તે આગમ શાસ્ત્રો પણ પૂજ્ય ગુરુદેવશ્રીના મુખેથી વ્યાખ્યાન શ્રવણ કર્યું. તથા યેગશાસ્ત્ર અને વીતરાગ સ્તવના મળીને કુલ ૩૨ પ્રકાશ સુવર્ણ અક્ષરથી કુમારપાળે પ્રતાકારે લખાવ્યા. તેમજ હમેશા મૌન પણે તે રાજા એક વખત યોગશાસ્ત્ર તથા વીતરાગ સ્તવને સ્તોત્રનો પાઠ કરતો હતો. આ ઉપરાંત ગુરુ મહારાજ શ્રી હેમચંદ્રાચાર્યજીએ રચેલા સર્વ ગ્રન્થ મારે અવશ્ય લખાવવા એવો અભિગ્રહ લઈને ૭૦૦ લહીયાઓને તેણે લખવા બેસાડયા.

Loading...

Page Navigation
1 ... 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354